11 જેટલી સ્વીડિશ કંપનીઝ-ઉદ્યોગ સંચાલકોએ ગુજરાત સરકાર અને સ્વીડન વચ્ચે વિવિધ ક્ષેત્રે રોકાણો અને સહભાગીતા

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુંબઈ સ્થિત સ્વીડનના કોન્સ્યુલ જનરલ સ્વેન ઓસ્ટબર્ગે અને 11 જેટલી સ્વીડિશ કંપનીઝ-ઉદ્યોગ સંચાલકોએ ગુજરાત સરકાર અને સ્વીડન વચ્ચે વિવિધ ક્ષેત્રે રોકાણો અને સહભાગીતાને પ્રોત્સાહિત કરવા ઇન્વેસ્ટર્સ ફેસીલીટેશન મિકેનિઝમ વધુ સંગીન બનાવવાના હેતુથી ગાંધીનગર ખાતે બેઠક યોજી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપ અને માર્ગદર્શનમાં ગુજરાત પ્રો-એક્ટીવ ગવર્નન્સ અને પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે દેશ અને દુનિયાના રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે.

મુખ્યમંત્રીએ રિન્યૂએબલ એનર્જી, ગ્રીન ગ્રોથ સહિતના ક્ષેત્રોમાં ગુજરાત લિડિંગ સ્ટેટ હોવાનું જણાવી સ્વીડનના ઉદ્યોગ-રોકાણકારોને આ ક્ષેત્રે રોકાણો માટે રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.

સ્વીડિશ કંપનીઝ ઉદ્યોગ સંચાલકોએ રાજ્ય સરકાર દ્વારા તેમને મળી રહેલા સહકાર અંગે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ રાજ્ય સરકાર આવી જ ગતિશીલતાથી સહકાર આપશે તેવી અપેક્ષા દર્શાવી હતી. માનનીય વડાપ્રધાનના ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ના સંકલ્પને સ્વીડિશ ઉદ્યોગ-કંપનીઝ સાકાર કરે છે તેમ પણ કોન્સ્યુલ જનરલે જણાવ્યું હતું.

Related posts

Leave a Comment