પ્રાદેશિક નગરપાલિકા કમિશ્નર મહેશ જાની હાલમાં વિવિધ નગરપાલિકાઓની કામગીરીનું મૂલ્યાંકન કરી રહ્યાં છે. આ જ ક્રમમાં તેમણે જસદણ નગરપાલિકા કચેરીની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
📍 મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવતા વિકાસકાર્યો, નાગરિક સુવિધાઓ અને ખાસ કરીને શહેરની સ્વચ્છતા અંગે સમીક્ષા કરવાનો હતો.
🏢 કમિશ્નરએ નગરપાલિકા કચેરીના નવા ભવનની વિગતો જાણી, તેમજ શહેરની સફાઈ વ્યવસ્થાનો વિગતવાર અભ્યાસ કર્યો હતો.
🧹 સ્વચ્છતા સંબંધી કામગીરીમાં વધુ ગુણવત્તા અને સમયપત્રક મુજબ કામગીરી સુનિશ્ચિત થાય તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું. કચરાના યોગ્ય નિકાલ માટે અપનાવવામાં આવેલ પદ્ધતિઓની પણ સમીક્ષા કરી હતી.
📣 કમિશ્નરએ જસદણની શહેરી સેવાઓને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવાની દિશામાં કાર્ય કરવા માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
