હિન્દ ન્યુઝ, ભાવનગર
આજનાં શાકભાજી ઝેરયુક્ત છે. જે ઝેર શરીરમાં જમાં થાય છે અને અનેક બીમારીનું કારણ બને છે. જેમ કે ડાયાબીટીઝ (મધુપ્રમેહ), કેન્સર, હદય રોગ, કે અન્ય જીવલેણ ભયંકર રોગ. આ બધાથી મુક્તિ મેળવવા માટે ઝેર મુક્ત પ્રાકૃતિક ખેતી જ એક માત્ર ઉપાય છે.પ્રાકૃતિક શાકભાજીમાં જીવામૃતનો ઊપયોગ કરવામાં આવે તો સારા સ્વાસ્થ્યની સાથે સારી આવક પણ મેળવી શકાય છે.
જીવામૃતનો ઊપયોગ :
૧) વાવેતર પછી એક એકર જમીનમાં ૨૦૦ લીટર જીવામૃત પાણીની સાથે આપો.
૨) મહિનામાં બે વાર ૨૦૦ લીટર જીવામૃત પાણીની સાથે આપો, જ્યાં સુધી પાક ચાલુ રહે.
૩) શાકભાજીના એક પાકમાં લગભગ ૬ વાર પાણીની સાથે જીવામૃત આપવાની જરૂર પડે છે. પરંતુ પાક પીળો પડે ત્યારે ૧૦ ટકા ગૌમૂત્રનો છંટકાવ કરવો.
જીવામૃતનો છંટકાવનાં રૂપમાં પ્રયોગ – એક એકર જમીનમાં
પ્રથમ છંટકાવ :- વાવેતરનાં એક મહિના પછી પ લીટર જીવામૃતને ૧૦૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો.
બીજો છંટકાવ :-પહેલા છંટકાવના ૨૧ દિવસ પછી ૭.૫ લીટર જીવામૃતને ૧૨૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો.
ત્રીજો છંટકાવ :- બીજા છંટકાવના ૨૧ દિવસ પછી ૧૦ લીટર જીવામૃતને ૧૫૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો.
ચોથો છંટકાવ :- ત્રીજા છંટકાવનાં ૨૧ દિવસ પછી ૧૫ લીટર જીવામૃતને ૧૫૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો.
પાંચમો છંટકાવ :- ચોથા છંટકાવના ૨૧ દિવસ બાદ ૩ લીટર ખાટી છાશમાં ૧૦૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો.
છઠ્ઠો છંટકાવ :- પાચમાં છંટકાવના ૨૧ દિવસ બાદ ૧૫ લીટર જીવામૃતને ૧૫૦ લીટર પાણી સાથે છંટકાવ કરવો.
