હિન્દ ન્યુઝ, ભાવનગર કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત ભાવનગર જિલ્લામાં તળાજા ખાતે મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. મહોત્સવ અંતર્ગત ઘણાં સ્ટોલ એપીએમસી ના પ્રાંગણમાં ખેડૂતોના હિતમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.જેમાં મિશન મંગલમ વિભાગ તાલુકા પંચાયત કચેરી દ્વારા રચાયેલ અંબિકા મહિલા મંડળ,અલંગના નામથી પોતાનું સ્ટાર્ટઅપ શરુ કર્યું છે. આત્મનિર્ભર ભારત મા અંબિકા મહિલા મંડળે પોતાના ખાખરા, શીંગ તેલ, કેરી નો રસ અને ઘીમી હોમ ડિલીવરી કરે છે.અને કૃષિ મહોત્સવ થકી ખાખરા, શીંગ તેલ, કેરી નો રસ સારો એવા લોકોના ઓર્ડર પ્રાપ્ત થયા…
Read MoreDay: December 7, 2024
ભાવનગરમાં જિલ્લાના મીડિયા કર્મીઓ માટે તા. 9 ડિસેમ્બરના હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકાર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ભાવનગર જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા કર્મીઓ માટે તા. ૯/૧૨/૨૦૨૪ને સોમવાર રોજ સવારે ૮.૩૦ કલાકે રેડક્રોસ ભવન, બાર્ટન લાઇબ્રેરી સામે, હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાનાર છે. આ કેમ્પમાં રજિસ્ટ્રેશન કરેલ મીડિયા કર્મીઓ તેમજ જે મીડિયા કર્મીઓનું રજિસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું હોય તો તેઓ પણ ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરી આ હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લઈ વિવિધ ટેસ્ટ કરાવી શકશે. જેથી આ કેમ્પમાં સમયસર ઉપસ્થિત રહેવા જિલ્લાના સૌ મીડિયા કર્મીઓને જણાવવામાં આવે છે. ખાસ નોંધનીય કે, ટેસ્ટ…
Read Moreચિંતન શિબિરની પૂર્ણાહૂતિ અવસરે સુગમ સંગીતના સૂરો રેલાયા
હિન્દ ન્યુઝ,ગીર સોમનાથ જિલ્લાકક્ષાની ચિંતન શિબિર પૂર્ણાહૂતિની સાંજે સુગમ સંગીતના સૂરો રેલાયા હતાં. કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં વિવિધ સ્થાનિક કલાકારો અને કર્મચારીઓ દ્વારા સૂરીલુ સંગીત પીરસવામાં આવ્યું હતું. જેને ઉપસ્થિત અધિકારીઓએ હળવા વાતાવરણમાં માણ્યું હતું. પંકજ ચૌહાણ, કિશન જેઠવા, ડાયાભાઈ જાદવ, સંજય રાવ દ્વારા પ્રસ્તુતિને સંજયભાઈ દેવળિયાની સંગતે જોમ પૂરું પાડ્યું હતું. કલેક્ટરએ કલાકારોનું ઉપવસ્ત્ર ઓઢાડી સન્માન કર્યું હતું. સૌ અધિકારીઓની સામૂહિક તસવીર સાથે દ્વિ દિવસીય ચિંતન શિબિરની પૂર્ણાહૂતિ થઈ હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જૈમિની ગઢિયા, પ્રાંત અધિકારી સર્વ…
Read Moreરવિ કૃષિ મહોત્સવમાં આધૂનિક તેમજ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિશે માહિતી મેળવતા ખેડૂતો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો રસાયણ મુકત ખેતી તરફ વળે અને પ્રાકૃતિક ખેતી થકી ખેડૂતો સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર, ઉના, ગીરગઢડા, તાલાલા, ઉના તેમજ સૂત્રાપાડા તાલુકામાં દ્વિ દિવસીય રવિ કૃષિ મહોત્સવ યોજાયા હતાં. રવિ કૃષિ મેળામાં ગીર સોમનાથ જિલ્લાનો ખેડૂત વધુ સમૃદ્ધ બને તે રીતે વૈજ્ઞાનિક અને આધુનિક ખેતી પધ્ધતી, બજાર અને માંગ આધારિત ખેતી, ટકાઉ ખેતી, સેન્દ્રિય ખેતી, કૃષિમાં યાંત્રિકરણ, સૂક્ષ્મ પિયત પધ્ધતિ તેમજ ગાય આધારીત પ્રાકૃતિક ખેતીનું સચોટ માર્ગદર્શન આપવામા આવ્યું…
Read Moreજિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ચિંતન શિબિરની ફળશ્રુતિ અંગે પ્રેસવાર્તા યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ચિંતન શિબિરમાં રજૂ કરવામાં આવેલા વિચાર-વિમર્શ અને તેના આધારે નીપજેલા નિષ્કર્ષની ફળશ્રુતિ માટે આજે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં એક પ્રેસવાર્તા યોજાઈ હતી. આ પત્રકાર પ્રેસવાર્તામાં કલેક્ટરએ છેલ્લા બે દિવસ દરમિયાન જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા જિલ્લાના વિકાસ માટે કરાયેલા મનોમંથન અને વિકાસના રોડમેપની ફળશ્રુતિ વર્ણવી હતી. તેમણે જણાવ્યું કે, ચિંતન શિબિરમાં ફક્ત ચિંતન કરવું પૂરતું નથી પરંતુ આ ચિંતન શિબિરના આધારે નીપજેલા નિષ્કર્ષના આધારે આગામી ટૂંક જ સમયમાં જિલ્લામાં વિકાસ માટે જરૂરી પગલાઓ પણ ઉઠાવવામાં આવશે. જિલ્લાના છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો 100%…
Read Moreચિંતન શિબિરમાં ચાર જૂથ દ્વારા કરાયેલી ભલામણો અને નિષ્કર્ષ રજૂ કરવામાં આવ્યાં
જિલ્લા ચિંતન શિબિર: દિવસ-૨ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લાકક્ષાની ચિંતન શિબિર અંતર્ગત બે દિવસ સુધી કરાયેલા મનોમંથન બાદ વિવિધ વિષયો અને વિવિધ જૂથો દ્વારા કરાયેલી ભલામણો અને નિષ્કર્ષની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેના આધારે જિલ્લાના વિકાસ માટેનો આગામી રોડમેપ નિર્ધારિત કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં વિવિધ જૂથના ગૃપ લીડરોએ આ અંગે તેમના જૂથના સભ્યો અને હિતધારકો દ્વારા કરાયેલી રજૂઆતો અને આ રજૂઆતો પરત્વે ભવિષ્યમાં કયા પગલા લઈ શકાય તે અંગે કરેલું મનોમંથન રજૂ કર્યું હતું. આ ચિંતન શિબિરની પૂર્ણાહૂતિ અવસરે જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, તબક્કાવાર…
Read Moreટેક્નોલોજીના ઉપયોગથી જાહેર સેવકની કાર્યપદ્ધતિ દ્વારા સુશાસન વિષય પર સેક્શન ઓફિસર જૈનમ મહેતાનું વક્તવ્ય યોજાયું
જિલ્લા ચિંતન શિબિર: દિવસ-૨ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ચિંતન શિબિરના બીજા દિવસે ટેક્નોલોજીના ઉપયોગથી જાહેર સેવકની કાર્યપદ્ધતિ દ્વારા સુશાસન વિષય પર સેક્શન ઓફિસર જૈનમ મહેતાનું વક્તવ્ય યોજાયું હતું. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલા ટેક્નોલોજીના ઉપયોગ અંગેના વકતવ્યમાં એચ.આર.એમ.એસ. સેલના સેક્શન ઓફિસર જૈનમ મહેતાએ સરકારી વ્યવસ્થાઓમાં ટેક્નોલોજીનો વિનિયોગ અને તેના ઉપયોગ અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. દિવસે દિવસે દરેક ક્ષેત્રમાં દરેક ક્ષેત્રમાં ટેક્નોલોજીનો ઉપયોગ વધતો જાય છે. ત્યારે તેમાંથી સરકારી તંત્ર પણ બાકાત નથી. આજે સામાન્ય નાગરિક જીવનને સ્પર્શતી દરેક બાબતો ઝડપી અને અસરકારક બને તે માટે વિવિધ…
