હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ તાલુકાના રાહ ડુંગરી માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને આરોગ્ય સંબંધિત વિવિધ વિષયો અંગે જાગૃતિ માટે આરોગ્ય શિક્ષણ કાર્યક્રમનું આયોજન મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવત ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી ખરજના આયુષ મેડિકલ ઓફિસર ડૉ હેતલ હઠીલા દ્વારા આરોગ્ય સંબંધિત વિવિધ મુદ્દાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
1. માસિક ધર્મ અને સ્વચ્છતા અંગે જાગૃતિ: માસિક દરમિયાનની સાફસફાઈ અને યોગ્ય તકેદારીઓ અંગે માહિતી, સેનિટરી પેડના યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન
2. આયર્ન ફોલિક એસિડ (IFA) ટેબ્લેટનું સેવન: આયર્નની મહત્તા અને એની ઉણપથી થતી એનીમિયા જેવી સમસ્યાઓથી બચવા માર્ગદર્શન, નિયમિત આયર્ન ટેબ્લેટ લેવાથી થતો લાભ
3. IEC (માહિતી, શિક્ષણ અને સંચાર) પ્રવૃત્તિઓ: શારીરિક તથા હોર્મોનલ પરિવર્તનો અંગે સમજાવટ, સિકલ સેલ રોગ અંગે માહિતી અને તકેદારી, શાળા અને સમુદાયમાં આરોગ્ય જાગૃતિ માટે પેમ્પલેટ, પોસ્ટર્સ અને ચર્ચા સત્ર
4. મધ્યાન ભોજનની તપાસ: પોષણયુક્ત ભોજન મળે છે કે કેમ તેની ચકાસણી, ભોજનમાં આયર્ન અને અન્ય પોષક તત્ત્વોની હાજરી, રસોડાની સાફસફાઈ અને વ્યવસ્થા જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
