અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ-2025 કોન્ફરન્સનો શુભારંભ

હિન્દ ન્યુઝ, અમદાવાદ      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, વરિષ્ઠ ડૉકટર્સ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ-2025 કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો, તેમજ પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટનું લોકાર્પણ કર્યું  મુખ્યમંત્રીએ આ અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિરાસત ભી, વિકાસ ભી’ મંત્રનો સંદર્ભ આપતાં જણાવ્યું કે, આપણા પુરાણોમાં તમામ રોગના ઉપાયો દર્શાવ્યા છે, જેને આજે નવી ટેક્નોલૉજીની મદદથી ઉજાગર કરવાનો સમય છે

Read More

અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવ તેમજ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025નો પ્રારંભ

હિન્દ ન્યુઝ, અમદાવાદ     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવ તેમજ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025નો પ્રારંભ કરાવ્યો વિવિધ પ્રકારના પરિસંવાદો, તાલીમ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સ અને મિલેટ લાઇવ ફૂડ સ્ટોલ્સ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે; રાજ્યભરના મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો સહિત ખેડૂતો, સંસ્થાઓ અને વેપારીઓ માટે મહત્ત્વપૂર્ણ મંચ આ અવસરને મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના અમદાવાદ જિલ્લાના 3 અને જામનગર જિલ્લાના 1 ગોડાઉન કોમ્પલેક્ષનું પણ ઇ-લોકાર્પણ

Read More

વેરાવળ ફિશ એકમો અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મુલાકાત લેતાં સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વેરાવળના કાજલી ખાતે આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એ.પી.એમ.સી)ની તેમજ વેરાવળ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલી શ્યામ મરીન ફૂડ્સ અને દીપમાલા ઈન્ડસ્ટ્રિઝ ઔદ્યોગિક એકમોની આજે સવારે મુલાકાત લીધી હતી. મંત્રીએ એ.પી.એમ.સી.ની મુલાકાત લઇ શેડ અને ખેડૂતો માટે ઊભી કરાયેલી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના વિવિધ પાકના વાવેતર પાકની ખરીદ સ્થિતિ વિશે ચર્ચા કરી ખેડૂતોને કોઈ અગવડતા ન પડે એ રીતે વ્યવસ્થિત અને સુનિયોજિત સંચાલન વિશે ઉપસ્થિત સર્વને માર્ગદર્શિત કર્યા હતાં. વેરાવળ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલી શ્યામ મરિન ફૂડ્સ અને દીપમાલા ઈન્ડસ્ટ્રિઝ ઔદ્યોગિક…

Read More

કાલાવડ સ્વામી વિવેકાનંદ સ્કૂલ દ્વારા મહિલાઓ સાથે કરવામાં આવેલ કૌભાંડનાં પુરાવાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ અને પી.આઈ.એલ. કરવાનો ઘડાતો તખતો

કાલાવડ સ્વામી વિવેકાનંદ સ્કૂલ દ્વારા 120 મહિલાઓ સાથે કરવામાં આવેલ કૌભાંડનાં પુરાવાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ અને પી.આઈ.એલ. કરવાનો ઘડાતો તખતો હિન્દ ન્યુઝ, કાલાવડ                   જામનગર જિલ્લાનાં કાલાવડ સ્થિત સ્વામી વિવેકાનંદ સ્કૂલ સંચાલક દ્વારા લોભામણી જાહેરાતો કરી PMKVY (પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના) સ્કીમ હેઠળ મહીલાઓ માટે બ્યુટી પાર્લર અને સિલાઈ જેવા ક્લાસીસો કરાવતા હોવાનું અને આ કોર્સના ક્લાસીસ કર્યા બાદ જે તે કોર્સને અનુલક્ષીને કીટ સાથે મહીલા દીઠ 22,000/- રૂપિયા આપવાની એનકેન પ્રકારે લાલચ આપી સ્કૂલ સંચાલક ઈન્દુબેન ઘનશ્યામભાઈ હીરપરા અને તેના મળતિયાઓ એવાં…

Read More

કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જામનગરમાં આયોજિત સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ કરાવ્યો

હિન્દ ન્યુઝ, જામનગર                     ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર, કમિશ્નરશ્રી યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ તથા જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી જામનગર દ્વારા શહેરના ટાઉનહોલ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા કલા મહાકુંભનો પ્રારંભ રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, પૃથ્વી પર જીવન ટકાવી રાખવા મનુષ્યને હવા, પાણી અને ખોરાકની જેટલી જરૂર છે તેટલી જ જરૂર કળા, સંસ્કૃતિ અને…

Read More

સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સંસ્કૃતિનો અનેરો ઉત્સવ મીલેટ મહોત્સવ

