જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં જિલ્લામાં નાગરિક પુરવઠા અને સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ

     રાજકોટના જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં જિલ્લામાં નાગરિક પુરવઠા અને સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સામાન્ય જનતાની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

🔸 જિલ્લામાં વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી વાજબી ભાવની પાંચ નવી દુકાનો ખોલવા માટે મંજૂરી આપવામાં આવી.

🔸 ઉપરાંત ૨૯ દુકાનો મર્જ કરવાની દરખાસ્તને મંજૂરી આપી કાર્યક્ષમતા વધારવાનો માર્ગ મોકળો થશે.

🔸 વન નેશન વન રેશનકાર્ડ યોજના અંતર્ગત જરૂરિયાતમંદ વ્યક્તિને રાજ્ય કે રાજ્યની બહાર જ્યાં પણ રહે, ત્યાંથી જ અનાજ મળી રહેશે.

🔸 શાપર પંથકમાં રાજ્ય બહારથી આવેલા શ્રમિક પરિવારોને આ યોજના અંતર્ગત વધુ લાભ મળે તે માટે કેમ્પ યોજવામાં આવશે. 

🔸 ખામટા (પડધરી) માં માત્ર એક જ દુકાન હોવાથી જનહિતમાં નવી દુકાનની માંગ મંજૂર કરીને તત્કાલ કાર્યવાહી કરવા નિર્ણય લેવાયો.

🔸 તપાસ અને ગુણવત્તાયુક્ત વિતરણ સુનિશ્ચિત કરવા કલેક્ટરએ સમયસર ચકાસણીના ખાસ આદેશો પણ આપ્યા.

📣 બેઠકમાં સાંસદ રામભાઈ મોકરિયાના માર્ગદર્શક સૂચનો તથા ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહની પ્રભાવશાળી રજૂઆતો પણ નોંધપાત્ર રહી.

આ બેઠક જિલ્લાની રાશન વ્યવસ્થા માટે મજબૂત અને લોકોને વાજબી ભાવે અનાજ મળે તેની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ છે.

Related posts

Leave a Comment