પોષણ માહ – ૨૦૨૫ અંતર્ગત દાહોદ જિલ્લાની આંગણવાડીઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ, દાહોદ     પોષણ માસ – ૨૦૨૫ અંતર્ગત આજ રોજ દાહોદ ઘટક ૧ આંગણવાડી કેન્દ્ર ખાતે દાહોદ જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર સુ ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “પર્યાવરણની સુરક્ષા માટે શપથ” તથા “લાભાર્થીને પોષણ શપથ લીધા હતા. કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કાર્યકર બહેને લાભાર્થી મહિલાઓ, ગર્ભવતી તથા ધાત્રી માતાઓ અને કિશોરીઓને પર્યાવરણની સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું. વૃક્ષારોપણ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, પાણીનો બચાવ તથા સ્વચ્છતા જાળવવા અંગે સમજ આપવામાં આવી. સાથે જ તમામ લાભાર્થીઓને “પોષણ શપથ” લેવડાવવામાં આવી, જેમાં સંતુલિત આહાર લેવાનો સંકલ્પ, બાળકોને પોષક ખોરાક પૂરો…

Read More

ચોટીલા ડુંગર તળેટી ખાતે નવરાત્રિ શક્તિ પર્વ ૨૦૨૫ની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, ચોટીલા        ચોટીલા સ્થિત શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટના તળેટી પાર્કિંગ પ્લોટ ખાતે ‘નવરાત્રી શક્તિ પર્વ’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.       આ કાર્યક્રમમાં કલાકાર આનલ વસાવડા અને દેવર્ષિ સોનેજીના સુમધુર ગરબાના તાલે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતાં.      સુરેન્દ્રનગર જિલ્લામાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભક્તિ, આસ્થા અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો!

Read More

સખી મંડળનો ટેકો અને ગીર ગાયનો વૈભવ: વડોદરાના ધર્મિષ્ઠાબેન ચૌહાણની મહેનતની સુગંધ ઘીની જેમ પ્રસરી!

હિન્દ ન્યુઝ, વડોદરા    વડોદરાના શિનોર તાલુકાનું બાવળિયા ગામ. આ ધરતી પર એક એવી નારીશક્તિ ખીલી છે, જેમણે ‘ધરતી સખી મંડળ’ માં જોડાઈ આર્થિક સહાય મેળવીને ગીર ગાયના ઘીના વેચાણ થકી માત્ર પોતાની નહીં, પણ ઘરની ઓળખ બદલી નાખી છે.  વાત છે ધર્મિષ્ઠાબેન વનરાજસિંહ ચૌહાણ ની. આજથી ત્રણ વર્ષ પહેલાં, જ્યારે ધર્મિષ્ઠાબેન સખી મંડળ સાથે જોડાયા, ત્યારે તેમને મળેલી આર્થિક સહાય એક નાનકડા બીજ સમાન હતી. આ બીજને તેમણે પોતાના ૧૫૦ ગીર ગાયોની ગૌશાળાના પવિત્ર વાતાવરણમાં વાવ્યું. ધર્મિષ્ઠાબેને પોતાના ઘરે બેઠા જ ભારતીય સંસ્કૃતિનું અમૃત, એટલે કે ઘી, દૂધ અને…

Read More

ડાંગ જિલ્લાના હિંદળા ગામમાં આંગણવાડી કેન્દ્ર દ્વારા ખાસ ધ્યાન આપતાં બાળકની પરિસ્થિતિમાં સુધારો

હિન્દ ન્યુઝ, ડાંગ    ડાંગ જિલ્લાનાં સુબીર ઘટકમાં સમાવિષ્ટ કુલ-૫ સેજા પૈકીનાં પિપલાઇદેવી સેજામાં આવેલ હિંદળા આંગણવાડી કેન્દ્રમાં ૬ માસથી ૫ વર્ષનાં બાળકો નોંઘાયેલ છે. જેમાં હિંદળા ગામના વતની રવિન્દ્રભાઇ કુંવરનું પરિવાર ખેતી સાથે સંકળાયેલું છે અને તેઓ માત્ર ૬ માસ પૂરતી જ ખેતી કરે છે. આ પરિવાર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમનાં પુત્ર હિતાંશભાઇ રવિન્દ્રભાઇ કુંવર આંગણવાડી કેન્દ્ર હિંદળામાં ૬ માસથી ૩ વર્ષનાં લાભાર્થીમાં સમાવેશ થાય છે. આ બાળક ફક્ત ૬ માસનું છે.   હિતાંશભાઇ રવિન્દ્રભાઇ કુંવરનું આંગણવાડી કેન્દ્ર ખાતે તા.૦૩-૧૨-૨૦૨૪ નાં રોજ વજન-ઉંચાઇ કરવામાં આવતા તેઓનું વજન…

Read More

ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નાગરિક સંરક્ષણ અવેરનેસ તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, ડાંગ      મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સેમિનાર હોલ ખાતે કટોકટી, આપદા કે યુધ્ધ જેવા સમયે પ્રસાશન સાથે ખભે ખભો મિલાવી નાગરીકો પોતે પોતાના તથા પરિવારના જાન માલના રક્ષણ કરી શકે તે હેતુ નાગરિક સંરક્ષણ ( સિવિલ ડિફેન્સ ) અવેરનેસ તાલીમ યોજાઈ હતી.             આ પ્રસંગે નોડલ અધિકારી નાગરિક સંરક્ષણ યુ.વી. પટેલ, મામલતદાર (ડિઝાસ્ટર) આર.એમ. મકવાણા તથા ડી.પી.ઓ. ચિંતન પટેલે વિશેષ હાજરી આપી હતી. તેમણે ભારત સરકાર તથા ગુજરાત સરકારના સંરક્ષણ મિશનને સફળ બનાવવા માટે તનતોડ મહેનત અને તત્પરતા દર્શાવી…

