હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ દ્વારા તારીખ: ૦૪/૦૯/૨૦૨૫ના રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ-૨૦૨૪ અંતર્ગત કુલ-૨૮૬ ઉમેદવારોનું વેઇટીંગ લિસ્ટ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે તથા તારીખ:૦૯/૦૯/૨૦૨૫ના રોજ રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ-૨૦૨૪ અંતર્ગત કુલ-૫૩૨ ઉમેદવારોનું વેઇટીંગ લિસ્ટ વેબસાઇટ https://gserc.in/ પર જાહેર કરવામાં આવેલ છે. ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર આગામી સમયમાં શાળા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેની સંબંધિતોએ નોંધ લેવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી…
Read MoreMonth: September 2025
રાજ્યમાં મંડળ કે સંસ્થા દ્વારા કેન્દ્ર સરકારની મંજૂરી વિના ‘પ્રેસ કાઉન્સિલ’ અથવા ‘પ્રેસ પરિષદ’ શબ્દનો ઉપયોગ કરી શકાશે નહીં
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કેન્દ્ર સરકારની મંજૂરી વિના રાજ્યના મંડળો કે સંસ્થાઓ દ્વારા ‘પ્રેસ કાઉન્સિલ’ અથવા ‘પ્રેસ પરિષદ’ શબ્દનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. જે સંસ્થા કે વ્યક્તિ અધિકૃત મંજૂરી વગર આ શબ્દોનો ઉપયોગ કરશે તો તેને તાત્કાલિક અસરથી બંધ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ માહિતી અને પ્રસારણ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે, સંબંધિત સત્તાધિકારીએ સુનિશ્ચિત કરવાનું રહેશે કે કોઈ સ્થાનિક, સરકારી મંડળ કે સંસ્થાના શિર્ષકમાં પ્રેસ કાઉન્સિલ’ અથવા ‘પ્રેસ પરિષદ’ શબ્દથી નોંધણી કરવામાં ન આવે તેની ખાસ તકેદારી રાખવી અને જો…
Read Moreગીર સોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજયામાં વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજકિય તેમજ સામાજિક સંગઠનો તેમજ સંસ્થાઓ દ્વારા દેશ-રાજ્યમાં બનતા બહુચર્ચિત બનાવોનો વિરોધ કરવા તેમજ સંસ્થાઓ, લોકો તેમની માંગણીના કારણો દર્શાવી જિલ્લામાં આવેલ સરકારી કચેરીઓ સામે ઉપવાસ/ધરણા/દેખાવો/રેલી/આત્મવિલોપન/સૂત્રોચ્ચાર કરતાં હોય છે અને સરકારી કચેરીનાં પરિસરમાં તેમજ તેની આસપાસમાં બેસી જવાથી સફાઈના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. જેથી ઘોંઘાટ થાય તેમજ સરકારી કચેરીઓમાં રોજીંદી કાર્યવાહીમાં રૂકાવટ ઉભી થતી હોય છે. આ કારણોસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી રાજેશ આલ દ્વારા સમગ્ર જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓની પ્રિમાઈસીસની ૨૦૦ મીટરની ત્રિજયામાં વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો જોગ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાય યોજના હેઠળ સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતોએ આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલમાં તા. ૧૭ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે. જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી એવી દેશી ગાયના નિભાવ ખર્ચમાં સહાય માટે “દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાય” વાળી યોજના હેઠળ જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા હોય કે કરનાર હોય, આઇડેન્ટિફિકેશન ટેગ વાળી દેશી ગાય ધરાવતા હોય અને…
Read Moreકૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મશરૂમના વ્યવસાય અંગે બે દિવસીય તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કોડિનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બે દિવસીય મશરૂમ ઉછેર, મૂલ્યવર્ધન અને માર્કેટિંગ સ્ટ્રેટેજી વિષયક તાલીમ યોજાઈ હતી. આ તાલીમમાં પણાંદર, સાંઢણીધાર, પાલડી, મોરડીયા, ગોહિલની ખાણ, ધ્રામણવા, ગાભા, સિંધાજ, નવાગામ, ઈચવડ, કોડીનાર, માલશ્રમ, બાંટવા અને પ્રશ્નાવડા તેમજ કોડીનાર, સુત્રાપાડા, ઉના, તાલાલા તથા જૂનાગઢના ૩૧ તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વાપીના મશરૂમ વિષયક તજજ્ઞ અને ૩૦ વર્ષનો મશરૂમ ઉછેર તથા માર્કેટિંગનો અનુભવ ધરાવતાં ડો. ચેતન મિસ્ત્રી દ્વારા તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં ખાસ કરીને મશરૂમની ખેતી એટલે કે પ્રેક્ટિકલ જ્ઞાન તથા માર્કેટિંગ સ્ટ્રેટેજી ઉપર…
