લોધિકા તાલુકાના રાવકીમાં ઊર્જાના નવા યુગની શરૂઆત! 

હિન્દ ન્યુઝ, લોધિકા 

     પી.જી.વી.સી.એલ.ની પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે સંપન્ન.

રાવકી ખાતે નવીનતમ પેટા વિભાગીય કચેરી કાર્યરત થતાં હવે વિસ્તારના લોકો માટે વિદ્યુત વિતરણ વધુ સુવ્યવસ્થિત, ઝડપી મળશે. લોક-આવશ્યકતાઓને ત્વરિત સંતોષવા માટે આ નવી સબ ડિવિઝન કચેરી ગેમ-ચેન્જર સાબિત થશે.

શું મળશે લાભ?

✅ ઝડપી જોડાણ: ઔદ્યોગિક, વાણિજ્ય, ખેતીવાડી અને રહેણાંક હેતુના નવા વીજ કનેક્શન ની ઝડપી પ્રક્રિયા.

✅ સુલભ સેવા: વિજ કટ (footfall) ધરાવતા વિસ્તારોમાં સમયસર તકનીકી સહાય અને ગ્રાહક સેવા.

✅ સાતત્યપૂર્ણ પુરવઠો: વધુ અસરકારક મોનિટરિંગથી તમામ વિસ્તારોમાં સતત વીજ વિતરણ સહેલાઈ થી થશે.

કવરેજ વિસ્તાર:

રાવકી પેટા વિભાગીય કચેરી હેઠળ રાવકી, પાળ, કાંગશીયાળી, ઢોલરા, ખાંભા, વિરવા અને જશવંતપુર—કુલ ૭ ગામો હવે વધુ મજબૂત પાવર ગ્રીડ સાથે જોડાશે.

🔋 ૩ સબ સ્ટેશન

🔌 ૨૮ ફીડરો

👥 ૧૨,૦૨૫ વીજ ગ્રાહકોને સીધો લાભ

     આ કચેરીનો સેવા વિસ્તાર લગભગ ૧૬૨ ચો. કિ.મી.ને આવરી લે છે—જ્યાં નવા જોડાણો, જાળવણી અને ફરિયાદ નિવારણ હવે સ્થાનિક સ્તરે ઝડપી રહેશે. ઉદ્યોગ અને ખેતીને વિશ્વસનીય વીજળીનો આધાર મળશે, જે સ્થાનિક અર્થતંત્રને ગતિ મળશે.

લોકાર્પણ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે વિદ્યુત એ માત્ર સુવિધા નહિ, પરંતુ વિકાસનું પાવરહાઉસ છે—અને રાવકી સબ ડિવિઝન ગ્રામ વિકાસથી લઈને ઉદ્યોગ વિસ્તરણ સુધી ઊર્જાનું પ્રદાન સહેલાઈથી થશે.

“વિદ્યુત છે તો વિકાસ છે!” 

Related posts

Leave a Comment