રાજકોટ શહેર તા.૧ થી ૧૫ ઓગષ્ટ સુધી માર્કેટીંગયાર્ડ બંધ રહેશેની જાહેરાત આજરોજ યાર્ડના સત્તાધિશો દ્વારા કરાઈ હતી

રાજકોટ,

 

રાજકોટ શહેર જીલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. અને દરરોજના ૫૦ થી વધારે પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. અને લોકોમાં સતત ભયનો માહોલ સર્જાય રહ્યો છે. અને લોકો હાલ ઘરની બહાર નિકળતા ડરી રહ્યા છે. કોરોના વધતા ખેડુતો પણ ભય હેઠલ હોય હાલ રાજકોટ યાર્ડમાં ખેડુતો પોતાની જણસ લાવતા ડરી રહ્યા છે. જેથી યાર્ડમાં જણસની આવક ઓછી છે. અને સોસિયલ ડિસ્ટન્સ જાળવવામાં મુશ્કેલી પડતી હોય મજુરો ખેડુતો વેપારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આગામી તા.૧ થી તા.૧૫ ઓગષ્ટ સુધી યાર્ડ બંધ રાખવામાં આવશે હાલ જે જણસ છે. તેની હરાજી માલ હશે ત્યા સુધી કરાશે ત્યારબાદ તા.૧ થી નવી જણસ યાર્ડમાં લેવાશે નહી. અગાઉ જસદણ યાર્ડ દ્વારા બે દિવસ પહેલા જ બંધ કરવાની જાહેરાત કરી હતી. હાલ યાર્ડ સંપૂર્ણ બંધ કરવામાં આવ્યું છે. તેમજ ગોંડલ યાર્ડમાં પણ જણસ છે. તેની હરાજી કરી બે દિવસમાં ગોંડલ યાર્ડ પણ બંધ કરાશે.

રિપોર્ટર. દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment