શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરના હસ્તે સુખસર તાલુકાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, દાહોદ      ગુજરાત સરકારના સેવા અને સુશાસનના ઐતિહાસિક નિર્ણયના ભાગરૂપે દાહોદ જિલ્લાના નવીન સુખસર તાલુકામાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનો શુભારંભ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર અને સાંસદ જશવંતસિંહ ભાભોરના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે સંબોધન કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ૧૭ નવા તાલુકાઓની રચના કરવામાં આવી છે. જેમાંથી આપણા જિલ્લાને બે નવા તાલુકાઓ મળવાથી હવે લોકોને તેમના ઘર આંગણે જ વહીવટી સુવિધાઓ મળી શકશે. આ દરમ્યાન મંત્રીશ્રીએ વધુમાં મહાત્મા…

Read More

દાહોદમાં ગરબાડા તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ONGC કંપની દ્વારા ટીબીના દર્દીઓ માટે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ       પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન 2025 અંતર્ગત દાહોદ જિલ્લામાં ગરબાડા તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા ક્ષય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર, પાંચવાડા – 44, જાંબુવા – 40, ઝરીબુઝર્ગ – 33, મીનાક્યાર – 37, ગાંગરડી – 27,પાટીયા – 36 આમ, કુલ 217 દર્દીઓને ONGC કંપનીએ નિક્ષય મિત્ર બનીને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટીબીના દર્દીઓ માટે પોષણ કીટ વિતરણનું આયોજન ONGC કંપની દ્વારા નિક્ષય મિત્ર બનીને…

Read More

જામનગર રોજગાર કચેરી દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી જામનગર દ્વારા તા.૦૮/૧૦/૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકથી ટાઉનહોલ જામનગર ખાતે વિકાસ સપ્તાહ-૨૦૨૫ અંતર્ગત યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ કાર્યક્રમ યોજવામાં આવશે.     આ કાર્યક્રમમાં રોજગાર કચેરીનાં માધ્યમથી નીમણૂક પામેલ ઉમેદવારોને મહાનુભાવોના હસ્તે રોજગાર પત્રક વિતરણ કરવામાં આવશે. તથા ઔધોગિક તાલીમ સંસ્થાના આધુનિકરણ માટે વિવિધ ખાનગી કંપનીઓ સાથે MoU અને સંસ્થા દ્વારા તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર્સ(PoL) પણ આપવામાં આવનાર છે. તેમ જામનગર જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Read More

તરસાલી આઇટીઆઇના ૧૭૨૦ તાલીમાર્થીઓને નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ એનાયત

હિન્દ ન્યુઝ, વડોદરા     આઈ.ટી.આઈ તરસાલી ખાતે રોજીંદી શિક્ષણને કૌશલ્ય વિકાસ સાથે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં રૂપે, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ મંત્રાલયની માર્ગદર્શિકાઓ અનુસાર વર્ષ ૨૦૨૫માં વિવિધ ટ્રેડમાં સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓ માટે “કૌશલ્ય દિક્ષાન્ત સમારોહ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુલ ૧૭૨૦ તાલીમાર્થીઓને નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા, તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.  સમારોહના મુખ્ય અતિથિ તરીકે સ્નાઇડર કંપનીના સિનિયર જનરલ મેનેજર રીતેશ ઓઝા, એચઆર વિભાગના જયેશ કપાડી, તેમજ ગોદરેજ કંપનીના ડેપ્યુટી મેનેજર પ્રીતેશ વાળંદ ઉપસ્થિત રહ્યા…

Read More

જામનગર સિંચાઈ વિભાગમાં મદદનિશ ઈજનેર (ક્લાસ–૨) તરીકે ફરજ બજાવતા નચિકેતા ગુપ્તાએ ઝંસ્કાર, લદ્દાખ ક્ષેત્રમાં ૬૨૪૮ મીટર ઉંચાઈના અજાણ્યા શિખર પર આરોહણ કરી રેકોર્ડ સર્જ્યો

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગર સિંચાઈ વિભાગમાં મદદનિશ ઈજનેર (ક્લાસ–૨) તરીકે ફરજ બજાવતા નચિકેતા ગુપ્તાએ પોતાની ટીમ સાથે ઝંસ્કાર, લદ્દાખ ક્ષેત્રમાં ૬૨૪૮ મીટર ઉંચાઈના અજાણ્યા શિખર પર આરોહણ કરી રેકોર્ડ સર્જ્યો છે. આ શિખર પર આજ દિન સુધી કોઈ ચઢ્યું નથી. હિમાલયન અભિયાનના ઇતિહાસમાં આ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન રેકોર્ડ છે. આ અભિયાન કોઈ પણ બાહ્ય સહાયતા, ગાઈડ કે કુકની મદદ વગર છ સભ્યોની ટીમ દ્વારા સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે પૂર્ણ થયું. ટીમે સતત ૧૩ દિવસ સુધી હિમવર્ષામાં ટકી રહેવું પડ્યું હતું. અતિશય ઠંડી, ઊભા ખડકાળ ઢાળો, અને શિખર સર કરવાના દિવસે…

Read More

बिहारवासियों को मिली पटना मेट्रो की सौगात! 

