ભાવનગરમાં જિલ્લાના મીડિયા કર્મીઓ માટે તા. 9 ડિસેમ્બરના હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

      ગુજરાત સરકાર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ભાવનગર જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા કર્મીઓ માટે તા. ૯/૧૨/૨૦૨૪ને સોમવાર રોજ સવારે ૮.૩૦ કલાકે રેડક્રોસ ભવન, બાર્ટન લાઇબ્રેરી સામે, હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાનાર છે. આ કેમ્પમાં રજિસ્ટ્રેશન કરેલ મીડિયા કર્મીઓ તેમજ જે મીડિયા કર્મીઓનું રજિસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું હોય તો તેઓ પણ ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરી આ હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લઈ વિવિધ ટેસ્ટ કરાવી શકશે. જેથી આ કેમ્પમાં સમયસર ઉપસ્થિત રહેવા જિલ્લાના સૌ મીડિયા કર્મીઓને જણાવવામાં આવે છે. ખાસ નોંધનીય કે, ટેસ્ટ માટે દરેક મીડિયા કર્મીઓએ સવારના ભૂખ્યા પેટે આવવાનું રહેશે.

Related posts

Leave a Comment