હિન્દ ન્યુઝ, ભુજ મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના અમલી છે. જેનો મુખ્ય હેતુ મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ બને તે રાખવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ નવતર પહેલના ભાગરૂપે કચ્છ જિલ્લાનાં અંજાર તાલુકાના મારીંગણા ગામમાં ખાસ મહિલા ગ્રામસભા (ખાટલા બેઠક)નું આયોજન અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ તકે વિવિધ પ્રશ્નોના સમાધાન સાથે જ ગામમાં વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતી દીકરીઓ માટે પિંક લાયબ્રેરી બનાવવા અર્થે…
Read MoreMonth: July 2025
AMA ખાતે વિશ્વ પીઆર દિવસ – ૨૦૨૫ની ઉજવણી થઈ
હિન્દ ન્યુઝ, અમદાવાદ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઇન્ડિયા અમદાવાદ ચેપ્ટર તેમજ અનંત નેશનલ યુનિવર્સિટીના સહયોગથી વિશ્વ પીઆર દિવસ – ૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના ડાયરેક્ટર કે.એલ.બાચાણી, માહિતી ખાતાના સંયુક્ત માહિતી નિયામક (વહીવટી) સંજય કચોટ, સહાયક માહિતી નિયામક અમિતસિંહ ચૌહાણ દ્વારા ‘ વિશ્વાસ, પારદર્શિતા અને ટેકનોલોજીઃ જાહેર સંબંધોનો નવો યુગ’ વિષય પર પોતાનાં મંતવ્યો રજૂ કર્યાં હતાં. માહિતી નિયામક કે. એલ. બચાણીએ જણાવ્યું કે, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં માહિતી વિભાગે કોહરન્સ, કોહેસન અને કોર્ડિનેશન સાથે જનસંપર્કનું કામ…
Read Moreધોળકા શાખા નહેરની કેનાલ પર વિવિધ પુલો ભયજનક હોવાથી વાહન વ્યવહાર ડાયવર્ઝન અંગેનું અમદાવાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
હિન્દ ન્યુઝ, ધોળકા કાર્યપાલક ઈજનેર, સરદાર સરોવર, નર્મદા નિગમ લી., ધોળકા દ્વારા તા.૧૧/૦૭/૨૦૨૫ના પત્રમાં જણાવ્યા મુજબ, તેઓની કચેરી હસ્તક આવેલા સરદાર સરોવર, નર્મદા નિગમ લી., ધોળકા શાખા નહેરની સાંકળ ૦.૦૦ થી ૭૨.૪૬૦ કીમી આવે સદરહ કેનાલ પર વિવિધ પુલો આવેલા છે. જે પૈકી ૧૦ પુલ કિટીકલ અને પુઅર કંડીશનમાં હોય જાહેર પરિવહન માટે બંધ કરવા અને વૈકલ્પિક માર્ગ નો ઉપયોગ કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા અત્રેને રજુઆત કરેલ છે. જે પૈકી ૦૬ પુલ બંધ કરવા અને વૈકલ્પિક માર્ગ નો ઉપયોગ કરવા વંચાણે લીધેલ પોલીસ વિભાગના પત્રની વિગતે જાહેરનામુ…
Read Moreતાપી માહિતી કચેરીએ એક જ દિવસમાં ૫૫૦થી વધુ લોકોને વ્હોટ્સએપની ચેનલમાં જોડી વિક્રમ સર્જ્યો
