વડોદરા ખાતે ભારતીય વાયુસેના દ્રારા અગ્નિવીર(વાયુ)ની જગ્યાઓ માટે ભરતી રેલીનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર 

   ભારતીય વાયુસેના દ્વારા એરફોર્સ સ્ટેશન, દરજીપુરા કેમ્પ, વડોદરા ખાતે અગ્નિવીર(વાયુ) ની જગ્યાઓ માટે અવિવાહિત પુરૂષો માટે તા.૨૭/૦૮/૨૦૨૫ થી તા.૨૮/૦૮/૨૦૨૫ તેમજ મહિલાઓ માટે તા.૩૦/૦૮/૨૦૨૫ થી તા.૩૧/૦૮/૨૦૨૫ દરમિયાન ભરતી રેલીનું આયોજન જાહેર કરવામાં આવ્યું છે.

     આ ભરતી રેલીમાં શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૨ પાસ/સમકક્ષ તેમજ ૫૦ ટકા જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦ ટકા માર્કસ જરૂરી અથવા ૨ વર્ષનો વોકેશનલ કોર્ષ ૫૦ ટકા જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦ ટકા માર્કસ અથવા ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્ષ (મિકેનીકલ/ ઈલેક્ટ્રીકલ/ ઈલેક્ટ્રોનિક્સ/ ઓટો મોબાઈલ/ કોમ્પુ.સાયન્સ/ ઈન્સ્ટ્રુમેટેશન ટેક્નોલોજી/ ઈન્ફોર્મેશન ટેકનોલોજી) ૫૦ ટકા જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦ ટકા માર્કસ જરૂરી જરૂરી છે. 

    ઉમેદવારની જન્મતારીખ તા.૦૧/૦૧/૨૦૦૫ થી તા.૦૧/૦૭/૨૦૦૮ વચ્ચે હોવી જોઈએ. લઘુત્તમ ઉંચાઈ: ૧૫૨ સે.મી. હોવી જરૂરી. અન્ય માહિતી માટે ઓફીશ્યલ વેબસાઈટ: https://agnipathvayu.cdac.in ની મુલાકાત લેવા ભાવનગર જિલ્લા રોજગાર અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે..

Related posts

Leave a Comment