પાલિતાણા ખાતે જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિનનો કાર્યક્રમ જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને યોજાશે

હિન્દ ન્યુઝ , ભાવનગર 

   ભાવનગર જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંગેનો કાર્યક્રમ પાલિતાણા ખાતે યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ તા.૧૫ ઓગસ્ટ-૨૦૨૫ ના રોજ સવારે ૯ કલાકે હેલિપેડ ગ્રાઉન્ડ, સર્કિટ હાઉસની બાજુમાં ગારિયાધાર રોડ, પાલિતાણા ખાતે યોજાશે. જેમાં કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. 

રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થવા જિલ્લા વહીવટી તંત્ર ભાવનગર તરફથી જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવે છે. તેમજ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે એકતા અને અખંડિતતા માટે સૌ કોઈને સવારે ૮:૩૦ કલાકે અચૂક રીતે હાજર રહેવાં મામલતદાર પાલિતાણાની યાદીમાં જણાવાયું છે.  

 

Related posts

Leave a Comment