હિન્દ ન્યુઝ,cતાપી માહિતી ખાતા દ્વારા શરુ કરવામાં આવેલી ‘Gujarat Information’ નામની વ્હોટ્સએપ ચેનલના બહોળા પ્રચાર પ્રસારના ભાગરૂપે આજે તાપી માહિતી કચેરી દ્વારા આજે વ્યારાના વધુ અવરજવર ધરાવતા સ્થળોની મુલાકાત લઈ બેનર્સ લગાવી લોકોને જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એક જ દિવસમાં ૫૫૦થી વધુ લોકોને વ્હોટ્સએપ ચેનલમાં જોડી વિક્રમ સર્જ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર જનતામાં સત્તાવાર માહિતીનો પ્રચાર-પ્રસાર થાય તે માટે ગાંધીનગર સ્થિત માહિતી ખાતાની વડી કચેરી દ્વારા કેટલાક સમય પૂર્વે વ્હોટ્સએપ ચેનલ શરૂ કરવામાં આવી છે. જેના પ્રચાર પ્રસારના ભાગરૂપે તાપી માહિતી કચેરીના કર્મીઓ દ્વારા…
Read Moreઅધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં રાજકોટના લોધિકા પાસે હરિપર તરવડામાં આવેલા સિલ્વર પમ્પ પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ (PAC)એ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં રાજકોટના લોધિકા પાસે હરિપર તરવડામાં આવેલા સિલ્વર પમ્પ પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી હતી. ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો અને સમિતિના સભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા, પ્રવિણભાઈ માળી, ડૉ. હસમુખભાઈ પટેલ, અમૂલભાઈ ભટ્ટ, હેમંતભાઈ આહિર, સી.કે. રાઉલજી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમિતિએ સિલ્વર પમ્પ પ્રોજેક્ટના ઉત્પાદન યુનિટની મુલાકાત લઈને, પ્રોજેક્ટની પ્રગતિ નિહાળી હતી. જાહેર હિસાબ સમિતિએ આ તકે જી.આઈ.ડી.સી.ના અધિકારીઓ સાથે બેઠક કરીને, રાજકોટ ઝોનની જી.આઈ.ડી.સી.ની કામગીરી, વર્તમાન સ્થિતિ અને પ્રગતિની વિગતો જાણી હતી અને વિવિધ પાસાંઓની ચર્ચા કરી હતી.
Read Moreજિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં જિલ્લામાં નાગરિક પુરવઠા અને સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટના જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં જિલ્લામાં નાગરિક પુરવઠા અને સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સામાન્ય જનતાની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. 🔸 જિલ્લામાં વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી વાજબી ભાવની પાંચ નવી દુકાનો ખોલવા માટે મંજૂરી આપવામાં આવી. 🔸 ઉપરાંત ૨૯ દુકાનો મર્જ કરવાની દરખાસ્તને મંજૂરી આપી કાર્યક્ષમતા વધારવાનો માર્ગ મોકળો થશે. 🔸 વન નેશન વન રેશનકાર્ડ યોજના અંતર્ગત જરૂરિયાતમંદ વ્યક્તિને રાજ્ય કે રાજ્યની બહાર જ્યાં પણ રહે, ત્યાંથી જ અનાજ મળી રહેશે. 🔸 શાપર પંથકમાં રાજ્ય બહારથી આવેલા શ્રમિક…
Read Moreલોધિકા તાલુકાના રાવકીમાં ઊર્જાના નવા યુગની શરૂઆત!
