હિન્દ ન્યુઝ, રાજકોટ
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ (PAC)એ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં રાજકોટના લોધિકા પાસે હરિપર તરવડામાં આવેલા સિલ્વર પમ્પ પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી હતી.
ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો અને સમિતિના સભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા, પ્રવિણભાઈ માળી, ડૉ. હસમુખભાઈ પટેલ, અમૂલભાઈ ભટ્ટ, હેમંતભાઈ આહિર, સી.કે. રાઉલજી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમિતિએ સિલ્વર પમ્પ પ્રોજેક્ટના ઉત્પાદન યુનિટની મુલાકાત લઈને, પ્રોજેક્ટની પ્રગતિ નિહાળી હતી.
જાહેર હિસાબ સમિતિએ આ તકે જી.આઈ.ડી.સી.ના અધિકારીઓ સાથે બેઠક કરીને, રાજકોટ ઝોનની જી.આઈ.ડી.સી.ની કામગીરી, વર્તમાન સ્થિતિ અને પ્રગતિની વિગતો જાણી હતી અને વિવિધ પાસાંઓની ચર્ચા કરી હતી.
