હિન્દ ન્યુઝ, ભાવનગર યશવંતરાય નાટ્યગૃહ, ભાવનગર ફાયર સેફટીના ઉપકરણોના ઈસ્ટોલેશન માટે બંધ કરવામાં આવેલ હતું. ફાયર સેફટી NOC માટેની પ્રક્રિયા પૂર્ણ થતાં યશવંતરાય નાટ્યગૃહના બુકીંગની કાર્યવાહી તા.૨૪-૦૩-૨૦૨૫ ને સોમવારથી શરૂ કરવામાં આવનાર છે. બુકીંગનો સમય સવારે ૧૦:૦૦ કલાકથી બપોરના ૦૨:૦૦ કલાકનો રહેશે. જેની ભાવનગરની જાહેર જનતા અને કલા રસિકોએ નોંધ લેવા યશવંતરાય નાટ્યગૃહના મેનેજર રાજેન્દ્રસિંહ ગોહીલની યાદીમાં જણાવાયું છે.
Read MoreMonth: March 2025
સોમનાથના દરિયાકિનારે યોજાયેલા ચાર દિવસીય ‘બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ’નું રંગેચંગે સમાપન
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ એક તરફ સમુદ્રની લહેરો તેનો ઉત્સાહ નિદર્શિત કરતી હોય તેની સાથે કિનારે ગુજરાતભરમાંથી આવેલા ખેલાડીઓ તેમના અદમ્ય ઉત્સાહ, સ્ફૂર્તિ સાથે રમત સાથે તાલ મિલાવી પોતાના કૌવત અને કૌશલ્યનું પ્રદર્શન કરતા હોય તેવા માહોલ વચ્ચે ચાર દિવસ સોમનાથના આંગણે આવેલા મારૂતિ બીચ ખાતે યોજાયેલ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આજે ઢળતી સાંજે રંગેચંગે સમાપન થયું હતું. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વોલિબોલ અને હેન્ડબોલની રમતોમાં વિજેતા ટીમોના ખેલાડીઓને ઈનામી રાશી અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતાં. જિલ્લા કલેક્ટરએ આ અવસરે જણાવ્યું કે, જિલ્લાએ ખૂબ ટૂંકા ગાળામાં આ આયોજન સફળતાપૂર્વક…
Read Moreબાળકોના ભવિષ્ય અને વિકાસના કાર્ય કરતી નન્હી કલી પ્રોજેક્ટ
હિન્દ ન્યુઝ, ભરૂચ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા માં નન્હી કલી પ્રોજેક્ટ ભારતના નવ રાજ્યોમાં કાર્યરત છે જ્યારે ભરૂચ જિલ્લ માં 13000 નન્હી કલી પ્રોજેક્ટમાં હિસ્સો છે અને નન્હી કલી પ્રોજેક્ટ બાળકોના ભવિષ્ય અને વિકાસના કાર્ય કરી રહી છે. જ્યારે 21મી સદીના આધારિત લાઈફ રીક્સ ની ટ્રેનિંગ અને સ્પોર્ટ જેવી ગતિવિધિઓમાં સહયોગ કરી રહી છે. સમગ્ર નન્હી કલી પરિવાર માટે એક ગર્વની વાત છે કે, ભરૂચ જિલ્લામાં નન્હી કલી ની 55 ટીમ કાર્યરત છે જયારે 1000 થી વધુ નન્હી કલી ફૂટબોલ રમી રહી છે. પાછલા…
Read Moreપોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર તેમજ વુમન હેલ્પડેસ્કની સંયુક્ત કામગીરી દ્વારા દંપતીનું આશરે દોઢ વર્ષ બાદ સુખદ સમાધાન
