હિન્દ ન્યુઝ, ગાંધીનગર આજરોજ ગાંધીનગર કલેક્ટર મેહુલ કે. દવે દ્વારા કરાઈ–લીંબડીયા ગૃપપંચાયત ખાતે સંપૂર્ણ દફ્તર તપાસણી દરમિયાન ગામના ગૌચર સર્વે નં. ૧૬૯ની જમીનની સ્થળ મુલાકાત લેવામાં આવી. આ તકે બિનજરૂરી ઝાડી-ઝાંખરા દૂર કરી ગામના પશુઓને પૂરતું ચારણ અને છાંયો મળી રહે તે માટે ચારા તરીકે પણ ઉપયોગી એવા વૃક્ષારોપણ સાથે સઘન વનીકરણ કરવાની જરૂરી સૂચનાઓ આપવામાં આવી. સાથે જ, બિનઉપયોગી કે પશુઓ માટે હાનિકારક વૃક્ષો ટાળવા અંગે પણ વિશેષ અનુરોધ કરવામાં આવ્યો, જેથી પશુધન કલ્યાણ સાથે પર્યાવરણ સંરક્ષણ સુનિશ્ચિત થઈ શકે.
Read MoreMonth: December 2025
बच्चों के बीच जमीन पर बैठकर जिलाधिकारी ने परखी मध्याह्न भोजन की गुणवत्ता संवेदनशील प्रशासन का मानवीय उदाहरण बनी जिला पदाधिकारी श्रीमती वर्षा सिंह
हिन्द न्यूज़, बिहार वैशाली जिलापदाधिकारी श्रीमती वर्षा सिंह द्वारा महनार प्रखंड अंतर्गत पंचायत महिन्दवारा एवं सरमस्तपुर के विभिन्न आंगनवाड़ी केंद्रों, जन वितरण प्रणाली (पीडीएस) दुकानों, विद्यालयों तथा खाद-बीज प्रतिष्ठानों का विशेष औचक निरीक्षण किया गया। इस निरीक्षण का उद्देश्य जमीनी स्तर पर सरकारी योजनाओं के प्रभावी क्रियान्वयन, सेवाओं की गुणवत्ता तथा प्रशासनिक पारदर्शिता सुनिश्चित करना था। निरीक्षण के क्रम में जिलापदाधिकारी द्वारा प्राथमिक विद्यालय सिमराचक फातिमा का भी निरीक्षण किया गया। विद्यालय में पहुंचते ही जिलापदाधिकारी बच्चों के बीच घुल-मिल गईं और एक शिक्षक की भूमिका…
Read Moreઝાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કુટુંબ નિયોજનના 26 ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા મથકે આવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત કુટુંબ નિયોજન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન કુલ 26 લાભાર્થીઓના કુટુંબ નિયોજનના ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતા. ઓપરેશન બાદ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ગિરવર બારીયા દ્વારા તમામ લાભાર્થીઓની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે લાભાર્થીઓના આરોગ્ય વિશે જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
Read Moreકચ્છ શાખા નહેરની સાંકળ ૧૫૭.૦૧૫ કિ.મી પર આવેલ કેનાલ બ્રિજ MDRB પરથી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ શાખા નહેરની સાંકળ ૧૫૭.૦૧૫ કિ.મી પર કેનાલ બ્રિજ MDRB આવેલ છે, જે કણખોઇ, તા. ભચાઉ થી કુડા તાલુકો રાપર તરફ જતો રસ્તો (એકલ માતા મંદિરથી ભરૂડીયા ગામ તરફનો રસ્તો) છે. હાલ આ બ્રિજ પરથી નાના-મોટા વાહનો તથા હેવી ઓવર લોડેડ ડમ્પર વગેરે પસાર થાય છે. જેના લીધે બ્રિજના સ્લેબ ઉપર wearing courseમાં નુકશાની થયેલ છે તથા બંને Expansion joint માં ડેમેજ થયેલ છે. જેના લીધે ભવિષ્યમાં કોઇ અકસ્માત કે મોટી જાનહાની ન થાય તે માટે બ્રિજ પરથી તમામ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું…
Read Moreસ્કોપ પરીક્ષામાં સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ આહવાને સાઉથ ગુજરાત ઝોનમાં મળ્યો ફર્સ્ટ રેંક
હિન્દ ન્યુઝ, ડાંગ હાયર એજ્યુકેશન ગવર્મેન્ટ ઓફ ગુજરાત તથા KCG અમદાવાદ દ્વારા કેમ્બ્રિજ અંગ્રેજી પરીક્ષા જે નોકરી માટે મદદરૂપ થાય તેમજ એજ્યુકેશનનો લેવલને સુધારવા માટે સ્કોપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલ છે. જેમાં કેબ્રીજ યુનિવર્સિટીના સિલેબસ મુજબ A ગ્રેડ થી C1 લેવલ સુધી ગ્રેડ મળેલ હોય તેને નોકરી માટે લાયક ગણવામાં આવે છે અથવા તો વિદેશ જવા માટે લાયક ગણવામાં આવે છે. સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ આહવા ડાંગ છેલ્લા બે વર્ષથી લેવાયેલ સ્કોપ પરીક્ષામાં ૧૦૦% વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન અને પરિણામ પ્રાપ્ત કરેલ છે. ઉલ્લેખનીય છે કે, આ કોલેજ આદિવાસી…
Read More૬૮૦ થી વધુ સરકારી યોજનાઓની વિગતવાર માહિતી મારી યોજના પોર્ટલ પર ઉપલબ્ધ
હિન્દ ન્યુઝ, ડાંગ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ વિભાગોની કલ્યાણકારી યોજનાઓની માહિતી એક જ જગ્યાએ લોકોને મળી રહે એ માટે મારી યોજના પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. આ પોર્ટલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના ૨૬ વિભાગોની ૬૮૦ થી વધુ યોજનાઓની જાણકારી આંગળીના ટેરવે ઉપલબ્ધ બની છે. સરકારના વિવિધ વિભાગોની જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર સરળતાથી મળી રહે તેવા ઉદ્દેશથી “મારી યોજના” પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ૬૮૦ થી પણ વધુ યોજનાઓની માહિતી આ પોર્ટલ પર નાગરિકોને ઉપલબ્ધ થશે. આ પોર્ટલની…
Read More‘આત્મ નિર્ભર ભારત: સ્વદેશી અપનાવો’ અભિયાન હેઠળ સાપુતારા ખાતે ત્રિ-દિવસીય ‘સશક્ત નારી મેળો-૨૦૨૫’ યોજાશે
હિન્દ ન્યુઝ, ડાંગ ગુજરાત સરકારના સ્વદેશી અભિયાન અને મહિલા સશક્તિકરણના વિઝન સાથે સમગ્ર રાજ્યમાં ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની (GLPC), ગાંધીનગર દ્વારા સશક્ત નારી મેળો કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ડાંગ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વિવિધ સરકારી વિભાગોના સહયોગથી સાપુતારા નોટિફાઈડ એરિયા ઓફિસની બાજુના મેદાન ખાતે તા.૨૧ થી ૨૩ ડીસેમ્બર દરમિયાન“સશક્ત નારી મેળો”નું આયોજન કરવામાં આવશે. જેનું ઉદ્દધાટન ડાંગના પ્રભારી મંત્રીશ્રી ડો.જયરામભાઇ ગામિત અને ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલના હસ્તે કરવામાં આવશે. રાજ્ય સરકારની આ પહેલ મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરશે તેમજ તેમના પ્રયાસોને…
