મેરા યુવા ભારત જામનગર દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી અંતર્ગત વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર       “મેરા યુવા ભારત” જામનગર દ્વારા આ યુવાનોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય તે હેતુથી કારગિલ વિજય દિવસ નિમિતે જામનગરની નવા નાગના સરકારી હાઇસ્કૂલ ખાતે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં યુવાઓએ “કારગિલના શહિદો – રાષ્ટ્રની શાન અને અભિમાન”, કારગિલ યુદ્ધના પ્રેરણાદાયક પ્રસંગો, શહિદ જવાનોના બલિદાન અને દેશપ્રેમ અંગે ભાવનાત્મક પ્રસંગો રજૂ કર્યા હતા.સ્પર્ધાના મુલ્યાંકન માટે અતિથિ તરીકે નિવૃત્ત સેનાધિકારીઓ અને શિક્ષકોએ સેવા આપી હતી. સ્પર્ધામાં વિજેતાઓ તરીકે કટેશિયા ભાવેશ પ્રથમ સ્થાને, વાઘોડિયા પિયુષ દ્વિતીય અને કાંકરિયા દિયાતૃતીય સ્થાને વિજેતા રહ્યા હતા.આ તમામ વિજેતાઓને પ્રમાણપત્રો અને…

Read More

જવાહર નવોદય વિધાલય અલીયાબાડા ખાતે “કેરિયર ફેર ૨૦૨૫”નું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર      વિદ્યાર્થીમિત્રોને ભવિષ્યના કારકિર્દી વિકલ્પો વિશે માર્ગદર્શન આપવા સાથે વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ તકોથી અવગત કરાવવાના હેતુથી જવાહર નવોદય વિદ્યાલય, અલીયાબાડા ખાતે “કેરિયર ફેઅર ૨૦૨૫”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જિલ્લા રોજગાર અધિકારી સરોજ સાંડપા અને કાઉન્સિલર ધ્રુવસિંહ જાડેજા, દરબાર ગોપાલદાસ શૈક્ષણિક વિદ્યા સંસ્થાઓના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓ, વિદ્યાનિકેતન માધ્યમિક શાળા અલીયાબાડાના શિક્ષકો તેમજ વિધાર્થીઓ, જવાહર નવોદય વિદ્યાલય, અલીયાબાડાના ધોરણ ૯ થી ૧૨ ના વિધાર્થીઓને કારકિર્દી વિકલ્પો, એન્ટ્રન્સ પરીક્ષાઓ, અભ્યાસક્રમ અને કૌશલ્ય વિકાસ વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.સાથે જ કારકિર્દી માર્ગદર્શનના ચાર્ટ, ફાઈલ, બુક્સ વગેરેની પ્રદર્શનીનું…

Read More

શ્રાવણ શુક્લ પંચમી પર શ્રી સોમનાથ મહાદેવને કરાયો વાસુકી નાગ દર્શન શ્રૃંગાર

હિન્દ ન્યુઝ, સોમનાથ      શ્રાવણ માસ સુદ પંચમીએ શ્રી સોમનાથ મહાદેવને તેમના પરમ ભક્ત નાગરાજ વાસુકીના રૂપે વિશેષ શ્રૃંગાર અર્પણ કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ પર ચંદન તથા બિલીપત્ર વડે વિશેષ કલાત્મક રીતે નાગરાજ વાસુકીની પ્રતિકૃતિ રચવામાં આવી, જે તેમના શ્રદ્ધા અને સમર્પણના ચિહ્ન રૂપે મૂર્તિમંત થઈ હતી.       પુરાણો અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન જ્યારે દેવો અને દાનવો સામસામે આવી ગયા હતા, ત્યારે નાગરાજ વાસુકીએ પોતે નાગોનો રાજા હોવા છતાં ભગવાન શિવના ચરણોમાં સમર્પિત થઈ પોતાને દોરડા તરીકે ઉપયોગ કરવા પ્રસ્તુત કરેલ. તેમનું જીવન બોધ આપે…

Read More