વડોદરાની 2 વર્ષની સાવી સિકેનિસ અને 9 વર્ષની ત્વિષા સિકેનિસએ બહાદુરીથી કર્યો શિખર સર

બિયાસ કુંડ ટ્રેકિંગ હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરાની ટુકડીએ 12,300 ફૂટ ઊંચે પર્વત શિખરે લખ્યો જીતનો ઇતિહાસ સહભાગીઓમાં 2 વર્ષથી લઈ 60 વર્ષ સુધીના 19 સાહસિકો! ટ્રેક દરમ્યાન મનોહર હિમશૃંખલાઓ, પવિત્ર બિયાસ કુંડ અને ન ભુલાય તેવી યાદો

Read More

વારંવાર ડૂબવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને માલસર અને દિવેર ખાતે મોકડ્રીલનું આયોજન : જનસુરક્ષા માટે વહીવટીતંત્ર કાર્યરત

હિન્દ ન્યુઝ, વડોદરા આ મહત્ત્વપૂર્ણ કવાયતમાં રાજ્ય આપત્તિ રાહત દળ (SDRF), આપદામિત્ર, આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર, તલાટીઓ, સરપંચો અને ગામોના લોકો જોડાયા હતા.  તાલીમ દરમિયાન લોકોને “ગોલ્ડન અવર” – એટલે કે અકસ્માત પછીનો સૌથી નાજુક સમયગાળો – દરમિયાન શું કરવું અને કેવી રીતે જીવ બચાવવો, તેના પાયાના જ્ઞાન આપવામાં આવ્યા. મોકડ્રીલ દરમિયાન ટીમોએ વાસ્તવિક દૃશ્યો આધારિત કાર્ય પ્રદર્શન કર્યું હતું. 

Read More

રાજકોટ જિલ્લા અને મહાનગરપાલિકામાં અદ્યતન આર્ટ ગેલેરી, જસદણ ખાતે સ્પોર્ટ્સ સંકૂલ તેમજ GETCO, GWSSB, માર્ગ-મકાન વિભાગનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, રાજકોટ    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજકોટ જિલ્લા અને મહાનગરપાલિકામાં અદ્યતન આર્ટ ગેલેરી, જસદણ ખાતે સ્પોર્ટ્સ સંકૂલ તેમજ GETCO, GWSSB, માર્ગ-મકાન વિભાગ સહિતના કુલ ₹557 કરોડથી વધુના 41 પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજ્યના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા. મુખ્યમંત્રી દ્વારા આ અવસરે સ્વામિત્વ યોજના અંતર્ગત લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ તથા નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહક રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનને MSME ઈન્ટરનેશનલ કો-ઓપરેશન સ્કીમ હેઠળ ₹75 લાખની સહાયનો રિએમ્બર્સમેન્ટ પત્ર અર્પણ કરવામાં આવ્યો…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જામનગર એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગર ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત/ લોકાર્પણ કરવા પધારેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સ્વાગતમાં કેબિનેટમંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયબેન ગરસર,ધારાસભ્યો સર્વ દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રિવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા, જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, અગ્રણી બીનાબેન કોઠારી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read More

જામનગર ખાતેથી જામનગર મહાનગરપાલિકા વિસ્તાર અને જિલ્લામાં નાગરિકોના ‘ઇઝ ઓફ લિવિંગ’માં અભિવૃદ્ધિ

હિન્દ ન્યુઝ, જામનગર    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે જામનગર ખાતેથી જામનગર મહાનગરપાલિકા વિસ્તાર અને જિલ્લામાં નાગરિકોના ‘ઇઝ ઓફ લિવિંગ’માં અભિવૃદ્ધિ કરતા કુલ ₹430 કરોડથી વધુના 30 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત મંત્રી મુળુભાઈ બેરા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા. મુખ્યમંત્રી દ્વારા આ પ્રસંગે સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાતા જામનગર શહેરની છેલ્લા 20 વર્ષની જ્વલંત સિદ્ધિઓ અને વિકાસગાથા દર્શાવતી કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો 11 વર્ષનો કાર્યકાળ સેવા, સમર્પણ અને સુશાસનથી સભર રહ્યો છે. તેમણે માનનીય વડાપ્રધાનના…

Read More

૨૫ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત વિરસિંગ નલવાયાને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ષ ૨૦૧૩ માં ૫૧,૦૦૦ રૂ. ઇનામની સાથે શ્રેષ્ઠ ખેડૂત પુરસ્કાર એનાયત કરાયો

હિન્દ ન્યુઝ, દાહોદ    દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અંતરિયાળ ગામ એવા ભૂતરડી ગામના રહેવાસી અને હાલ ૮૩-૮૪ વર્ષીય વિરસીંગભાઈ નલવાયાએ વર્ષ ૨૦૦૦ માં નક્કી કર્યું હતું કે, મારે રાસાયણિક ખાતર, દવા કે બિયારણ વાળું અનાજ નથી પકવવું કે નથી તો એવો ખોરાક મારા પરિવારને ખવડાવવો. છેલ્લાં ૨૫ વર્ષથી પ્રાકૃતિક ખેતીને વરેલા વિરસીંગભાઈનું કહેવું હતું કે, રસાયણ એ એવું ઝેર છે કે, જે ધીમે ધીમે આપણા શરીરમાં પ્રવેશીને ઘર કરી દે છે, જેની અસર રૂપે નાની-મોટી સમસ્યાઓ થી લઈને ગંભીર રોગો થવાની શક્યતા રહેલી છે. માણસો તો ઠીક પણ પશુ-પક્ષીઓ માટે…

Read More

ભાવનગરમાં “વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ના દિવસે 1 હજાર કાપડ ની થેલી સામે 50 હજાર ઝબલા એકત્ર કરાયા સ્વચ્છતા ના બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશી અને સહયોગી સંસ્થાઓ દ્વારા વિશ્વ પર્યાવરણ પખવાડીઆની વિશિષ્ટ ઉજવણી કરી દસ હજાર કાપડ ની થેલી સામે 5 લાખ ઝબલા એકત્ર કરાયા આવો કાપડની થેલી વાપરી ધરતીને પ્લાસ્ટિક થેલીઓથી મુક્ત કરવાનો પ્રયાસ કરીએ 22 મી મેં થી 5 જૂન સુધી માં દસ હજાર થેલી નું વિતરણ અને 5 લાખ પ્લાસ્ટિક ઝબલા ભેગા કર્યા વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે વન અને પર્યાવરણ વિભાગ…

Read More

ઉસરા આંગણવાડી પ્રાંગણમાં નાયબ નિયામક નેહા કંથારીયા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઇરા ચૌહાણની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું

હિન્દ ન્યુઝ, દાહોદ   વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે લીમખેડા તાલુકાના ઉસરા ખાતે નાયબ નિયામક શ્રી નેહા કંથારીયા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઇરા ચૌહાણની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આંગણવાડીના પ્રાંગણમાં સ્ટાફ તેમજ અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે વૃક્ષારોપણનું કરવામાં આવ્યું હતું.   વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે નિયામક શ્રી નેહા કંથારીયા એ જણાવ્યું હતું કે, પ્રકૃતિનું રક્ષણ આપણા સૌની સામુહિક જવાબદારી છે અને આવા કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ સાથે પર્યાવરણ પ્રત્યેની પ્રતિબંધતા વ્યાપક બની શકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં દાહોદ જિલ્લામાં વૃક્ષોનું જતન થાય અને શહેર લીલુછમ બને અને…

Read More

માળીયા તાલુકાના વેજલપર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અન્વયે ખાસ ગ્રામસભા યોજાઈ

હિન્દ ન્યુઝ, મોરબી    વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં માળિયા તાલુકાના વેજલપર ગામ ખાતે મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામકશ્રી પારુલબેન આડેસરાની ઉપસ્થિતિમાં પ્લાસ્ટિક મુક્ત ભારત મિશનને સાર્થક બનાવવા ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસની જનવ્યાપી ઉજવણી અંતર્ગત આયોજિત ગ્રામસભામાં વિશ્વ પર્યાવરણ દિવસની ગ્રામજનો સમક્ષ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. માનવ જીવન પર્યાવરણ પર આધારિત છે ત્યારે આજના સમયમાં પર્યાવરણનું મહત્વ સતત વધી રહ્યું છે. ત્યારે ગ્રામજનોને પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત વૃક્ષો વાવવા પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા પાણી અને વીજળી બચાવવા જમીન પર જ્યાં…

Read More

ભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. ૨૪ જૂન ના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગર જિલ્લામાં જૂન -૨૦૨૫ નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા. ૨૪/૦૬/૨૦૨૫ (મંગળવાર) ના રોજ સંબંધિત મામલતદા૨ કચેરી ખાતે યોજવામાં આવના૨ છે. જેમાં જિલ્લા કલેકટર ઉમરાળા, જિલ્લા વિકાસ અધિકારી શિહોર તથા પોલીસ અઘિક્ષક ભાવનગર સીટીનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ અન્ય તાલુકાનાં સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ ના અધિકારીઓ સંચાલન ક૨શે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. જાહેર જનતાને સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/ રજૂઆત, જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-…

Read More