Read More“કર્મયોગ” પર જાણીતા કથાકાર મહાદેવભાઈ પ્રસાદ મહેતાનું વક્તવ્ય યોજાયું
જિલ્લા ચિંતન શિબિર: દિવસ-2 હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લાકક્ષાની ચિંતન શિબિરના બીજા દિવસનો પ્રારંભ પ્રખ્યાત કથાકાર અને વક્તા મહાદેવભાઈ પ્રસાદ મહેતાના “કર્મયોગ” પર વક્તવ્યથી થયો હતો. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં દ્વિતિય દિવસના સત્રની શરૂઆત કરાવતા શ્રી મહાદેવભાઈ પ્રસાદ મહેતાએ કર્મયોગ થકી જનકલ્યાણની વિભાવના કઈ રીતે સાર્થક કરી શકાય તેનું ચિંતન રજૂ કર્યું હતું. મહાદેવભાઈએ કર્મના સિદ્ધાંતોને વહીવટી કાર્યક્ષેત્રમાં કાર્યરત કરી અને પ્રત્યેક નાગરિકની સુખાકારી માટે કાર્ય કરવા માટેના આદ્યાત્મિક અને પૌરાણિક ઉદાહરણો સાથે રજૂઆત કરી હતી. તેમણે કર્મયોગની વિભાવના સ્પષ્ટ કરતા જણાવ્યું કે, કર્મયોગ ત્યારે બને જ્યારે…
Read Moreઉમરપાડાના ચિતલદા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલે રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો
હિન્દ ન્યુઝ, સુરત રાજ્યમાં કૃષિ ઉત્પાદનને વધારવા, નવીન કૃષિ તકનીકો ખેડૂત સુધી પહોંચાડવા અને ખેતી ખર્ચ ઘટાડી ખેડૂતોની આવક વધારવાના આશયથી રાજ્યભરમાં આયોજિત બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત ઉમરપાડા તાલુકાના ચિતલદા ગ્રામ પંચાયત પરીસર ખાતેથી જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલે તાલુકા કક્ષાના બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. મહાનુભાવોએ કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને રોકડ સહાય, સાધન સહાય તેમજ મંજૂરી હુકમોનું વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર આપી બહુમાન કર્યું હતું. ખેડૂતોએ ઉમરપાડા તાલુકાના શામપુરા ગામના અમરસિંગભાઈ વસાવાના મોડેલ કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી અને પ્રાકૃતિક કૃષિ અપનાવવા…
Read Moreબારડોલી ખાતે રવિ કૃષિ મહોત્સવને ખૂલ્લો મૂકતા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર
હિન્દ ન્યુઝ, સુરત રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત બારડોલીના તેન રોડ ખાતે ખાતેથી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે તાલુકા કક્ષાના બે દિવસીય રવિ કૃષિ મહોત્સવને ખૂલ્લો મૂક્યો હતો. મહાનુભાવોએ પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરી કૃષિ અને બાગાયતી યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાય તેમજ યોજનાકીય મંજૂરી હુકમોનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરભાઈએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ ક્ષેત્રની કાયાપલટ કરવાના સંકલ્પ સાથે કૃષિ મહોત્સવ યોજવાની શરૂઆત કરી હતી. કૃષિ મહોત્સવમાં ખેડૂતોને રવિ સિઝનમાં કૃષિ પાકો વિશે જરૂરી માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ બાબતે સમજ આપવામાં આવે છે. શ્રી પરમારે…
Read More