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા અને મહિલા બાળ અધિકારી આઈ. આઈ. મન્સૂરીના વિશેષ માર્ગદર્શન હેઠળ તેમજ મહિલા પોલીસ સ્ટેશનનાં થાણાં અધિકારી ડી. બી. પલાસની દેખરેખ હેઠળ કાર્યરત પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમાં લગ્ન ઉપરાંત થતાં વિવાદોનું સમજણથી સમાધાન કરાવવામાં આવે છે. આ સેન્ટરમાં તાજેતરમાં એક દંપતીનો કેસ આવ્યો હતો કે જેમાં બન્ને પરિવાર વચ્ચે મધ્યસ્થી, પરામર્શ અને સમજણથી સેન્ટરે દંપતીને દોઢ વર્ષ બાદ ફરીથી ભેગા કર્યા હતાં. બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર પર અરજદાર મહિલા પોતાની મનોવ્યથા લઈને આવેલી હતી, જેમાં મહિલાએ…
Read Moreબાળ હિન્દુ સેના દ્વારા શ્રી હનુમાન ચાલીસા નાં પાઠ સાથે થયા સંકલ્પબધ્ધ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર ‘હિન્દુ સેના’ નાં બાળ સૈનિકો દ્વારા બાળકોના વિકાસ અર્થે મહિને એક વખત સૈનિકોને ક્રાંતિકારી ફિલ્મ તેમજ બાળ સૈનિકો સાથે મળી ભોજન તેમજ નિયમિત ‘હિન્દુ સેના’ કાર્યાલય પર સપ્તાહમાં રજાના દિવસે ધાર્મિક વાંચન માટે એકત્રિત થવાના સંકલ્પ ‘હિન્દુ સેના’ જામનગર શહેર પ્રમુખ દીપક પિલ્લાઈ ની આગેવાની માં વિપુલ પરમાર અને યોગેશ રાંદલપરા ની “બાળ હિન્દુ સેના” ના સૈનિકો હર્ષિધી ઢોસા સેન્ટર, જયશ્રી ટોકિઝ વાળી શેરી, નવાનગર સ્કૂલ સામે એકત્રિત થઈ હનુમાન ચાલીસા સાથે સંકલ્પ કરી સૌ સાથે પ્રસાદી લઈ ધન્યતા અનુભવી.
Read Moreशीतला सप्तमी पर शीतला माता एवं ओली माता की पूजा की जाती है।
हिन्द न्यूज़, भीनमाल शीतला सप्तमी होली के सात दिन बाद चैत्र मास के कृष्ण पक्ष की सप्तमी को आती है और शीतला सप्तमी को बासी खाने का भोग लगाकर शीतला माता की पूजा की जाती है। इस साल शीतला सप्तमी शुक्रवार को है। श्रीदर्शन पंचांग कर्ता शास्त्री प्रवीण त्रिवेदी ने बताया कि यह व्रत माताएं प्रमुख रूप से बच्चों के बेहतर स्वास्थ्य और उनकी दीर्घायु की कामना के लिए रखती हैं। शीतला सप्तमी पर मां दुर्गा के स्वरूप शीतला माता एवं ओली माता की पूजा की…
Read Moreબોટાદ જિલ્લામાં વાહન ખરીદદારોને પસંદગીના સિલ્વર ગોલ્ડન નંબરો ઈ- ઓક્શનથી ફાળવવામાં આવશે
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના વાહન ખરીદનારોને મોટરીંગ પબ્લીક જોગ જણાવવાનું કે, આગામી તા. ૨૬/૦૩/૨૦૨૫થી નોન ટ્રાન્સપોર્ટ ટુ વ્હીલર GJ33M તથા GJ33J, ફોર વ્હીલર GJ33K તથા GJ33F તેમજ ટ્રાન્સપોર્ટની સીરીઝ GJ33T સીરીઝના પસંદગી સિલ્વર ગોલ્ડન પસંદગી નંબરોનું ઓનલાઈન એપ્લીકેશન ઈ-ઓક્શનથી ફાળવવામાં આવશે. જેથી જેમનું વાહન ખરીદ્યાને ૩૦ દિવસ થયા હોય કે નવું વાહન ખરીદવાનું હોય તેની ઓનલાઈન રજીસ્ટર એપ્લીકેશન કરી ફી તથા કર ભરપાઈ કરી એઆરટીઓ કચેરી બોટાદ પસંદગી નંબરનું ઓનલાઈન ટેન્ડર બીડ ભરી ઈ-ઑક્શન માં ભાગ…
Read Moreખેડૂત તાલીમ કેન્દ્ર, ભાવનગર ખાતે પાક ઉત્પાદકતા વધારવા અંગે યોજાયેલ બે દિવસીય ખેડૂત તાલીમ સંપન્ન
