ઢસા,
ગઢડા તાલુકા ના ઢસા ગામ પાસે આવેલ 5 કિમિ.રસનાળ ગામ માં વોડાફોન તેમજ એરટેલ પ્રખ્યાત કંપની હોવા છતાં બિલકુલ નેટવર્ક નહિ આવવાથી ગ્રાહકો માં હાલાકી ભોગવી રહ્યા છે ગ્રાહકો ટાઈમ સર રિચાર્જ કરાવવા છતાં ગ્રાહકો ને તકલીફ માં જોવા મળી રહી છે તેમજ નાનું ગામ હોવા છતાં નાના ગામ માં જીઓ નેટવર્ક ઘણા માણસો ના દિલ જીતી લીધા છે કે જીઓ નેટવર્ક ના ટાવર રસનાળ ગામ ઉભો છે આ ટાવર થી ગ્રાહકો વધતા જોવા મળી રહ્યા છે
અને આ બે કંપની ઓ પ્રખ્યાત અને જૂની હોવા છતાં ધાંધિયા જોવા મળી રહ્યા છે. લોકમાંગણી એવી છે કે તાત્કાલિક ટાવર ઉભા કરવામાં આવે ટાવર ઉભા નો કરવા હોય તો જે વિસ્તાર માં ટાવર હોય ત્યાં નેટવર્ક ની અને કૉલિંગ સ્પીડ વધારવા માં આવે.
રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા