હિન્દ ન્યુઝ, આહવા ડાંગ જિલ્લાના નિવાસી અધિક કલેકટર વી.કે.જોષીની આગેવાની અને માર્ગદર્શન હેઠળ તા.૧૪મી ઓગસ્ટે સવારના ૮:૩૦ કલાકે, આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘૭૯ માં સ્વતંત્રતા પર્વ’ ની ઉજવણી સંદર્ભે રિહર્સલ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની પુર્વ તૈયારીના ભાગરૂપે અહિં રિહર્સલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા નિવાસી અધિક કલેક્ટર શ્રી વી.કે.જોષીએ પરેડ નિરીક્ષણ કરી શાળાના બાળકો દ્વારા રજુ થનાર દેશભક્તિને લગતાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું રિહર્સલ નિહાળ્યુ હતુ. આ રિહર્સલ કાર્યક્રમમા ઉપસ્થિત પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયા, પ્રાંત અધિકારી સુ કાજલ આંબલિયા, નાયબ કાર્યપાલક ઇજનેર વિવેક પટેલ, ડીઝાસ્ટર મામલતદાર આર.એમ.મકવાણા સહિતના ઉચ્ચ…
Read MoreMonth: August 2025
બોટાદ જિલ્લા પંચાયતની ‘મેજ ડાયરી 2025’નું વિમોચન
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા પંચાયતનાં વિકાસ કાર્યો અને મહત્વપૂર્ણ વિગતોને સુવ્યવસ્થિત રીતે રજૂ કરતી વર્ષ 2025ની મેજ ડાયરીનું વિમોચન ગઢડા વિધાનસભાના ધારાસભ્ય શંભુપ્રસાદજી ટુંડિયાના હસ્તે વિધિવત્ કરવામાં આવ્યું હતું. આ વિમોચન સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, ઉપપ્રમુખ કનુભાઈ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, અગ્રણી મયુરભાઈ પટેલ, પાલજીભાઈ પરમાર સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મેજ ડાયરી જિલ્લા પંચાયતના વર્ષ દરમિયાનના કાર્યો, યોજનાઓ અને સિદ્ધિઓનું દસ્તાવેજરૂપે સંકલન છે.…
Read Moreકપાસનાં ઊભાં પાકમાં ગુલાબી ઇયળ, ટપકાં વાળી ઇયળ અને લીલી ઇયળના સંકલિત વ્યવસ્થાપન અંગે લેવાનાં પગલાંઓ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં કપાસનો પાક પુષ્કળ પ્રમાણમાં થાય છે અને કપાસનાં ઊભા પાકમાં ગુલાબી ઇયળ, ટપકાં વાળી ઇયળ અને લીલી ઇયળ વધુ થાય છે. તેનું વ્યવસ્થાપન કરવું ખૂબ જ જરૂરી છે અને તે માટે અહીં અમુક પગલાંઓ સુચવવામાં આવ્યાં છે. ગુલાબી ઇયળની મોજણી માટે નર ફુંદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ (લ્યુર સાથે) એકર દીઠ ૨ ની સંખ્યામાં લગાડવા, રોજ ફુંદાની સંખ્યા તપાસવી અને શરૂઆતથી લઇ કપાસની છેલ્લી વીણી સુધી આવા ફેરોમોન ટ્રેપ કપાસ ઉગાડતા દરેક ખેડૂતોએ સામુહિક ધોરણે વાપરવા અને નિર્દેશ મુજબ સમયાંતરે રેલ્યુર…
Read Moreલાલપુર તાલુકાના ખાયડી ગામે લોકોને વિવિધ બેંક યોજનાઓથી માહિતગાર કરવા જાગૃતિ કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, લાલપુર નાગરિકોને સરકારી યોજનાઓથી માહિતગાર કરવાના હેતુથી સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા, લીડ બેંક જામનગર દ્વારા લાલપુર તાલુકાના ખાયડી ગામે એક મેગા જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા – લાલપુર અને ગુજરાત ગ્રામીણ બેંક – લાલપુરના સહયોગથી ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખાયડી ગામના સરપંચ રાજશીભાઈ ગાગિયાના પ્રયત્નોથી આયોજિત આ કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY), પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY), અટલ પેન્શન યોજના (APY),…
Read Moreજિલ્લામાં ભારે વરસાદની આગાહી, તહેવારો અને લોકમેળાને ધ્યાને લઈ આગામી જાહેર રજાઓમાં સરકારી અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની સૂચના
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં સંભવિત ભારે વરસાદની આગાહી, જન્માષ્ટમીનો તહેવાર અને આગામી લોકમેળાને ધ્યાનમાં રાખીને, જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર, જિલ્લાના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને આગામી જાહેર રજાઓ દરમિયાન હેડક્વાર્ટર ન છોડવા અને ફરજ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. કલેક્ટર કચેરી દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, મેડિકલ રજા સિવાયની તમામ રજાઓ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત, જે અધિકારીઓ કે કર્મચારીઓ હાલ રજા પર છે, તેમને તાત્કાલિક ફરજ પર હાજર થવા માટે જણાવાયું છે.…
