આણંદ જિલ્લામાં એન.એન.સી.સી‌ દ્વારા ભ્રષ્ટાચાર સામેની લડત પર ઓન લાઈન સેમીનાર

હિન્દ ન્યૂઝ, આણંદ

           આણંદ જિલ્લામાં એન.એન.સી.સી‌ દ્વારા ભ્રષ્ટાચાર સામે લડત પર ઓન લાઈન સેમીનાર યોજવામાં આવ્યો. ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન સી સી આણંદ દ્વારા ભ્રષ્ટાચાર સામે જાહેર જનતા ને જાગૃતિ લાવવા માટે નાં પ્રયાસ રૂપે ૧૬૪ કેડેટ એ ભાગ લીધો. તેમાં ભ્રષ્ટાચાર નો અર્થ, તેના પરિણામ અને ભ્રષ્ટાચાર ને દુર કરવાના ઉપાય વગેરે બાબતો ની સમજ આપીને પારદર્શિતા નાં પરિણામે દેશ નો વિકાસ થાય છે એ સમજ આપી. મેજર પ્રતિક્ષા એ વકતવ્ય માં કહ્યું કે દેશ ની સહુ થી મોટી બીમારી એ ભ્રષ્ટાચાર છે. જેથી તેને નાથવા માટે વેક્સિન રૂપ “પારદર્શિતા” જરૂરી છે. એ જ રીતે બધાજ ક્ષેત્ર માં એન્ટી કરપ્શન કરવા પારદર્શી વ્યવહાર કરવો અને કરાવવો જરૂરી છે. આ સાથે ૧૬૪ કેડેટ ને ભ્રષ્ટાચાર થી દુર રહેવા ની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. એન.સી.સી. આણંદ નાં કમાન્ડીંગ ઓફિસરે કેડેટ ને ભાગ લેવા બદલ શાબાશી આપી.

રિપોર્ટર : બળદેવસિંહ બોડાણા, આણંદ

Related posts

Leave a Comment