“ઓપરેશન શિલ્ડ” અંતર્ગત મોકડ્રીલનું આયોજન

હિન્દ ન્યુઝ, તાપી 

     કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર વિવિધ જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની ‘ઓપરેશન શિલ્ડ મોકડ્રિલ’નું આયોજન કરાયું છે. જે અન્વયે તા.૩૧ મે ૨૦૨૫ ના રોજ તાપી જિલ્લામાં વ્યારા મુખ્ય મથક ખાતે આવેલ વ્યારા ઝંડા ચોક અને ઉકાઈ ડેમ હાઈડ્રો પાવર પ્લાન્ટ ખાતે સાંજે 5 કલાકે મોક ડ્રિલ યોજાશે. જ્યારે વ્યારા નગરપાલિકા વિસ્તારમાં રાત્રે ૮ થી ૮.૧૫ વાગ્યા સુધી એટલે કે, ૧૫ મિનિટ સુધી “ઓપરેશન શીલ્ડ” અંતર્ગત બ્લેકઆઉટનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

તમામ નાગરિકો, સરકારી-અર્ધસરકારી કચેરીઓ, વેપારીઓ, તેમજ વિવિધ સંસ્થાઓને ૩૧ મે, ૨૦૨૫ના રોજ રાત્રે ૮ વાગ્યે થી ૧૫ મિનિટ સુધી સ્વૈચ્છિક રીતે લાઈટો બંધ રાખી, બ્લેકઆઉટમાં સહભાગી થવા તાપી જિલ્લા વહીવટ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment