પોષણ માસ-૨૦૨૫ હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લામાં કુપોષણ મુક્ત અભિયાનને વધુ વેગ મળ્યો છે. જે સંદર્ભે ફેબ્રુઆરી માસથી કચ્છ જિલ્લામાં “પોષણ સંગમ કાર્યક્રમ” અંતર્ગત આંગણવાડી કાર્યકર તથા મુખ્યસેવિકાની નિષ્ઠા અને સતત પ્રયાસોના કારણે ગંભીર કુપોષિત બાળકે સામાન્ય અને સ્વસ્થ જીવન તરફ પગલા માંડ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત લખપત તાલુકાના દયાપર-૫ આંગણવાડી કેન્દ્રમાં આઈસીડીએસ યોજનાનો લાભ લેતી બાળકી આયેજા આમદભાઈ હજામના કિસ્સામાં આ વાત સાબિત થઈ છે. જન્મ સમયે 2.5 કિલોગ્રામ વજન ધરાવતી આ બાળકી સામાન્ય હતી, પરંતુ સતત ગૃહ મુલાકાત લેતા જણાઈ આવ્યું કે, પાવડરવાળું અને બહારનું દૂધ આપવામાં…
Read MoreDay: September 16, 2025
જિલ્લા પંચાયત દ્વારા ‘સુપોષિત કચ્છ’ મોનિટરિંગ સિસ્ટમનો પ્રારંભ
પોષણ માસ- ૨૦૨૫ હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લાને સુપોષિત બનાવવાના ઉદ્દેશ્ય સાથે, જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખા દ્વારા એક નવી મોનિટરિંગ સિસ્ટમ ‘સુપોષિત કચ્છ’ અમલમાં મૂકવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ માતા, બાળકો અને કિશોરીઓ માટેની વિવિધ સરકારી યોજનાઓના લાભો નિયમિતપણે અને યોગ્ય ગુણવત્તા સાથે છેવાડાના નાગરિકો સુધી પહોંચે તેની ખાતરી કરવાનો છે પૃષ્ઠભૂમિ અને જરૂરિયાત – કચ્છ, જે ક્ષેત્રફળની દ્વષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો છે તેની વિશાળ ભૌગોલિક વિવિધતાને કારણે કુલ ૨૧૧૬ આંગણવાડી કેન્દ્રોનું અસરકારક મોનિટરિંગ કરવું એક પડકારરૂપ કાર્ય છે અને દુર્ગમ વિસ્તારોમાં વાહન વ્યવસ્થાના અભાવ જેવા…
Read Moreકચ્છની નખત્રાણા નગરપાલિકામાં વિરાણી મોટી, વિરાણી નાની અને સુખપર વિરાણી ગ્રામ પંચાયતનો સમાવેશ થતા ચૂંટણી માટેના શહેરના વોર્ડોનું સીમાંકન તથા અનામત બેઠકોની ફાળવણીનો પ્રાથમિક આદેશ રદ
હિન્દ ન્યુઝ, ભુજ સરકારના શહેરી વિકાસ વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના તા.૨૧/૦૯/૨૦૨૨ના જાહેરનામાથી કચ્છ જિલ્લામાં નખત્રાણા નગરપાલિકાની રચના કરવામાં આવી હતી. જે અન્વયે સરકારના તા. ૧૭/૦૮/૨૦૨૪ના જાહેરનામાંથી નખત્રાણા નગરપાલિકાના વોર્ડો અને બેઠકો (અનામત બેઠકો સહિત) નક્કી કરવામાં આવ્યા હતા. ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ની કલમ-૭ની જોગવાઈ હેઠળ રાજ્ય ચૂંટણી આયોગે તા.૧૩/૧૧/૨૦૨૪ના આદેશથી નખત્રાણા નગરપાલિકાની ચૂંટણી માટે શહેરના વોર્ડોનુ સીમાંકન તથા અનામત બેઠકોની ફાળવણી અંગેનો પ્રાથમિક આદેશ પ્રસિદ્ધ કર્યો હતો. સરકારના શહેરી વિકાસ વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના તા.૦૪/૦૯/૨૦૨૫ના જાહેરનામાંથી નખત્રાણા નગરપાલિકામાં વિરાણી મોટી, વિરાણી નાની…
Read Moreભુજ શહેર વિસ્તારમાં વિવિધ દબાણો દૂર કરીને સરકારી જમીનને ખુલ્લી કરાઈ
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લાના અસામાજિક તત્વો કે જેના વિરૂદ્ધ પોલીસ ચોપડે વિવિધ ગુનાઓ નોંધાયેલા છે અને તેમના દ્વારા સરકારી જમીન પરના ગેરકાયદેસર કરાયેલા દબાણ દૂર કરવા માટે કચ્છ ક્લેક્ટર, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક તેમજ નાયબ કલેક્ટર ભુજની સૂચના અને માર્ગદર્શન અન્વયે આજરોજ તા. ૧૫-૦૯-૨૦૨૫ ના રોજ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ ભુજ કચ્છ, મામલતદાર ભુજ શહેર, પોલીસ ઇન્સપેક્ટર બી-ડીવીઝન ભુજ દ્વારા પુરતા પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી હતી. ભુજ શહેર વિસ્તારમાં ચાર અસામાજિક ઇસમ દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણને દૂર કરીને અંદાજે ૪૫૦.૦૦ ચોરસ મીટર વિસ્તારને…
Read Moreમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાંધીધામ શહેરમાં કુલ ૧૧૩ દબાણો દૂર કરાયા
હિન્દ ન્યુઝ, ભુજ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલ પ્રતિમાથી ચાવલા ચોક થઈ શિકારપુરી સુધી આર્કેડના “પેડેસ્ટેરીયન વે” માં કરવામાં આવેલા દબાણો બાબતે મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશમાં મહાનગરપાલિકાના ૬ જે.સી.બી., ૪ ટ્રેકટર, ૩પ કર્મચારીઓ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજની સતત હાજરીમાં કુલ-૧૧૩ દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ ઝુંબેશમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ઇન્સ્પેકટર ચૌધરી અને પી.એસ.આઇ. ઝાલા દ્વારા સઘન બંદોબસ્ત રાખવામાં આવેલો અને આવતીકાલે તા.૧૬/૦૯/૨૦૨૫ ના રોજ પણ…
Read Moreસુબીરના ચિખલી ગામના ખેડૂતનુ પ્રાકૃતિક કૃષિનુ મોડેલ ફાર્મ અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી
આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ હિન્દ ન્યુઝ, ડાંગ ભારતમા સૌ પ્રથમ સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતા જિલ્લા તરીકે જાહેર થયેલા ડાંગ જિલ્લામા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ ગામે ગામ વધી રહ્યો છે. જિલ્લાના અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતીનો આગ્રહ રાખી, પ્રાકૃતિક ખેતીનુ મહત્વ સમજી પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરીને સાચુ જીવન જીવ્યાના સુખદ અનુભવોને કારણે સુબીર તાલુકાના ચિખલી ગામના ખેડુત સુકીરાવભાઇ ગાયકવાડ અન્ય ખેડૂતો માટે પ્રેરણા પુરી પાડી રહ્યા છે. CRPF ની બ્લેક કમાન્ડો સેવામાંથી વય નિવૃત્ત થયેલા સુબીર તાલુકાના પ્રગતિશીલ ખેડુત શ્રી સુકીરાવભાઇ ગાયકવાડે, પોતાની બંજર જમીનમા પ્રાકૃતિક…
Read More