हिन्द न्यूज़, बिहार रुकनपुरा से पटना जंक्शन तक होगा सफर और भी आसान!      मुख्यमंत्री नीतीश कुमार के कर-कमलों द्वारा रुकनपुरा से पटना जंक्शन तक भूमिगत मेट्रो स्टेशन एवं सुरंग के निर्माण कार्य का भव्य शुभारंभ किया गया।  इस अवसर पर माननीय उप मुख्यमंत्री सम्राट चौधरी, विजय कुमार सिंहा, मंत्री जीवेश कुमार, सचिव अभय कुमार सिंह एवं अन्य वरीय पदाधिकारीगण उपस्थित रहे। यह मेट्रो प्रोजेक्ट पटना के विकास को देगा नई गति और आमजन को मिलेगा आधुनिक, तेज़ और सुरक्षित यात्रा का अनुभव। 🚆

Read More

વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે જામનગરમાં પશુ આરોગ્યા મેળા, રસીકરણ તથા જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ, જામનગર      વિશ્વ પ્રાણી દિવસના અવસર પર જિલ્લા પંચાયત જામનગર- પશુ પાલન શાખા, EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ૧૯૬૨(હરતું-ફરતુ પશુ દવાખાનું) જામનગર જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી,એનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઇન્ડિયા અને સ્વયં સેવી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમ યોજાયા હતા. આ કાર્યક્રમ અંતર્ગત લાલ બંગલો વિસ્તારથી લઈને ટાઉનહોલ વિસ્તાર સુધી રાખડતા કૂતરાઓનું હડકવા (રેેબિઝ) વિરોધી રસીકરણ કરવામાં આવ્યું. સાથે સાથે નાગરિકોમાં પ્રાણીઓ પ્રત્યે સચેતના લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ. જિલ્લા પંચાયત જામનગર પશુપાલન શાખા દ્વારા શેખપાટ અને ખારાવેઢા ગામે પશુ આરોગ્ય મેળા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં…

Read More

‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન અંતર્ગત SRPF જૂથ-૧૭, ચેલા ખાતે આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગરમાં ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન અંતર્ગત SRPF જૂથ-૧૭, ચેલા ખાતે જવાનો અને તેમના પરિવારજનો માટે એક વિશેષ આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. એસ.આર.પી.એફ. જૂથ-૧૭ ચેલાના સેનાપતિ શ્રીમતી કોમલ વ્યાસના માર્ગદર્શન હેઠળ આયોજિત આ શિબિરમાં જવાનો, કિશોરીઓ, સગર્ભા, ધાત્રીમાતાઓ સહિત પરિવારના કુલ ૧૬૦થી વધુ લોકોએ લાભ લીધો હતો. ડી.વાય.એસ.પી. એમ.બી. જુડાલ અને ડી.વાય.એસ.પી. એન.એમ. પટેલે આ શિબિરને સફળ બનાવવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય…

Read More

જામનગરની શ્રી એમ.પી.શાહ મેડીકલ કોલેજ અને જી.જી. હોસ્પિટલ દ્વારા આયોજિત 22 કેમ્પમાં 26000 થી વધુ લોકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો

“સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન” અંતર્ગત હિન્દ ન્યુઝ, જામનગર     શ્રી એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ તથા ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 દરમ્યાન રાજ્યવ્યાપી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન” અંતર્ગત આરોગ્ય સેવાઓ અને જાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ મહિલાઓના આરોગ્યની ચકાસણી, સમયસર સારવાર, તેમજ સમાજમાં પરિવાર સશક્તિકરણનો સંદેશ પહોંચાડવાનો હતો. અભિયાન દરમ્યાન શ્રી એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ તથા ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ દ્વારા કુલ 22 સ્ક્રિનિંગ અને સ્પેશિયાલિટી કેમ્પ યોજવામાં આવ્યા હતા. જેમાંથી 13 કેમ્પ જી.જી.…

Read More

માંડલના ટ્રેન્ટ અને ઉધરોજપુરા ખાતે બે દિવસીય મહિલા વૃતિકા તાલીમનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, માંડલ     નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, અમદાવાદ દ્વારા માંડલ તાલુકાના ટ્રેન્ટ અને ઉધરોજપુરા ખાતે એચ આર ટી 5 યોજના અંતર્ગત બે દિવસીય મહિલા વૃતિકા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.  ટ્રેન્ટ અને ઉધરોજપુરા ગામની 85 જેટલી મહિલાઓએ આ માહિતીસભર તાલીમનો લાભ મેળવ્યો હતો. તાલીમાર્થી બહેનોને તાલીમને અનુરૂપ ફળ અને શાકભાજી પરિરક્ષણની વિવિધ પદ્ધતિઓ, પ્રિઝર્વેટિવ વિશે જરૂરી સમજ આપીને તેના ઉપયોગ અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ દરમ્યાન તાલીમાર્થી બહેનોએ ખજૂરના લાડું, બીટના લાડું, આદુ – લીંબુ શરબત, મિક્ષ ફ્રૂટ જામ, કાચા પપૈયાની તૂટી ફુટી, ટામેટા કેચઅપ સહીતની…

Read More