હિન્દ ન્યુઝ, ભુજ
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલ પ્રતિમાથી ચાવલા ચોક થઈ શિકારપુરી સુધી આર્કેડના “પેડેસ્ટેરીયન વે” માં કરવામાં આવેલા દબાણો બાબતે મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશમાં મહાનગરપાલિકાના ૬ જે.સી.બી., ૪ ટ્રેકટર, ૩પ કર્મચારીઓ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજની સતત હાજરીમાં કુલ-૧૧૩ દબાણો દૂર કરવામાં આવ્યા છે.
આ ઝુંબેશમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ઇન્સ્પેકટર ચૌધરી અને પી.એસ.આઇ. ઝાલા દ્વારા સઘન બંદોબસ્ત રાખવામાં આવેલો અને આવતીકાલે તા.૧૬/૦૯/૨૦૨૫ ના રોજ પણ આ ઝુંબેશ શરુ રહેશે તેમ ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના જનસંપર્ક અધિકારી દ્વારા જણાવાયું છે.