હિન્દ ન્યુઝ, લોધિકા પી.જી.વી.સી.એલ.ની પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે સંપન્ન. રાવકી ખાતે નવીનતમ પેટા વિભાગીય કચેરી કાર્યરત થતાં હવે વિસ્તારના લોકો માટે વિદ્યુત વિતરણ વધુ સુવ્યવસ્થિત, ઝડપી મળશે. લોક-આવશ્યકતાઓને ત્વરિત સંતોષવા માટે આ નવી સબ ડિવિઝન કચેરી ગેમ-ચેન્જર સાબિત થશે. શું મળશે લાભ? ✅ ઝડપી જોડાણ: ઔદ્યોગિક, વાણિજ્ય, ખેતીવાડી અને રહેણાંક હેતુના નવા વીજ કનેક્શન ની ઝડપી પ્રક્રિયા. ✅ સુલભ સેવા: વિજ કટ (footfall) ધરાવતા વિસ્તારોમાં સમયસર તકનીકી સહાય અને ગ્રાહક સેવા. ✅ સાતત્યપૂર્ણ પુરવઠો: વધુ અસરકારક મોનિટરિંગથી તમામ વિસ્તારોમાં…
Read Moreકમિશ્નરએ જસદણની શહેરી સેવાઓને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવાની દિશામાં કાર્ય કરવા માટે અધિકારીઓને આપ્યું માર્ગદર્શન
પ્રાદેશિક નગરપાલિકા કમિશ્નર મહેશ જાની હાલમાં વિવિધ નગરપાલિકાઓની કામગીરીનું મૂલ્યાંકન કરી રહ્યાં છે. આ જ ક્રમમાં તેમણે જસદણ નગરપાલિકા કચેરીની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. 📍 મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવતા વિકાસકાર્યો, નાગરિક સુવિધાઓ અને ખાસ કરીને શહેરની સ્વચ્છતા અંગે સમીક્ષા કરવાનો હતો. 🏢 કમિશ્નરએ નગરપાલિકા કચેરીના નવા ભવનની વિગતો જાણી, તેમજ શહેરની સફાઈ વ્યવસ્થાનો વિગતવાર અભ્યાસ કર્યો હતો. 🧹 સ્વચ્છતા સંબંધી કામગીરીમાં વધુ ગુણવત્તા અને સમયપત્રક મુજબ કામગીરી સુનિશ્ચિત થાય તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું. કચરાના યોગ્ય નિકાલ માટે અપનાવવામાં આવેલ પદ્ધતિઓની પણ સમીક્ષા કરી…
Read Moreકચ્છ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ભુજ આજરોજ કચ્છના પ્રભારી સચિવ અને આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ, કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જિલ્લા સેવા સદન ભુજ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કચ્છ જિલ્લાના પ્રજા હિતના પ્રશ્નો જે પ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે તેનો તાત્કાલિક ઉકેલ આવે તે દિશામાં કામગીરી કરવા માટે પ્રભારી સચિવએ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપી હતી. કચ્છ કલેક્ટર આનંદ પટેલે જનપ્રતિનિધિઓના સંકલન બેઠકના પ્રશ્નો વહેલી તકે ઉકેલાય તે માટે તમામ પ્રયાસો કરવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપીને તાકીદ…
Read Moreપ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના(PMUY)” અંતર્ગત કચ્છમાં બાકી હોય તે તમામ લાભાર્થીઓએ વિનામૂલ્યે LPG સિલિન્ડર રિ- ફિલિંગ કરાવી લેવા અનુરોધ
હિન્દ ન્યુઝ, ભુજ “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના(PMUY)” અંતર્ગત તથા રાજ્ય PNG/LPG સહાય યોજના હેઠળ આવરી લેવામાં આવેલા તમામ લાભાર્થીઓને વર્ષમાં બે વખત વિનામૂલ્યે LPG સિલિન્ડર રિફિલિંગ કરી આપવાની યોજના અમલમાં છે. આ યોજનાનો ઉદેશ્ય લાભાર્થીઓને વિનામૂલ્યે ધુમ્રમુક્ત રાંધણગેસ મળી રહે તેમજ તેઓમાં એલ.પી.જી.ના વપરાશ અંગે જાગૃતિ વધે તેમ છે. જે લાભાર્થીઓનું એલ.પી.જી. ગેસ કનેક્શન ૩૧ મી માર્ચ-૨૦૨૫ સુધીમાં ઇન્સ્ટોલ થયેલું હોય તેવા લાભાર્થીઓને એપ્રિલ-૨૫ થી જૂન-૨૫ના ક્વાર્ટર-૧માં ક્વાર્ટર દીઠ ૧ સિલિન્ડર વિતરણ કરવામાં આવશે. જેમાં સરકાર દ્વારા લાભાર્થીઓના હિતમાં ૨૦૨૫-૨૬માં બન્ને ક્વાર્ટરમાં ફેરફાર કરીને મુદ્દત લંબાવેલી છે.…
Read More