હિન્દ ન્યુઝ, ભાવનગર ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે ભાવનગરની સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનની કચેરી દ્વારા પાક ઉત્પાદકતા વધારવા, પાક કાપણી બાદ તેના સંગ્રહ અને નુકશાન ઘટાડવાના વૈજ્ઞાનિક ઉપાયો“ અંગે બે દિવસીય ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ભાવનગર, શિહોર અને ઘોઘા તાલુકાના ૪૫ જેટલાં ખેડૂતોએ ઉપસ્થિત રહી તાલીમ મેળવી હતી. ભાવનગર સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન ગોડાઉન મેનેજરશl પી. કે. દાસે સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનની કામગીરી અને “કૃષિ સંવર્ધન તાલીમ પ્રોગ્રામ” અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. ખેતી અધિકારી ડૉ. પ્રતિક પરમારે પાકની ઉત્પાદકતા વધારવા નવીનત્તમ ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પધ્ધતિ તેમજ પાક…
Read Moreભાવનગર યુનિવર્સિટી કૅમ્પસ ખાતે તા. ૨૧ માર્ચના રોજ રોજગાર ભરતીમેળા નું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા તા.૨૧-૦૩-૨૦૨૫ શુક્રવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, બીજો માળ, આઈ,ક્યુ,એ,સી બિલ્ડીંગ, લાઈબ્રેરી સામે, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે . આ ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૨ એકમમાં કવોલિટી કંટ્રોલ, એક્ઝિક્યુટિવ આસી., પ્રોડક્શન સુપરવાઈઝર, ફેકટરી સુપરવાઈઝર, સેલ્સ પર્સન, માર્કેટીગ પર્સન. સેલ્સ એક્ઝિક્યુટિવની જગ્યા ભરવાની છે. જેમાં ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, એમ.એસ.સી, એમ.બી.એ, એમ.સી.એ, એમ.કોમ, એમ.એ, પી.જી.ડી.સી.એ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને બી.ઈ ની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાચ્છુઓએ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની નકલો સાથે સ્વખર્ચે ઉપસ્થિત…
Read Moreભારતીય સેનામાં અગ્નિવીર સહિત વિવિધ કેડરમાં જોડાવા,અરજી કરવા ઓફીશીયલ વેબસાઇટની મુલાકાત લેવી
હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતીય સેનાની વિવિધ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી છે. જેમાં અપરણિત મહિલા ઉમેદવારો માટે અગ્નિવીર જનરલ ડ્યૂટી (વુમન મિલીટરી પુલિસ) તેમજ પુરૂષ ઉમેદવારો માટે સિપોઈ ફાર્મા, નર્સિંગ આસિસ્ટંટ, હવાલદાર, જુનિયર કમિશન ઓફીસર અને રિલીજીયસ ટીચર જેવી વિવિધ જગ્યાઓ ભરવામાં આવશે.જેની લઘુત્તમ શૈક્ષણિક અને શારીરિક લાયકાતની માહિતી તેમજ ઓનલાઈન અરજી કરવા માટે ઓફીશીયલ વેબસાઈટ www.joinindianarmy.nic.in ની મુલાકાત લેવી, તેમ ભાવનગર જિલ્લા રોજગાર કચેરીની અખબારી યાદીમાં જણાવ્યું છે.
Read More