ભુજ શહેર વિસ્તારમાં વિવિધ દબાણો દૂર કરીને સરકારી જમીનને ખુલ્લી કરાઈ

હિન્દ ન્યુઝ, ભુજ

    કચ્છ જિલ્લાના અસામાજિક તત્વો કે જેના વિરૂદ્ધ પોલીસ ચોપડે વિવિધ ગુનાઓ નોંધાયેલા છે અને તેમના દ્વારા સરકારી જમીન પરના ગેરકાયદેસર કરાયેલા દબાણ દૂર કરવા માટે કચ્છ ક્લેક્ટર, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક તેમજ નાયબ કલેક્ટર ભુજની સૂચના અને માર્ગદર્શન અન્વયે આજરોજ તા. ૧૫-૦૯-૨૦૨૫ ના રોજ સિટી સર્વે સુપ્રિ‍ન્ટે‍ન્ડે‍ન્ટ ભુજ કચ્છ, મામલતદાર ભુજ શહેર, પોલીસ ઇન્સપેક્ટર બી-ડીવીઝન ભુજ દ્વારા પુરતા પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી હતી. ભુજ શહેર વિસ્તારમાં ચાર અસામાજિક ઇસમ દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણને દૂર કરીને અંદાજે ૪૫૦.૦૦ ચોરસ મીટર વિસ્તારને ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ વિસ્તારની અંદાજિત કિંમત રૂ. ૪૫,૦૦,૦૦૦/- થાય છે તે સરકારી જમીન પરનું દબાણ દૂર કરી દબાણવાળો વિસ્તાર ખુલ્લો કરવામાં આવ્યો હતો તેમ સિટી સર્વે સુપ્રિ‍ન્ટે‍ન્ડન્ટ ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે. 

Related posts

Leave a Comment