હિન્દ ન્યુઝ, જામનગર                     રાજ્યના પ્રવાસન, સંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જામનગરના મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં આયોજિત બે દિવસીય (તા.૮-૯ ફેબ્રુઆરી) મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૫ નો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, મિલેટ એટલે કે પોષક અનાજ જેવા કે જુવાર, બાજરી, રાગીનો આપણા રોજીંદા આહારમાં ઉપયોગ કરવો જોઈએ. આ ધાન્યોમાં પોષક તત્વોની સાથે ખનીજ વિટામીન સમાયેલા હોય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મીલેટની વાનગીઓ આહારમાં લેવાથી નાની ઉમરે થતા રોગોથી મુક્તિ મળે છે. રાજ્યના કૃષિમંત્રી…

Read More

જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પિટલ ખાતે પ્રોસ્થોડોન્ટીકસ ડે ૨૦૨૫ની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ , જામનગર               જામનગરમાં આવેલ ગર્વમેન્ટ ડેન્ટલ હોસ્પિટલના પ્રોસ્થોડોન્ટીકસ વિભાગ દ્વારા ૨૨ જાન્યુઆરી પ્રોસ્થોડોન્ટીકસ ડે ની ઉજવણી અંતર્ગત ૧૬ જાન્યુઆરી થી ૨૨ જાન્યુઆરી સુધી PROSTHO FIESTA સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ સપ્તાહ દરમિયાન વિવિધ રસપ્રદ પ્રવુતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પતંગ ડિઝાઈનીગ ,કાવ્યરચના ,રીલ્સ ,કચુટ ક્વીઝ, ગેમ ,બ્રોકસ ક્રિકેટ ,રંગોલી સ્પર્ધા ,શાકભાજી અને ફળો વડે દંત ક્રાફ્ટ જેવી રચનાત્મક પ્રવુતિઓ સાથે દર્દી જાગૃતતા કાર્યક્રમો અને કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી અંતર્ગત એમ. પી. શાહ વૃધ્ધાશ્રમના દર્દીઓને સારવાર…

Read More

આગામી તા.25 ફેબ્રુઆરીના રોજ જોડીયા ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર ”સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ”ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ”તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” દર માસે યોજવાનું સૂચન કર્યું છે. જે અનુસાર જામનગર જિલ્લામાં આવેલા જોડિયા તાલુકામાં ”તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તારીખ 25/02/2025 ના રોજ સવારના 11:00 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી જિલ્લા કક્ષાના અધિકારી/મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ, જોડીયાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી જોડિયા ખાતે યોજવામાં આવશે. તેથી આગામી તારીખ 17/02/2025 સુધીમાં અરજદારોએ તાલુકા…

Read More

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૫ અંતર્ગત

આદર્શ આચારસંહિતા ભંગની રજૂઆત / ફરીયાદ માટે કાલાવડ નગરપાલિકા ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરાયો હિન્દ ન્યુઝ, જામનગર                  રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૫ યોજવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત કાલાવડ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની હોવાથી જાહેર જનતા તથા રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિ/ઉમેદવારો માટે આદર્શ આચારસંહિતા ભંગની રજૂઆત / ફરીયાદ માટે કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે. કોઇપણ પ્રકારની આદર્શ આચાર સંહિતા ભંગની ફરીયાદ/રજૂઆત હોય તો કાલાવડ નગરપાલિકાના કંટ્રોલ રૂમ નં.૦૨૮૯૪-૨૨૩૧૦૧ પર જાણ કરી શકશે. તેમ કાલાવડ નગર પાલિકાના ચીફ ઓફિસર અને…

Read More

જામનગર જિલ્લાના ટુ વ્હીલર ધરાવતા વાહન માલિકો જૂની સીરીઝના ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે

હિન્દ ન્યુઝ, જામનગર             જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના ટુ-વ્હીલર ધરાવતા વાહન માલિકો જૂની સિરીઝમાં બાકી રહેલા સિલ્વર અને ગોલ્ડન નંબર માટે ઈ-ઓકસનમાં ભાગ લઈ શકશે. આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો આગામી તા.૧૧-૨-૨૦૨૫ થી ૧૩-૦૨-૨૦૨૫ બપોરે ૪:૦૦ કલાક સુધી, ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા.૧૩-૦૨-૨૦૨૫ થી ૧૫-૦૨-૨૦૨૫ બપોરે ૪:૦૦ કલાક સુધીનો રહેશે. તેમજ આ ઈ-ઓકશનનું પરિણામ આગામી તા.૧૫-૦૨-૨૦૨૫રોજ બપોરે ૦૪:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. ઉક્ત પ્રકિયામાં ભાગ લેવા માટે વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in આ વેબસાઈટ પર જઈને નોંધણી/ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર…

Read More