હિન્દ ન્યુઝ, ભાવનગર
કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત ભાવનગર જિલ્લામાં તળાજા ખાતે મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. મહોત્સવ અંતર્ગત ઘણાં સ્ટોલ એપીએમસી ના પ્રાંગણમાં ખેડૂતોના હિતમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.જેમાં મિશન મંગલમ વિભાગ તાલુકા પંચાયત કચેરી દ્વારા રચાયેલ અંબિકા મહિલા મંડળ,અલંગના નામથી પોતાનું સ્ટાર્ટઅપ શરુ કર્યું છે.
આત્મનિર્ભર ભારત મા અંબિકા મહિલા મંડળે પોતાના ખાખરા, શીંગ તેલ, કેરી નો રસ અને ઘીમી હોમ ડિલીવરી કરે છે.અને કૃષિ મહોત્સવ થકી ખાખરા, શીંગ તેલ, કેરી નો રસ સારો એવા લોકોના ઓર્ડર પ્રાપ્ત થયા કૃષિ મહોત્સવ ના આયોજન દ્વારા અંબિકા મહિલા મંડળ સ્ટાર્ટઅપને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે તેના માટે તેઓ આભાર વ્યક્ત કરે છે.