હિન્દ ન્યુઝ, ભુજ
સરકારના શહેરી વિકાસ વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના તા.૨૧/૦૯/૨૦૨૨ના જાહેરનામાથી કચ્છ જિલ્લામાં નખત્રાણા નગરપાલિકાની રચના કરવામાં આવી હતી. જે અન્વયે સરકારના તા. ૧૭/૦૮/૨૦૨૪ના જાહેરનામાંથી નખત્રાણા નગરપાલિકાના વોર્ડો અને બેઠકો (અનામત બેઠકો સહિત) નક્કી કરવામાં આવ્યા હતા. ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ની કલમ-૭ની જોગવાઈ હેઠળ રાજ્ય ચૂંટણી આયોગે તા.૧૩/૧૧/૨૦૨૪ના આદેશથી નખત્રાણા નગરપાલિકાની ચૂંટણી માટે શહેરના વોર્ડોનુ સીમાંકન તથા અનામત બેઠકોની ફાળવણી અંગેનો પ્રાથમિક આદેશ પ્રસિદ્ધ કર્યો હતો.
સરકારના શહેરી વિકાસ વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના તા.૦૪/૦૯/૨૦૨૫ના જાહેરનામાંથી નખત્રાણા નગરપાલિકામાં વિરાણી મોટી, વિરાણી નાની અને સુખપર વિરાણી ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવીન અસ્તિત્વમાં આવેલી નખત્રાણા નગરપાલિકામાં સરકારના જાહેરનામા મુજબ વિરાણી મોટી, વિરાણી નાની અને સુખપર વિરાણી ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવતાં રાજ્ય ચૂંટણી આયોગનો તા.૧૩/૧૧/૨૦૨૪નો નખત્રાણા નગરપાલિકાની ચૂંટણી માટે શહેરના વોર્ડોનું સીમાંકન તથા અનામત બેઠકોની ફાળવણી અંગેનો પ્રાથમિક આદેશ મૂળ અસરથી કરાયો છે.
સરકારના શહેરી વિકાસ વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના તા.૦૪/૦૯/૨૦૨૫ જાહેરનામા મુજબ નખત્રાણા નગરપાલિકાના વોર્ડોની સંખ્યા અને બેઠકો (અનામત બેઠકો સહિત) નક્કી કરવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગરના સચિવ આર.જી.ગોહિલના હુકમમાં જણાવાયું છે.
