ધોળકા શાખા નહેરની કેનાલ પર વિવિધ પુલો ભયજનક હોવાથી વાહન વ્યવહાર ડાયવર્ઝન અંગેનું અમદાવાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, ધોળકા 

     કાર્યપાલક ઈજનેર, સરદાર સરોવર, નર્મદા નિગમ લી., ધોળકા દ્વારા તા.૧૧/૦૭/૨૦૨૫ના પત્રમાં જણાવ્યા મુજબ, તેઓની કચેરી હસ્તક આવેલા સરદાર સરોવર, નર્મદા નિગમ લી., ધોળકા શાખા નહેરની સાંકળ ૦.૦૦ થી ૭૨.૪૬૦ કીમી આવે સદરહ કેનાલ પર વિવિધ પુલો આવેલા છે. જે પૈકી ૧૦ પુલ કિટીકલ અને પુઅર કંડીશનમાં હોય જાહેર પરિવહન માટે બંધ કરવા અને વૈકલ્પિક માર્ગ નો ઉપયોગ કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા અત્રેને રજુઆત કરેલ છે. જે પૈકી ૦૬ પુલ બંધ કરવા અને વૈકલ્પિક માર્ગ નો ઉપયોગ કરવા વંચાણે લીધેલ પોલીસ વિભાગના પત્રની વિગતે જાહેરનામુ પ્રસિધ્ધ કરવાની દરખાસ્ત મળેલ છે.

આથી હું બી. આર. સાગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ખ) થી મને મળેલ અધિકારની રૂએ ફરમાવું છુ કે, તા. ૧૯/૦૭/૨૦૨૫ના રોજથી તા. ૧૬/૧૦/૨૦૨૫ સુધી નીચે મુજબની વ્યવસ્થાનું પાલન કરવા જણાવું છું.

ઉપરોકત જાહેરનામાના પ્રતિબંધિત હુકમ દરમ્યાન ટ્રાફિક વ્યવસ્થા નીચે મુજબ ડાયવર્ટ કરવા જાહેર જનતાને સુચના આપવા આવે છે.

પુલ નં. ૨૭૯૨૮

નવાપુરા થી સનાથલ

(૧) ડાયવર્ઝન રૂટ (નવાપુરા થી સનાથલ) નવાપુરા ગામ થઈ સરખેજ બાવળા હાઇવે ઉપર થી સનાથલ ગામ

રીટર્ન ડાયવર્ઝન રૂટ (સનાથલ થી નવાપુરા) સનાથલ સર્કલ બ્રીજ નીચે થઈ સરખેજ- બાવળા હાઇવે ઉપર થઈ નવાપુરાગામ

(૨) ડાયવર્ઝન રૂટ (સનાથલ ગામ થી જીવણપુરા) શાંતિપુરા બ્રીજ નીચે થી સાંણદ હાઇવે ઉપર તેલાવ ગામ ઉપર થઇ જીવણપુરા 

રીટર્ન ડાયવર્ઝન રૂટ જીવણપુરા થી તેલાવ ગામ શાંતિપુરા સાંણદ હાઇવે

પુલ નં. ૩૯૪૯૦

ભાત થી મીરોલી

ભાતગામ પહેલા આવેલ કેનાલની બાજુનો અપ્રોચ રોડ: મોટા છાપરા – મીરોલી તરફ જવા માંગતા વાહનો ધોળકા – ભાત તરફથી આવતા વાહનો – ભાત ગામ – માંડણપુરા મોટાછાપરા – મીરોલી – મેઈન હાઈવે પરથી ધોળકા – બાકરોલ તરફ

પુલ નં. ૩૩૬૩૫

નવાપુરા થી વીસલપુર

(૨) વીસલપુર – બાકરોલ સર્કલ – સનાથલ – વાઘજીપુરા :

વીસલપુરથી વાઘજીપૂરા જવા માટે:

બાકરોલ સર્કલ – સનાથલ – વાઘજીપુરા 

વાઘજીપૂરા થી આવવા માટે પણઃ

સનાથલ – બાકરોલ સર્કલ- વીસલપુર – તેમજ મેઈન હાઈવે પરથી પણ ધોળકા – બાકરોલ તરફ જઈ શકાય છે.

પુલ નં. ૪૫૩૫૯

ચલોડા થી સરોડા

સરોડાથી ચલોડા જવા માટે ચંડીસર-ચલોડા રોક તથા વાસણા કેલીયા-ચલોડા રોક તથા ધોળકા પાશ્વનાથ સર્કલથી ચલોડા જઇ શકાય તથા સરોડાથી કમોદ સર્કલથી બાકરોલ સર્કલ થઈ ચલોડા જઇ શકાશે.

પુલ નં. ૪૯૫૦૦

વાસણા કેલીયા થી ચંડીસર

વાસણા કેલીયા થી ચંડીસર જવા માટે કલીકુંડ સર્કલ થી કમોદ સર્કલ, અમદાવાદ વાળા મેઇન હાઈ-વેનો ઉપયોગ કરી શકાશે.

પુલ નં. ૫૪૦૧૭

રાજપુર થી સાથળ

રાજપુર થી સાથળ જવા માટે રામપુર-સાથળ રોડ તથા સહીજ-સાથળ રોડનો વૈકલ્પિક રોડ તરીકે ઉપયોગ કરી શકાશે.

     આ જાહેરનામાનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ ની કલમ-૧૩૧ અને ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ – ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમજ આ હુકમ અન્વયે અમદાવાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતાં વિભાગીય પોલીસ અધિકારીના દરજ્જાથી પોલીસ હેડ કોન્સ્ટેબલ સુધીનાં હોદ્દા ધરાવનાર તમામ અધિકારીઓ/ કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ – ૨૨૩ તથા ગુજરાત પોલીસ એક્ટ કલમ – ૧૩૧ મુજબ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે. 

Related posts

Leave a Comment