કાલાવડ સ્વામી વિવેકાનંદ સ્કૂલ દ્વારા મહિલાઓ સાથે કરવામાં આવેલ કૌભાંડનાં પુરાવાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ અને પી.આઈ.એલ. કરવાનો ઘડાતો તખતો

કાલાવડ સ્વામી વિવેકાનંદ સ્કૂલ દ્વારા

120 મહિલાઓ સાથે કરવામાં આવેલ કૌભાંડનાં પુરાવાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ અને પી.આઈ.એલ. કરવાનો ઘડાતો તખતો

હિન્દ ન્યુઝ, કાલાવડ

                  જામનગર જિલ્લાનાં કાલાવડ સ્થિત સ્વામી વિવેકાનંદ સ્કૂલ સંચાલક દ્વારા લોભામણી જાહેરાતો કરી PMKVY (પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના) સ્કીમ હેઠળ મહીલાઓ માટે બ્યુટી પાર્લર અને સિલાઈ જેવા ક્લાસીસો કરાવતા હોવાનું અને આ કોર્સના ક્લાસીસ કર્યા બાદ જે તે કોર્સને અનુલક્ષીને કીટ સાથે મહીલા દીઠ 22,000/- રૂપિયા આપવાની એનકેન પ્રકારે લાલચ આપી સ્કૂલ સંચાલક ઈન્દુબેન ઘનશ્યામભાઈ હીરપરા અને તેના મળતિયાઓ એવાં રશ્મીબેન અજુડિયા, કિરીટભાઈ સાવલિયા નાઓ દ્વારા 120 મહિલાઓને ચાર મહિનાનાં ક્લાસીસ કરાવ્યા બાદ કોર્સ અનુલક્ષીને વાયદા મુજબ કીટ અને રૂપિયા ન આપી સ્વામી વિવેકાનંદ સ્કૂલ સંચાલકોએ કરોડોનો કૌભાંડ આચાર્યા હોવાનું મહિલાઓ દ્વારા આક્ષેપો થવા પામ્યા છે.

ગત થોડા દિવસ અગાઉ જામનગર કલેકટર માં આ મહિલાઓ દ્વારા લેખિતમાં ફરિયાદ કરવા છતાં આજ દિન સુધી આ અંગે યોગ્ય તપાસ હાથ ધરવામાં ન આવતા હવે આ 120 મહિલાઓ દ્વારા ટુંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે પી.આઈ.એલ. દાખલ કરવામાં આવશે.

“રણચંડી” બનેલ મહિલાઓ સ્વામી વિવેકાનંદ સ્કૂલ સંચાલક દ્વારા કરવામાં આવેલ સમગ્ર કૌભાંડ નો પર્દાફાશ કરશે અને તેઓને સરકારશ્રી તરફથી મળવા પાત્ર તમામ સહાય સ્વામી વિવેકાનંદ સ્કૂલ પાસેથી લઈને જંપીશું અને તમામ મહિલાઓને ન્યાય અપાવવા માટે અમે એક જૂથ થઈ સ્વામી વિવેકાનંદ સ્કૂલ સંચાલકો અને તેના મળતિયાઓને “જેલના સળિયા ગણાવીશું” એમ એક અખબારી યાદીમાં જણાવેલ છે.


Related posts

Leave a Comment