રવિ કૃષિ મહોત્સવમાં આધૂનિક તેમજ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિશે માહિતી મેળવતા ખેડૂતો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો રસાયણ મુકત ખેતી તરફ વળે અને પ્રાકૃતિક ખેતી થકી ખેડૂતો સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર, ઉના, ગીરગઢડા, તાલાલા, ઉના તેમજ સૂત્રાપાડા તાલુકામાં દ્વિ દિવસીય રવિ કૃષિ મહોત્સવ યોજાયા હતાં.

રવિ કૃષિ મેળામાં ગીર સોમનાથ જિલ્લાનો ખેડૂત વધુ સમૃદ્ધ બને તે રીતે વૈજ્ઞાનિક અને આધુનિક ખેતી પધ્ધતી, બજાર અને માંગ આધારિત ખેતી, ટકાઉ ખેતી, સેન્દ્રિય ખેતી, કૃષિમાં યાંત્રિકરણ, સૂક્ષ્મ પિયત પધ્ધતિ તેમજ ગાય આધારીત પ્રાકૃતિક ખેતીનું સચોટ માર્ગદર્શન આપવામા આવ્યું હતું.

આંગણવાડીના બહેનો દ્વારા રાગીના મૂઠિયા, રાગીની કેક વગેરે જેવી પૌષ્ટિક મિલેટ્સ વાનગીઓનું નિદર્શન પણ કરાયું હતું. ખેડૂતોએ આદર્શ મોડલ ફાર્મની મુલાકાત લઈને વિવિધ પ્રાકૃતિક ખેત ઉત્પાદનો વિશે માહિતી મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગીરગઢડા તાલુકામાં બોડિદર ખાતે દેવાયત ગઢ, દેવાયત બોદરની જગ્યામાં, કોડીનાર તાલુકામાં ડોળાસામાં વીરાબાપાની જગ્યામાં, સૂત્રાપાડા તાલુકામાં પ્રાચી (ઘંટીયા) ખાતે શ્રીકારડીયા રાજપૂત સમાજની વાડી, માધવરાયજી મંદિરની બાજુમાં, તાલાલા તાલુકામાં ઉમરેઠી ખાતે રામજીમંદિરની જગ્યા, પ્રાથમિક શાળાની પાસે, ઉના તાલુકામાં શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-ઉના ખાતે તેમજ વેરાવળ ખાતે શ્રી આહીર સમાજવાડી ખાતે રવિ કૃષિ મેળા યોજાયા હતાં.

રવિ કૃષિ મેળામા્ં વિવિધ વિભાગ દ્વારા ઊભા કરવામાં આવેલા સ્ટોલ પરથી ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. જેથી કૃષિનું આધુનિક અને તાંત્રિક તેમજ પ્રાકૃતિક ખેતીના સમન્વય દ્વારા ખેડૂતો પોતાની ઉત્પાદન અને આવક બન્ને વધારી શકાય.

Related posts

Leave a Comment