હિન્દ ન્યુઝ, સુરત CARA એડોપ્શન રેગ્યુલેશન એક્ટ-૨૦૨૨ અંતર્ગત સુરત જિલ્લામાં એકસાથે ૬ દત્તક ઇચ્છુક દંપતિને જિલ્લા કલેકટરે દત્તક વિધાનનો આદેશ કર્યો: પરિવારોમાં ખુશીનો માહોલ દેશમાં અને દેશ બહાર વસતા સગા-સંબંધીને બાળક દત્તક આપવાના બંને કિસ્સાઓ સંદર્ભની સુરત જિલ્લાની બીજી ઘટના CARA(સેન્ટ્રલ અડોપ્શન રિસોર્સ અથોરિટી) એડોપ્શન રેગ્યુલેશન, ૨૦૨૨ અંતર્ગત સુરતમાં એકસાથે ૬ દંપતિઓને જિલ્લા કલકટર ડો.સૌરભ પારધીએ દત્તક વિધાન આદેશ કર્યો છે. એક કિસ્સામાં દેશની અંદર અને બીજામાં દેશની બહાર વસતા સગા-સંબંધીને બાળક દત્તક આપવાના બંને કિસ્સાઓમાં સુરત જિલ્લાનો બીજો કેસ નોંધાયો હતો. જ્યારે અન્ય ૪ દંપતિઓએ સ્ટેપ અડોપ્શન…
Read MoreMonth: September 2025
માંડવી તાલુકાના ગોડસંબા ગામના પ્રવેશ દ્વાર સહિતના રસ્તાઓની સાફ સફાઈ કરાઇ
સ્વચ્છતા પખવાડિયું-૨૦૨૫ હિન્દ ન્યુઝ, માંડવી રાજ્ય સહિત સુરત જિલ્લામાં થઈ રહેલી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત માંડવી તાલુકાના ગોડસંબા ગામે પ્રવેશ દ્વાર સહિતના વિવિધ રસ્તાઓ અને જાહેર સ્થળોની સાફ સફાઇ કરવામાં આવી હતી. તેમજ ભીનો અને સૂકો કચરો અલગ કરી સૌને સ્વચ્છતા સાથે કચરાના યોગ્ય વ્યવસ્થાપન અંગે પણ જાગૃત કર્યા હતા.
Read More“આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ”ની થીમ સાથે સુરેન્દ્રનગરમાં ઉજવાશે ‘૧૦મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ
હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર આયુષ મંત્રાલય દ્વારા આયોજિત ‘૧૦માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે, સુરેન્દ્રનગર જિલ્લામાં એક વિશેષ નિ:શુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ, તા. ૨૩ સપ્ટેમ્બરના રોજ શ્રી ઓમકાર વિદ્યાલય, પંડિત દીનદયાળ ટાઉન હોલની બાજુમાં, ૮૦ ફૂટ રોડ, સુરેન્દ્રનગર ખાતે યોજાશે. કેમ્પનો સમય સવારે ૮ થી બપોરે ૧ કલાક સુધીનો રહેશે. આ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા પાચન, શ્વાસન, ચામડી અને અન્ય રોગોની મફત સારવાર આપવામાં આવશે.
Read Moreજામનગર જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોના સમારકામની કામગીરી શરૂ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં વરસાદના કારણે માર્ગ વ્યવસ્થાને અસર પહોંચી હતી. વરસાદ અને સતત પાણી ભરાવવાને કારણે અનેક વિસ્તારોમાં માર્ગોમાં ખાડા પડી ગયા હતા તેમજ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા હતા. જામનગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા તાત્કાલિક પગલા ભરીને સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. કાલાવડ માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ દ્વારા નાની વાવડી થી સ્ટેટ હાઇવે રોડ પર ૪ કિ.મી.ના રસ્તા પર ડામર અને પેચવર્કનું કાર્ય કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અડચણ ન થાય તેમજ અકસ્માતોનો ભય…
Read Moreપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મનફરા ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” પખવાડિયાની ઉજવણી અંતર્ગત આરોગ્ય કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, ભુજ ભચાઉ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મનફરા ખાતે તાલુકા હેલ્થ ઓફીસર ડો.નારાયણ સિંઘના માર્ગદર્શન અંતર્ગત “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન ઉજવણી અંતર્ગત આજરોજ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેમ્પમાં કુલ ૯૪ લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આ કેમ્પ દરમિયાન ભચાઉ સ્ત્રી રોગ નિષ્ણાત ડો.પાર્થ ભટ્ટની ઉપસ્થિતિમાં ૩૧ સગર્ભા માતાઓની ANC તપાસ કરવામાં આવી હતી. દાંત રોગનિષ્ણાત ડો.નિલેષ ગાડીયા દ્વારા ૨૮ લાભાર્થીઓની તપાસ સાથે ટીબી સ્ક્રીનિંગ , NCD, મેલેરિયા, ડેન્ગ્યુ, લેપ્રિસી, મહિલાઓ માટે બ્રેસ્ટ સ્ક્રીનિંગ અને માર્ગદર્શન મેડિકલ ઓફીસર ડો.દર્શન પટેલ,…
Read Moreબોટાદમાં કોમર્શીયલ સેન્ટરો, હોટલ–ગેસ્ટહાઉસ વગેરે જેવા સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા મુકવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ
હિન્દ ન્યુઝ, બોટાદ માનવ જીંદગીની ખુંવારી ન થાય અને લોકોની માલ મિલ્કતને નુકસાન ન થાય તે માટે તકેદારીના પગલાંરૂપે તમામ બેંકીંગ સંસ્થાઓ, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાત વેચનાર તથા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ, થિયેટર, શોપીંગ સેન્ટરો, કોમર્શીયલ સેન્ટરો, હોટલ/ગેસ્ટ હાઉસ/લોજીંગ –બોર્ડિંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, બહુમાળી બિલ્ડીંગો તેમજ જ્યાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જતા હોય તેવા સ્કુલ/કોલેજો અને ટ્યુશન ક્લાસિસો, મોટા ધાર્મિક સ્થળો વગેરે જગ્યાઓ ઉપર પુરતા પ્રમાણમાં CCTV કેમેરા લગાડવા તથા લોકોનું ચેકિંગ કરવાની જરૂરીયાત જણાતાં બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ પોતાને મળેલી સત્તાની રૂએ…
Read Moreમકાન/દુકાન/ઓફીસ ભાડે આપવા તથા લેબર રજીસ્ટ્રેશન અંગે માહિતી રાખવા અંગેનું બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા ઔદ્યોગિક વિસ્તારમાં મકાન તથા આવા એકમો ભાડે આપતા માલિકો તથા ગ્રામ્ય શહેરી વિસ્તારમાં રહેણાંક, વાડી, ખેતરના રહેણાંક ઉપર તથા દેશની સુરક્ષા તથા સ્થાનિક લોકોની જાન માલની સુરક્ષાના પરીપ્રેક્ષ્યમાં મકાન/દુકાન/ઓફીસ ભાડે આપવા તથા લેબર રજીસ્ટ્રેશન અંગે કેટલાંક નિયત્રંણો મુકવાની આવશ્યકતાને ધ્યાને લેતા જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામું તા.૨૦-૦૯-૨૦૨૫થી તા.૧૮-૧૧-૨૦૨૫ (બંને દિવસો સુદ્ધા) દિન ૬૦ સુધી અમલમાં રહેશે. ઉક્ત જાહેરનામામા દર્શાવ્યા મુજબ બોટાદ જિલ્લા…
Read Moreબોટાદ જિલ્લામાં સાયકલ/મોપેડ/ વિદ્યુતથી ચાલતા વાહનો તથા જુના વાહનો ( તમામ પ્રકારના ફોર વ્હીલર, થ્રી વ્હીલર, ટુ વ્હીલર)ના વેચાણ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા વિસ્તારમાં નવી તથા જુની સાયકલ, સ્કુટર તથા મોટર સાયકલ જેવા ટુ વ્હીલર વેચનારા તથા તે અંગેની દુકાનો ધરાવનારા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોએ જ્યારે નવી તેમજ જુની સાયકલ બોટાદ જિલ્લા વિસ્તારમાં નવી તથા જુની સાયકલ સ્કુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલર વાહનો વેંચવામાં આવે કે ખરીદવામાં આવે ત્યારે કેટલીક સુચનાઓનું અવશ્ય પાલન કરવાં અંગે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પી. એલ. ઝણકાતે પોતાને મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.આ જાહેરનામું તા.૨૦-૦૯-૨૦૨૫થી તા.૧૮-૧૧-૨૦૨૫ (બંને દિવસો સુદ્ધા) દિન…
Read Moreબોટાદ જિલ્લામાં મોબાઇલ-સીમકાર્ડ (નવા/જુના)નું વેચાણ કરતાં વેપારીઓએ નિયત નમુનામાં રજીસ્ટર નિભાવવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ
હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્યમાં બનતા ગુનાઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ થાય છે. તેમજ મોબાઇલ ચોરીનાં ગુનાને ધ્યાને લઈ બોટાદ જિલ્લા વિસ્તારમાં જુના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારનું ઓળખ અંગેનું પુરેપુરૂ નામ સરનામું નોંધવાં ફરજીયાત બનાવવા તથા સીમકાર્ડ નોંધવા અંગે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પી.એલ.ઝણકાતે પોતાને મળેલી સત્તાની રૂએ ઉક્ત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામું તા.૨૦-૦૯-૨૦૨૫થી તા.૧૮-૧૧-૨૦૨૫ (બંને દિવસો સુદ્ધા) દિન ૬૦ સુધી અમલમાં રહેશે. …
Read Moreબોટાદ જિલ્લામાં આવેલા સેન્સેટીવ ઝોન જેવા સ્થળો/વિસ્તાર પાસે પરવાનગી વગર ડ્રોન (UAV)નો ઉપયોગ કરવા અંગે પ્રતિબંધ ફરમાવતુ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનુ જાહેરનામું
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં આવેલા સેન્સેટીવ ઝોન જેવા કે, શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર, BAPS સ્વા.મંદિર સાળંગપુર, સ્વામીનારાયણ મંદિર કુંડળ, ભીમનાથ મહાદેવ મંદિર, વિસામણ બાપુની જગ્યા પાળીયાદ, ગોપીનાથજી દેવ સ્વામીનારાયણ મંદિર ગઢડા, BAPS સ્વા.મંદિર ગઢડા તથા ટેલીફોન એક્ષચેન્જ બોટાદ, બરવાળા, ગઢડા તથા બોટાદ જિલ્લામાં આવેલ મોટા ડેમો જેમાં ઉતાવળી ડેમ ગુંદા, સુખભાદર ડેમ નાના છૈડા, ભીમડાદ ડેમ, ઇતરીયા ડેમ, લીંબાળી ડેમ, કાળુભાર ડેમ તથા પાણીના પંમ્પીંગ સ્ટેશન નાવડા તથા ગઢડા તથા સોનાવાલા હોસ્પિટલ બોટાદ તથા CHC હોસ્પિટલ ગઢડા તથા મધુસુદન ડેરી ગઢડા…
Read More