Read Moreટ્રાઈબલ મ્યુઝિયમ દાહોદ ખાતે ૧૮ થી ૨૦ ડિસેમ્બર દરમિયાન સશકત નારી મેળાનું કરાયું આયોજન
હિન્દ ન્યુઝ, દાહોદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “આત્મનિર્ભર ભારત”, મહિલા-નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણ વિઝન સાથે સુસંગત સમગ્ર ગુજરાતમાં મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા, ઉજવણી કરવા અને સશક્ત કરવા માટે રાજયવ્યાપી પ્લેટફોર્મ બનાવવા માટે તા. ૧૧/૧૨/૨૦૨૫ થી ૨૩/૧૨/૨૦૨૫ દરમિયાન સમગ્ર રાજ્યમાં “સશકત નારી મેળાઓ” નું આયોજન કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે જે અંતર્ગત દાહોદ જિલ્લામાં સશક્ત નારી મેળાનું સુચારું આયોજન માટે રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને જીલ્લા સેવા સદન દાહોદ ખાતે બેઠક યોજાઇ હતી. મહિલા સ્વ-સહાય જૂથ/સખી મંડળો દ્વારા ઉત્પાદિત તેમજ કૃષિ વિભાગના, મહિલા આર્થિક વિકાસ નિગમ,…
Read Moreધરમપુરમાં ‘વ્યાસ તીર્થ’નું ભવ્ય શ્રોતાર્પણ, પૂ. શ્રી મોરારિબાપુના કરકમળોથી લોકાર્પણ
હિન્દ ન્યુઝ, ધરમપુર ધરમપુરના વિશ્વવિખ્યાત ભાગવત કથાકાર પૂ. શરદભાઈ વ્યાસ (દાદા) ના પવિત્ર ધામ વ્યાસ તીર્થ ખાતે વેદ વ્યાસજીના મંદિરનું ભવ્ય અને ભાવસભર શ્રોતાર્પણ સમારોહ યોજાયો હતો. આ ઐતિહાસિક પ્રસંગે પરમ પૂજ્ય શ્રી મોરારિબાપુના કરકમળોથી શ્રી વેદ વ્યાસજીની પ્રતિમાનું વિધિવત પૂજન કરી વ્યાસ તીર્થને જનસામાન્ય માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પૂજ્ય મોરારિબાપુના આગમન સાથે સમગ્ર ધરમપુર વિસ્તાર આધ્યાત્મિક આનંદોલનમાં તરબોળ બની ગયો હતો. પોતાના આશીર્વચનમાં મોરારિબાપુએ જણાવ્યું હતું કે, “આ કળિયુગ નથી, કથાયુગ છે. કથા વગર આ જગત ચાલી શકે નહીં.” તેમણે શરદભાઈ વ્યાસના આધ્યાત્મિક યોગદાનને બિરદાવતાં…
Read Moreતા.૧૩ ડિસેમ્બરના રોજ દૈનિક કામગીરીના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
હિન્દ ન્યુઝ, રાજકોટ જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા અભિયાન (Segregated Today, Shine Tomorrow)” અંતર્ગત તા.૧૩ ડિસેમ્બરના રોજ દૈનિક કામગીરીના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. જેમાં GVP, વાણિજ્ય વિસ્તારો, રહેણાંક વિસ્તારો, સ્લમ વિસ્તારો,ફુટપાથ તેમજ પબ્લિક ટોઇલેટ અને ડોર ટુ ડોર કચરો એકઠો કરતા વાહનોની સફાઇ કરવામાં આવી હતી. શહેરને સ્વચ્છ રાખવાથી શહેરની શોભા વધે છે. સાથે સાથે શહેરનાં વિસ્તારો સ્વચ્છ હોવાથી રોગચાળો ફેલાવાનો ભય પણ રહેતો નથી. જ્યા ત્યા કચરો ન કરવા તથા શહેરને સ્વચ્છ રાખવામાં સહયોગ આપવા નગરપાલિકા દ્વારા લોકોને અપીલ પણ કરાઈ હતી.
Read More