ગરબાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ અભલોડ ના ગામ પાંદડી ખાતે મોબાઇલ ટીબી એ-ક્ષરે વાન દ્વારા કરાઈ ટીબી તપાસ 

હિન્દ ન્યુઝ, દાહોદ 

    આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અભલોડ ના પાંદડી ગામ ખાતે .મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી,જિલ્લા ક્ષય અધિકારી શ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ ટીબી એ-ક્ષરે વાન પાંદડી ગામ ખાતે આવી હતી.

જેમાં 68 શંકાસ્પદ ટીબીના લક્ષણો ધરાવતા લાભાર્થીઓના એ-ક્ષરે પાડવામાં આવ્યા હતા. તમામની વજન, ઉંચાઈ, બીપી, ડાયાબિટીસની તપાસ કરવામાં આવી હતી.

આ મોબાઇલ એ-ક્ષરેવાનમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તાલુકા ટીબી સુપરવાઈઝર, પી.એચ.સી.સુપરવાઈઝર, સીએચઓ, તેમજ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર , ફિમેલ હેલ્થ વર્કર, આશા ફેસેલિટર, આશા બહેનોના સહયોગ થી 100 દિવસનો સધન ટીબી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

Related posts

Leave a Comment