ગારિયાધાર તાલુકાના કલાકારો માટે “યુવા ઉત્સવ” સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર

પ્રતિ વર્ષે યોજાતો ગારિયાધાર તાલુકા કક્ષા યુવા ઉત્સવની સ્પર્ધાઓ પૈકી ચાલુ વર્ષે કુલ ૧૫ સ્પર્ધાનું આયોજન ઓફ લાઇન (લાઈવ) જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, ભાવનગર દ્વારા યોજવાનો થાય છે. આ સ્પર્ધાની વય મર્યાદા તા.૩૧/૧૨/૨૦૨૧ ને ધ્યાને રાખીને અ વિભાગમાં ૧૫ થી ૨૦ વર્ષ, બ વિભાગમાં ૨૧ થી ૨૯ વર્ષ અને ખુલ્લા વિભાગમાં ૧૫ થી ૨૯ વર્ષની રહેશે. જેમાં ભાવનગર ગ્રામ્ય કક્ષાની સ્પર્ધામાં સૌ પ્રથમ તાલુકાકક્ષાએ કુલ ૧૫ સ્પર્ધા ઓફલાઇન (લાઈવ) કરવાની થતી હોય જેથી ગારિયાધાર તાલુકા કક્ષા યુવા ઉત્સવની એન્ટ્રી અને ૧૮ સ્પર્ધાની એન્ટ્રી સીધી જિલ્લા કક્ષાએ વિડીયો સીડી અથવા પેન ડ્રાઈવમાં બનાવી તા.૨૫/૦૮/૨૦૨૧ સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૨, ભાવનગર ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને રૂબરૂમાં પહોચતી કરવાની રહેશે.

વકતૃત્વ સ્પર્ધાના વિષયો ૨૪ કલાક અગાઉ આવેલ એન્ટ્રીને જાણ કરવામાં આવશે. તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે આવનાર સ્પર્ધક જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment