હિન્દ ન્યુઝ, ભાવનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને એક્ષ ઓફીસીઓ ભાવનગર ની કચેરી દ્વારા ભાવનગર જીલ્લાના એપ્રેન્ટીસ એક્ટ હેઠળ નોંધાયેલ એકમો તથા એકમો ખાતે તાલીમ મેળવતા “મહિલા એપ્રેન્ટીસો” ને ખાસ જણાવવામાં આવે છે કે, ભાવનગર જીલ્લામાં એપ્રેન્ટીસ એક્ટ અધિનિયમ હેઠળ નોંધાયેલ એકમો ખાતે એપ્રેન્ટીસશીપ તાલીમ યોજના હેઠળ તા.૦૧/૦૪/૨૦૨૩ થી તાલીમ મેળવતા “મહિલા એપ્રેન્ટીસ” ને ગુજરાત સરકાર તરફથી એપ્રેન્ટીસશીપ તાલીમ યોજનામાં મહિલા એપ્રેન્ટીસો ઉમેદવારી વધે તથા સ્ત્રી-સશક્તિકરણ ને પ્રોત્સાહન રૂપે માસિક રૂ.૧૦૦૦/- (નિયમાનુસાર) ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર યોજના હેઠળ (DBT) મહિલા એપ્રેન્ટીસોના બેંક બચત ખાતામાં ચુકવણી કરવા પાત્ર થાય છે. આથી…
Read MoreMonth: February 2024
લોકસભા ચૂંટણીના મદદનીશ ચૂંટણી અધિકારીઓના રાજ્યકક્ષાના પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમનો પ્રથમ તબક્કો સંપન્ન
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી સમયમાં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણીની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ગાંધીનગર અને રાજકોટ ખાતે મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટે રાજ્યકક્ષાનો પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તા.૦૨ જાન્યુઆરીના રોજ પૂર્ણ થયેલા પ્રથમ તબક્કાના તાલીમ કાર્યક્રમમાં ભારતના ચૂંટણી પંચના નૅશનલ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ દ્વારા ૮૩ જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયા સંબંધી તાલીમ આપવામાં આવી હતી. ભારતના ચૂંટણી પંચ દ્વારા ઘડવામાં આવેલા નિયમો, તેને અનુરૂપ અદ્યતન સૂચનાઓ અને નિયત ચૂંટણી પ્રક્રિયાઓ થકી ચૂંટણીઓનું સરળ સંચાલન સુનિશ્વિત કરવા ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય…
Read Moreગીર સોમનાથમાં તુવેર, ચણા અને રાયડા માટે ટેકાના ભાવે ખરીદી અન્વયે ખેડૂતો કરાવી શકશે નોંધણી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભારત સરકાર દ્વારા ખરીફ/રવિ ૨૦૨૩-૨૦૨૪ વર્ષ અંતર્ગત તુવેર માટે રૂ.૭૦૦૦, ચણા માટે રૂ. ૫૪૪૦ અને રાયડા માટે રૂ.૫૬૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરેલ છે. ખરીફ/રવિ ૨૦૨૩-૨૦૨૪ વર્ષ અંતર્ગત તુવેર, ચણા અને રાયડા માટે ટેકાના ભાવે ખરીદી અન્વયે તા.૦૫.૦૨.૨૦૨૪ થી તા.૨૯.૦૨.૨૦૨૪ દરમિયાન નોંધણી કરાવી શકાશે. જે ખેડૂતો તુવેર, ચણા અને રાયડાનું ટેકાના ભાવે વેચાણ કરવા માગતા હોય તેઓ માટે તા. ૦૫.૦૨.૨૦૨૪ થી ૨૯.૦૨.૨૦૨૪ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું થાય છે. તો જરૂરી આધાર-પુરાવા સાથે આપના નજીકના ઈ-ગ્રામ…
Read Moreપ્રધાનમંત્રી આવાસ યોજના’ના જિલ્લામાં યોજાનાર કાર્યક્રમો અંગે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ ના ગીર સોમનાથ જિલ્લામાં યોજાનાર કાર્યક્રમ અંગે પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટર કચેરી ઇણાજ ખાતે આજે એક બેઠક યોજાઇ હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.૧૦ ફેબ્રુઆરીના રોજ રાજ્યવ્યાપી યોજાનાર આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ સંબોધન કરવાના છે. બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાન આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ પણ કરવાના છે. જે અંતર્ગત રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં જે તે જિલ્લાના લોકો સહભાગી થશે. અંગેના આયોજન અંગેની બેઠકમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું સુચારું અને સુનિયોજીત આયોજન થાય તે…
