હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ આધુનિક જીવનશૈલીમાં વધુ સગવડતાઓ, બેઠાડું જીવન અને ભોજનની અયોગ્ય આદતોના કારણે શારીરિક તકલીફો વધી છે. મેદસ્વિતા પણ આધુનિક જીવનશૈલીમાંથી ઉત્પન્ન થયેલી આવી જ એક વિકટ સમસ્યા છે. ખાંડ એ મેદસ્વિતાનો પાક્કો દોસ્ત છે. ખાંડ સાથે દુશ્મનાવટ કરવાથી વજન સૌથી ઝડપથી ઉતારી શકાય છે. આ માટે વધુ પડતી ગળી ચીજવસ્તુઓથી દૂર રહેવું જરૂરી છે. પેકેજિંગ ફૂડ, કોલ્ડડ્રિંક્સ સહિતના અનેક ઉત્પાદનોમાં ખાંડનું પ્રમાણ ખૂબ જ વધુ પડતું જોવા મળે છે. ખાંડ મુખ્યત્વે શેરડીમાંથી બનાવવામાં આવે છે. ખાંડમાં ગ્લુકોઝ, સુક્ટોઝ અને ફૂક્ટોઝની માત્રા હોય છે. જેનું વધુ…
Read MoreMonth: July 2025
ફાટેલા હોઠની ખામી લઈ જન્મેલી રીવાને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મળ્યું નવજીવન
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ૦ થી ૧૮ વર્ષના બાળકોને ગંભીર બીમારીમાં નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે. આ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આર.બી.એસ.કે) ગીર સોમનાથના બાળકો માટે આશીર્વાદ સમાન બન્યો છે. આર.બી.એસ.કે અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના બીમાર બાળકોને ઘરે તેમજ શાળાએ જઇ તપાસ કરી જરૂરી સારવાર સાથે માર્ગદર્શન આપવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત સૂત્રાપાડા તાલુકાના કદવાર ગામના વાડી વિસ્તારમાં રહેતા જયદીપભાઇ પંપાણિયાની દિકરી રીવાનું જન્મજાત ફાટેલા હોઠની ખામીનું ખાનગી હોસ્પિટલમાં રૂ.૧ લાખના ખર્ચે થતું ઓપરેશન વિના મૂલ્યે થયું હતું.…
Read Moreભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.એડવાઈઝરી કમીટિની બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનિષ કુમાર બંસલની ઉપસ્થિતિમાં જિલ્લા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમીટિની મીટિંગ યોજાઇ હતી. જેમાં ગત મીટિંગની કાર્યવાહીને બહાલી આપી હતી. કમિટીએ જિલ્લામાં 7 નવાં રજીસ્ટ્રેશન અને 7 રીન્યુઅલ અરજીને બહાલી આપી હતી. આ ઉપરાંત નવી અરજીઓની ચકાસણી, ચેક લિસ્ટ અહેવાલ અંગે સર્વ સંમતિથી નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. કલેકટરએ ઓચિંતી તપાસ, કાયદાના ભંગ બદલ સીલ કરેલ સોનોગ્રાફી અંગેની સમીક્ષા કરી જરૂરી સુચનો કર્યા હતાં. બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ચંન્દ્રમણીકુમારે ભાવનગરમાં પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અન્વયે થયેલી કામગીરી અંગે વાકેફ…
Read Moreભાવનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા સંરક્ષક દળોમાં ભરતી માટે નિ:શુલ્ક નિવાસી તાલીમવર્ગનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાનાં યુવાનો અગ્નિવીર ભરતીમાં સારો દેખાવ કરી શકે તે માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા યુવાનોને તાલીમ આપવાં ૩૦ દિવસીય નિવાસી તાલીમવર્ગનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવશે. તાલીમવર્ગમાં જોડાવાં ઈચ્છુક પુરૂષ ઉમેદવારો કે જેણે અગ્નિવીર ભરતી જાહેરાત-૨૦૨૫ અન્વયે ફોર્મ ભરેલ હોય તેમજ નિયત લાયકાત ધરાવતાં હશે તેવાં જ ઉમેદવારો અરજી કરી શકશે. હાલમાં લેવાયેલ અગ્નિવીરની કોમ્પ્યુટર પરીક્ષા(CEE) પાસ કરનારને તાલીમ માટે અગ્રિમ પ્રાધાન્ય આપવામાં આવશે. વહેલા તે પહેલાનાં ધોરણે દિન-૧૫માં તમામ પ્રમાણપત્રો સાથે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ-૫/૬, એનેક્સી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગર કચેરી ખાતે ચાલુ દિવસો દરમિયાન…
Read Moreજામનગરના મોટી બાણુગર ખાતે વિશ્વ હેપેટાઈટિસ દિવસની ઉજવણી અંતર્ગત “લેટ્સ બ્રેક ડાઉન” થીમ પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર વિદ્યાર્થીઓમાં હેપેટાઈટિસ, ટીબી, એનીમિયા અને વાહકજન્ય રોગચાળા અંગે જ્ઞાન અને જાગૃતિ ફેલાવવાના હેતુસર “લેટ્સ બ્રેક ડાઉન” ની થીમ પર શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, મોટી બાણુગાર ખાતે વિશ્વ હેપેટાઈટિસ દિવસ ૨૦૨૫ અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી બાણુગર હેઠળ આવતી આ શાળામાં ધોરણ ૧૧ અને ૧૨ ના ૫૮ જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને હેપેટાઈટિસના વિવિધ પ્રકારો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાથે જ વિદ્યાર્થીઓને ટીબી, વાહકજન્ય રોગો જેમ કે મેલેરિયા, ડેન્ગ્યુ, ડાયેરિયા અને એનીમિયા વિશે…
Read Moreમેરા યુવા ભારત જામનગર દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી અંતર્ગત વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર “મેરા યુવા ભારત” જામનગર દ્વારા આ યુવાનોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય તે હેતુથી કારગિલ વિજય દિવસ નિમિતે જામનગરની નવા નાગના સરકારી હાઇસ્કૂલ ખાતે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં યુવાઓએ “કારગિલના શહિદો – રાષ્ટ્રની શાન અને અભિમાન”, કારગિલ યુદ્ધના પ્રેરણાદાયક પ્રસંગો, શહિદ જવાનોના બલિદાન અને દેશપ્રેમ અંગે ભાવનાત્મક પ્રસંગો રજૂ કર્યા હતા.સ્પર્ધાના મુલ્યાંકન માટે અતિથિ તરીકે નિવૃત્ત સેનાધિકારીઓ અને શિક્ષકોએ સેવા આપી હતી. સ્પર્ધામાં વિજેતાઓ તરીકે કટેશિયા ભાવેશ પ્રથમ સ્થાને, વાઘોડિયા પિયુષ દ્વિતીય અને કાંકરિયા દિયાતૃતીય સ્થાને વિજેતા રહ્યા હતા.આ તમામ વિજેતાઓને પ્રમાણપત્રો અને…
Read Moreજવાહર નવોદય વિધાલય અલીયાબાડા ખાતે “કેરિયર ફેર ૨૦૨૫”નું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર વિદ્યાર્થીમિત્રોને ભવિષ્યના કારકિર્દી વિકલ્પો વિશે માર્ગદર્શન આપવા સાથે વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ તકોથી અવગત કરાવવાના હેતુથી જવાહર નવોદય વિદ્યાલય, અલીયાબાડા ખાતે “કેરિયર ફેઅર ૨૦૨૫”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જિલ્લા રોજગાર અધિકારી સરોજ સાંડપા અને કાઉન્સિલર ધ્રુવસિંહ જાડેજા, દરબાર ગોપાલદાસ શૈક્ષણિક વિદ્યા સંસ્થાઓના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓ, વિદ્યાનિકેતન માધ્યમિક શાળા અલીયાબાડાના શિક્ષકો તેમજ વિધાર્થીઓ, જવાહર નવોદય વિદ્યાલય, અલીયાબાડાના ધોરણ ૯ થી ૧૨ ના વિધાર્થીઓને કારકિર્દી વિકલ્પો, એન્ટ્રન્સ પરીક્ષાઓ, અભ્યાસક્રમ અને કૌશલ્ય વિકાસ વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.સાથે જ કારકિર્દી માર્ગદર્શનના ચાર્ટ, ફાઈલ, બુક્સ વગેરેની પ્રદર્શનીનું…
Read Moreશ્રાવણ શુક્લ પંચમી પર શ્રી સોમનાથ મહાદેવને કરાયો વાસુકી નાગ દર્શન શ્રૃંગાર
હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રાવણ માસ સુદ પંચમીએ શ્રી સોમનાથ મહાદેવને તેમના પરમ ભક્ત નાગરાજ વાસુકીના રૂપે વિશેષ શ્રૃંગાર અર્પણ કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ પર ચંદન તથા બિલીપત્ર વડે વિશેષ કલાત્મક રીતે નાગરાજ વાસુકીની પ્રતિકૃતિ રચવામાં આવી, જે તેમના શ્રદ્ધા અને સમર્પણના ચિહ્ન રૂપે મૂર્તિમંત થઈ હતી. પુરાણો અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન જ્યારે દેવો અને દાનવો સામસામે આવી ગયા હતા, ત્યારે નાગરાજ વાસુકીએ પોતે નાગોનો રાજા હોવા છતાં ભગવાન શિવના ચરણોમાં સમર્પિત થઈ પોતાને દોરડા તરીકે ઉપયોગ કરવા પ્રસ્તુત કરેલ. તેમનું જીવન બોધ આપે…
Read Moreસરવા ગામથી મોટી વીરવા ગામને જોડતા માર્ગમાં ૧૦ સ્પાન ધરાવતા બ્રિજને જાહેર હિતાર્થે તાત્કાલિક અસરથી ભારે/મોટા વાહનો માટે બંધ કરવા બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું
હિન્દ ન્યુઝ, બોટાદ મુંબઈ પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી)નીચે મળેલ અધિકારની રૂએ બોટાદ જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.જીન્સી રોયે ફરમાવ્યું છે કેસ ગોમા સિંચાઈ યોજનાના ટીબીસી વિસ્તારમાં સરવા ગામથી મોટી વીરવા ગામને જોડતા માર્ગમાં ૧૦ સ્પાન ધરાવતા બ્રિજને જાહેર હિતાર્થે તાત્કાલિક અસરથી ભારે/મોટા વાહનો માટે બંધ કરવા તેમજ આ બ્રિજ પરથી પસાર થતાં મોટા/ભારે વાહનો પરનો ટ્રાફિક ડાયવર્ટ ક૨વા અર્થે નીચે જણાવ્યા મુજબ વૈકલ્પિક ૨સ્તાઓ ઉપયોગમાં લેવા સૂચના છે. વૈકલ્પિક રૂટ (૧) મોટી વીરવાથી વિંછીયા જવા માટે- મોટી વિ૨વાથી વાંગધ્રા (વિલેજ રોડ ડામર પટ્ટી પહોળાઈ ૩.૭૫ મી.) થઈને વિંછીયા તરફ (લંબાઇ ૧૨.૭૦…
Read Moreચોમાસામાં પાણીજન્ય રોગચાળો અટકાવવા આટલા ઉપાયો ચોક્કસથી અપનાવો
હિન્દ ન્યુઝ, બોટાદ ચોમાસામાં કોલેરા, ટાઇફોઇડ, ઝાડા-ઉલટી અને કમળો જેવાં પાણીજન્ય રોગો સામાન્ય રીતે વધુ જોવા મળે છે જે ખાસ કરીને દૂષિત પાણી અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણને કારણે ફેલાય છે. આ રોગોથી બચવા માટે બોટાદ જિલ્લાનાં મુખ્ય આરોગ્ય અધિકારી ભારતીબેન ધોળકિયાએ જણાવ્યું કે હતું કે, “વ્યક્તિગત સ્વચ્છતા, પીવાનું શુધ્ધ પાણી અને કચરાનું યોગ્ય વ્યવસ્થાપન પાણીજન્ય રોગચાળાથી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પહેલાં તો એ જરૂરી છે કે આપણે પીવાના પાણીને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવીએ. જો પાણીનો સ્ત્રોત શંકાસ્પદ હોય તો પાણીને સારી રીતે ઉકાળીને પીવો,…
Read More