હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર ‘હિન્દુ સેના’ નાં બાળ સૈનિકો દ્વારા બાળકોના વિકાસ અર્થે મહિને એક વખત સૈનિકોને ક્રાંતિકારી ફિલ્મ તેમજ બાળ સૈનિકો સાથે મળી ભોજન તેમજ નિયમિત ‘હિન્દુ સેના’ કાર્યાલય પર સપ્તાહમાં રજાના દિવસે ધાર્મિક વાંચન માટે એકત્રિત થવાના સંકલ્પ ‘હિન્દુ સેના’ જામનગર શહેર પ્રમુખ દીપક પિલ્લાઈ ની આગેવાની માં વિપુલ પરમાર અને યોગેશ રાંદલપરા ની “બાળ હિન્દુ સેના” ના સૈનિકો હર્ષિધી ઢોસા સેન્ટર, જયશ્રી ટોકિઝ વાળી શેરી, નવાનગર સ્કૂલ સામે એકત્રિત થઈ હનુમાન ચાલીસા સાથે સંકલ્પ કરી સૌ સાથે પ્રસાદી લઈ ધન્યતા અનુભવી.