Read Moreઆદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી મંત્રી નિમુબેન બાંભણિયાની પહેલ : દર મહિને દરિયા કાંઠે હાથ ધરાશે સ્વચ્છતા અભિયાન, આજે જન્મદિવસથી અભિયાનનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજય મંત્રી નિમુબેન બાંભણિયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સ્વચ્છતા અભિયાન અને પ્લાસ્ટિક મુકત અભિયાનને જન આંદોલન બનાવવા નવી પહેલ કરી છે. હવેથી દરેક મહિનાના છેલ્લા રવિવારે શહેર અને જિલ્લામાં દરિયા કાંઠે સ્વચ્છતા અભિયાન હાથ ધરવા તેમણે સંકલ્પ કર્યો છે જેમાં પાર્ટીના પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકરો અને સંસ્થાઓ સાથે કેન્દ્રીય મંત્રી પણ જોડાશે. આજે તેમના જન્મદિવસના અવસરથી આ અભિયાનનો કોળિયાકના દરિયાકાંઠે સ્વચ્છતા અભિયાન હાથ ધરીને પ્રારંભ થનાર છે. દિલ્હી ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોસ્ટલ બેઠકમાં ઉપસ્થિત દેશભરના સાંસદોને દરિયાકાંઠો પ્લાસ્ટિક મુકત…
Read Moreપ્રાકૃતિક શાકભાજીમાં જીવામૃતના ઉપયોગ અને છંટકાવનાં રૂપમાં પ્રયોગની વિગતવાર જાણકારી
હિન્દ ન્યુઝ, ભાવનગર આજનાં શાકભાજી ઝેરયુક્ત છે. જે ઝેર શરીરમાં જમાં થાય છે અને અનેક બીમારીનું કારણ બને છે. જેમ કે ડાયાબીટીઝ (મધુપ્રમેહ), કેન્સર, હદય રોગ, કે અન્ય જીવલેણ ભયંકર રોગ. આ બધાથી મુક્તિ મેળવવા માટે ઝેર મુક્ત પ્રાકૃતિક ખેતી જ એક માત્ર ઉપાય છે.પ્રાકૃતિક શાકભાજીમાં જીવામૃતનો ઊપયોગ કરવામાં આવે તો સારા સ્વાસ્થ્યની સાથે સારી આવક પણ મેળવી શકાય છે. જીવામૃતનો ઊપયોગ : ૧) વાવેતર પછી એક એકર જમીનમાં ૨૦૦ લીટર જીવામૃત પાણીની સાથે આપો. ૨) મહિનામાં બે વાર ૨૦૦ લીટર જીવામૃત પાણીની સાથે આપો, જ્યાં સુધી પાક…
Read Moreકોડિનાર કૌશલ્ય અને ઉદ્યમિતા વિકાસ સંસ્થા ખાતે મહિલા કેન્દ્રિત વિષયો પર સેમિનાર યોજાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં શક્તિ યોજના અંતર્ગત સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન હેઠળ જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કોડિનાર અંબુજા ફાઉન્ડેશન સંચાલિત કૌશલ્ય અને ઉદ્યમિતા વિકાસ સંસ્થા ખાતે મહિલા કેન્દ્રિત વિષયો પર સેમિનાર યોજાયો હતો. જિલ્લામાં સંકલ્પ ડિસ્ટ્રક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના અંતર્ગત મહિલા કેન્દ્રિત વિષયો પર દશ દિવસીય જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંબુજા ફાઉન્ડેશન સંચાલિત કૌશલ્ય અને ઉદ્યમિતા વિકાસ સંસ્થા ખાતે ડીવીએ એક્ટ, દહેજ પ્રતિબંધ એક્ટ તેમજ મહિલા કેન્દ્રિત કાયદાઓ બાબતે…
Read Moreવેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે વાયુ પ્રદૂષણ જાગૃતિ સપ્તાહની ઉજવણી
હિન્દ ન્યુઝ, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વૈશ્વિક સમસ્યા બની છે. આ વિકરાળ સમસ્યા સામે લડવા માટે અને ભવિષ્યની પેઢીમાં જનજાગૃતિ આવે એવા હેતુસર વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે વાયુ પ્રદૂષણ જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના આચાર્ય ડૉ. સ્મિતા બી. છગના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. સચિન એમ. સીતાપરા દ્વારા કોલેજના એન.એસ.એસ. યુનિટ દ્વારા તા. ૮ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ આ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવ્યું હતું. આજના સમયમાં વાયુ પ્રદૂષણ એક ગંભીર પર્યાવરણીય સમસ્યા બની રહ્યું છે. આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે અને…
Read Moreભાવનગરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ ખાતે SGFI રાજ્યકક્ષાની ટેબલ-ટેનિસ સ્પર્ધા
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત SGFI રાજ્યકક્ષાની અં-૧૪, અં-૧૭, અં-૧૯ ભાઈઓ અને બહેનોની ટેબલ ટેનીસ સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકૂલ, સિદસર રોડ, ભાવનગર ખાતે તા. ૧૫/૦૯/૨૦૨૫ થી ૨૦/૦૯/૨૦૨૫ દરમ્યાન થનાર છે. જેમાં જિલ્લાની ભાગ લેનાર ટીમોની એન્ટ્રી dso-sycd-bvncity@gujarat.gov.in પર તા.૧૩/૦૯/૨૦૨૫ સુધીમાં મોકલી આપવાની રહેશે. રાજયકક્ષા શાળાકીય ટેબલ ટેનિસ સ્પર્ધાનાં કાર્યક્રમ મુજબ અંડર-૧૯ ભાઇઓ અને બહેનો માટે રિપોર્ટિંગ તા. ૧૫/૦૯/૨૦૨૫ ના રોજ સાંજે ૪:૦૦ કલાકથી ૮:૦૦ કલાક સુધીનો રહેશે. તા.૧૬/૦૯/૨૦૨૫ના રોજ સવારે ૭:૦૦…
Read More