જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પિટલ ખાતે પ્રોસ્થોડોન્ટીકસ ડે ૨૦૨૫ની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ , જામનગર

              જામનગરમાં આવેલ ગર્વમેન્ટ ડેન્ટલ હોસ્પિટલના પ્રોસ્થોડોન્ટીકસ વિભાગ દ્વારા ૨૨ જાન્યુઆરી પ્રોસ્થોડોન્ટીકસ ડે ની ઉજવણી અંતર્ગત ૧૬ જાન્યુઆરી થી ૨૨ જાન્યુઆરી સુધી PROSTHO FIESTA સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ સપ્તાહ દરમિયાન વિવિધ રસપ્રદ પ્રવુતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પતંગ ડિઝાઈનીગ ,કાવ્યરચના ,રીલ્સ ,કચુટ ક્વીઝ, ગેમ ,બ્રોકસ ક્રિકેટ ,રંગોલી સ્પર્ધા ,શાકભાજી અને ફળો વડે દંત ક્રાફ્ટ જેવી રચનાત્મક પ્રવુતિઓ સાથે દર્દી જાગૃતતા કાર્યક્રમો અને કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી અંતર્ગત એમ. પી. શાહ વૃધ્ધાશ્રમના દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમ ડેન્ટલ પ્રોસ્થોડોન્ટીકસ વિભાગના વડા ડો. સંજય લગદિવે, સિનીયર મોસ્ટ ડો. સંજય ઉમરાણીયા, સમગ્ર પ્રોસ્થોડોન્ટીકસ વિભાગ ટીમ અને ડેન્ટલ હોસ્પિટલના ડીન ડો. નયનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. જેમાં વિદ્યાર્થીઓ અને ડેન્ટલ કોલેજનો સ્ટાફ સહભાગી થયો હતો.

Related posts

Leave a Comment