હિન્દ ન્યુઝ, ચોટીલા
ચોટીલા સ્થિત શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટના તળેટી પાર્કિંગ પ્લોટ ખાતે ‘નવરાત્રી શક્તિ પર્વ’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કલાકાર આનલ વસાવડા અને દેવર્ષિ સોનેજીના સુમધુર ગરબાના તાલે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતાં.

સુરેન્દ્રનગર જિલ્લામાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભક્તિ, આસ્થા અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો!