Read Moreઆણંદ સેવા સદન ખાતે પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજનાનો અવેરનેસ કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ સેવા સદન સ્થિત નાયબ બાગાયત નિયામકની કચેરી તથા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજના (PMFME) યોજના માટે અવેરનેસ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારીસુ દેવાહુતી પણ પ્રેરક ઉપસ્થિતિ રહ્યા હતા. તેમજ તેઓએ આણંદ જિલ્લાના ફૂડ પ્રોસેસિંગ સાથે સંકળાયેલા તમામ લાભાર્થીઓને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ એવરનેસ કેમ્પમાં PMFME યોજનાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ યોજનાનો લાભ લીધો હોય તેવા લાભાર્થીઓએ પોતાના પ્રોડક્ટસ ડીસ્પ્લે કર્યા હતા.ગુજરાત…
Read Moreબોરસદ તાલુકાના ઉનેલી ગામથી ગામના સ્મશાન વચ્ચે આણંદ મોગરી કાંસ પર આવેલ બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર ૧૫ જૂન ૨૦૨૬ સુધી પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઉનેલી ગામથી ઉનેલી ગામના સ્મશાન વચ્ચે આણંદ સિંચાઇ વિભાગ હસ્તકની આણંદ મોગરી કાંસ પર આવેલ બ્રિજ પર સલામતીના કારણોસર ભારે વાહનોના અવરજવર કરવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ પ્રસિદ્ધ કર્યું છે. જે અન્વયે ઉનેલી ગામથી કાંસ પર આવેલી ઉનેલી સ્મશાન તરફ આવતો જતા તમામ વાહનો માટે પ્રતિબંધ રહેશે.જેના વિક્લ્પમાં ઉનેલી ગામથી કાંસ ઉપર આવેલી સ્મશાન તરફ આવતા જતા તમામ વાહનો વ્યવહાર ગામ થી મુખ્ય પ્રવેશ દ્વાર થઈ ચુવા ખાનપુર રોડ ઉપર આવેલ આણંદ મોગરી કાંસના જમણા પાળા ઉપર થઈ…
Read Moreઆણંદ તાલુકાના કુંજરાવ ગામના પ્રગતિશીલ ખેડૂત દીપેન શાહને દિલ્હી ખાતે લાલ કિલ્લા ઉપર આયોજિત સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રક્ષા મંત્રાલય દ્વારા મળ્યું આમંત્રણ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લાના કુંજરાવ ગામના પ્રગતિશીલ ખેડૂત દીપેનકુમાર મુકુંદભાઈ શાહ કૃષિ ક્ષેત્રે સરગવાની ખેતીમાં પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન કરી તેને ખેત ઉદ્યોગ તરીકે વિકસાવેલ છે. તેમના આ યોગદાન આણંદ જિલ્લા વહીવટી તંત્ર તરફથી જિલ્લા કક્ષાએ, રાજ્ય સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ અને ભારત સરકાર દ્વારા દેશ કક્ષાએ તેમનું વિવિધ એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું છે. દીપેન કુમાર શાહ ના પ્રગતિશીલ ખેડૂત તરીકેના યોગદાન બદલ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ ભારત સરકારનો રાષ્ટ્રીય કક્ષાનો શ્રી જગજીવન રામ અભિનવ કિસાન પુરસ્કાર/ જગજીવનરામ ઇનોવેટિવ ફાર્મર એવોર્ડ વર્ષ ૨૦૧૪માં પ્રધાનમંત્રી શ્રી…
Read Moreભાવનગરમાં તા.૧૯ ઓગસ્ટ થી જિલ્લાકક્ષાએ અને મહાનગરપાલિકાકક્ષાએ કલા મહાકુંભ સ્પર્ધા યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર ભાવનગરની રાહબરી નીચે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર સંચાલિત કલા મહાકુભ જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાએ અલગ અલગ સ્પર્ધા યોજાનાર છે. આ સ્પર્ધા ૬ થી ૧૪ વર્ષની વયજુથ, ૧૫ થી ૨૦ વર્ષની વયજુથ અને ૨૧ થી ૫૯ વર્ષની વયજુથની કુલ ૨૩ સ્પર્ધાનું આયોજન થનાર છે. જિલ્લાકક્ષા અને મહાનગરપાલિકાકક્ષાએ સુગમ સંગીત, સમૂહગીત, લગ્નગીત, લોકગીત/ભજન, ગરબા, રાસ, લોકનૃત્ય, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ (હળવું), ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા, નિબંધલેખન, સ્કુલબેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ,…
Read Moreપાલિતાણા ખાતે જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિનનો કાર્યક્રમ જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને યોજાશે
હિન્દ ન્યુઝ , ભાવનગર ભાવનગર જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંગેનો કાર્યક્રમ પાલિતાણા ખાતે યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ તા.૧૫ ઓગસ્ટ-૨૦૨૫ ના રોજ સવારે ૯ કલાકે હેલિપેડ ગ્રાઉન્ડ, સર્કિટ હાઉસની બાજુમાં ગારિયાધાર રોડ, પાલિતાણા ખાતે યોજાશે. જેમાં કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થવા જિલ્લા વહીવટી તંત્ર ભાવનગર તરફથી જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવે છે. તેમજ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે એકતા અને અખંડિતતા માટે સૌ કોઈને સવારે ૮:૩૦ કલાકે અચૂક રીતે હાજર રહેવાં મામલતદાર પાલિતાણાની યાદીમાં જણાવાયું છે.
Read More