Read More

દાહોદ તાલુકાના રાહ ડુંગરી માધ્યમિક શાળા ખાતે આરોગ્ય શિક્ષણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ     દાહોદ તાલુકાના રાહ ડુંગરી માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને આરોગ્ય સંબંધિત વિવિધ વિષયો અંગે જાગૃતિ માટે આરોગ્ય શિક્ષણ કાર્યક્રમનું આયોજન મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવત ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી ખરજના આયુષ મેડિકલ ઓફિસર ડૉ હેતલ હઠીલા દ્વારા આરોગ્ય સંબંધિત વિવિધ મુદ્દાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 1. માસિક ધર્મ અને સ્વચ્છતા અંગે જાગૃતિ: માસિક દરમિયાનની સાફસફાઈ અને યોગ્ય તકેદારીઓ અંગે માહિતી, સેનિટરી પેડના યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન 2. આયર્ન ફોલિક એસિડ (IFA) ટેબ્લેટનું સેવન: આયર્નની મહત્તા અને એની ઉણપથી…

Read More

પોરબંદર મહાનગરપાલિકા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત પ્લાસ્ટિક ફ્રી “સ્વદેશી મેળા” ના આયોજન અંગે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, પોરબંદર     પોરબંદર મહાનગરપાલિકા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત પ્લાસ્ટિક ફ્રી “સ્વદેશી મેળા” ના આયોજન અંગે બેઠક યોજાઇ હતી.      જેમાં સ્વ સહાય જૂથની બહેનો દ્વારા આપણા દેશમાં બનતી અનેક વસ્તુઓનું વેચાણ કરવા તેમને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી મેળાનું વિશેષ આયોજન કરાયું છે. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન દ્વારા મહાનગરપાલિકામાં એસએચજી (સ્વ સહાય જૂથ)ની બહેનો દ્વારા સ્વ બનાવટની ચીજ વસ્તુઓને મોટા ફલક પર વેચાણ કરવાની આ આયોજનથી એક તક અપાશે.  ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં “શહેરી વિકાસ વર્ષ – ૨૦૨૫” અંતર્ગત વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી…

Read More

લેન્ડ એડમિનિસ્ટ્રેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોન્ફરન્સ અંતર્ગત વિશેષ સમૂહ ચર્ચા માટે એક્શન સેમિનાર યોજાયો.

હિન્દ ન્યુઝ, સુરત      લેન્ડ એડમિનિસ્ટ્રેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોન્ફરન્સ અંતર્ગત વિશેષ સમૂહ ચર્ચાના ભાગરૂપે એક્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સહિત વિવિધ રાજયના કુલ ૩૦૦ જેટલા અધિકારી- કર્મચારીઓએ સાત અલગ- અલગ સમૂહમાં વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી.   

Read More

વડોદરાના નાયબ કાર્યપાલક ઇજનેર સુ રાજેશ્વરી નાયરના સંશોધનપત્રની આંતરરાષ્ટ્રીય સ્તરે થઇ પસંદગી

હિન્દ ન્યુઝ, વડોદરા      વડોદરા શહેરમાં માર્ગ અને મકાન વિભાગમાં ફરજનિષ્ઠ એક અધિકારીએ વાંસના વેસ્ટનો ઉપયોગ કરી કોંક્રિટ રોડની આવરદા વધારવા માટે તૈયાર કરેલા સંશોધનપત્રની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે. આગામી દિવસોમાં સાઉથ કોરિયાના જેજુ દ્વિપ ઉપર યોજનારી સિવિલ એન્જીનિયરિંગ કોન્ફરન્સ ઇન ધ એશિયન રિજિયનમાં સસ્ટેનબલ ડેવલપમેન્ટ વિભાગમાં પ્રસ્તુત કરવા માટે સમગ્ર ભારતમાંથી આ એક માત્ર સંશોધનપત્રની પસંદગી થઇ છે.  માર્ગ અને મકાન વિભાગની વડોદરા શહેરની કચેરીમાં હાલમાં નાયબ કાર્યપાલક ઇજનેર સુ. રાજેશ્વરી નાયર દ્વારા કોંક્રિટની ક્ષમતા વધારવા માટે રસપ્રદ સંશોધન કર્યું છે. જેમાં વાંસના કચરાનો ઉપયોગ કરવામાં…

Read More

મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત     મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં પીપલોદ સ્થિત જિલ્લા પંચાયત ખાતે ‘પોષણ માહ–૨૦૨૫’ હેઠળ જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ હતી.    સુરતના ICDS, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા યોજયેલી આ સ્પર્ધામાં સુરતના ૯ ગ્રામ્ય તાલુકાઓ માંથી THR અને મિલેટ્સ એમ બે વિભાગની ૧૪–૧૪ મળી કુલ ૨૮ વાનગીઓનું નિદર્શન કરાયું હતું. જેમાંથી શ્રેષ્ઠ ૩ વાનગીઓને ઝોન કક્ષા માટે પસંદગી કરાઈ હતી. અને વિજેતાઓનું મહાનુભાવો દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.         

Read More