Read Moreનેશનલ સ્કૂલ ગેમ્સ ૨૦૨૩-૨૪માં બ્રોન્ઝ મેડલ મેળવતી મોડેલ સ્કૂલ ઈણાજની વિદ્યાર્થીની
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાની મોડલ સ્કૂલ ઈણાજની ધોરણ ૧૦ની વિદ્યાર્થીની દક્ષાબેન ધાનાભાઈ ગળચરે નેશનલ સ્કૂલ ગેમ્સ ૨૦૨૩-૨૦૨૪ (SGFI)માં ભાગ લીધો હતો. ઝારખંડના રાંચી ખાતે યોજાયેલી વુશુ અંડર-૧૭ (બહેનો)ની નેશનલ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરતાં દક્ષાબહેને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ સિદ્ધિ બદલ દક્ષાબહેન ધાનાભાઈ ગળચરને જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચા અને મોડલ સ્કૂલ ઈણાજના આચાર્ય અલ્પાબેન તારપરાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં અને સાથે જ ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
Read Moreશ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા પોલીસ કમિશ્નર નું સન્માન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, સુરત ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુરુવાર, તા. ૦૧ ફેબ્રુઅરી, ૨૦૨૪ ના સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે વય નિવૃત્તિ ને કારણે નિવૃત થનાર સુરત શહેર ના પોલીસ કમિશ્રનર અજય તોમર નું સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણી સંસ્થાઓ દ્વારા પણ કમિશ્રનર નું સન્માન કરેલ. આ સાથે સાથે સમાજ ના કોઈ પરિવાર દ્વારા કોઈ ઉચ્ચ અધિકારી નું સન્માન કરનાર કદાચ કોઈ હોઈ તો શ્રી વઘાસીયા પરિવાર હશે. આ અંગે માહિતી આપતા શ્રી વઘાસીયા પરિવાર ના પ્રમુખ ડો. જગદીશ વઘાસીયા…
Read Moreઆગામી તા.28 ફેબ્રુઆરીના રોજ ધ્રોલ ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, જામનગર ‘સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અંતર્ગત, ધ્રોલ તાલુકામાં ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા. 28/02/2024 ના રોજ સવારના 11:30 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી ધ્રોલ પ્રાંત અધિકારીનાં અધ્યક્ષસ્થાને ધ્રોલ પ્રાંત કચેરીના મિટિંગ હોલમાં યોજવામાં આવશે. આગામી તા.14 ફેબ્રુઆરી સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના…
Read Moreશ્રી જવાહર નવોદય વિદ્યાલય અલીયાબાડા ખાતે કેન્દ્ર સરકાર અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સંસ્થા (FIFA)ના સહયોગ થી ફૂટબોલ વિતરણ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર શ્રી જવાહર નવોદય વિદ્યાલય, અલિયાબાડા ખાતે ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સંસ્થા (FIFA)ના સહયોગથી ફૂટબોલ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગર જિલ્લાની 26 જેટલી સરકારી અને અર્ધ – સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને ફૂટબોલ ફાળવવામાં આવ્યા હતા. જિલ્લા ફૂટબોલ સંગઠનના પ્રતિનિધિ તરીકે પધારેલ સદામ સમાએ પ્રોત્સાહક ભાષણ આપી વિદ્યાર્થીઓને ફૂટબોલની રમતાં રમવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમનું સંચાલન શાળાનાં અંગ્રેજી અધ્યાપક જયંતિલાલ કાંતિયાએ કર્યું હતું. શાળાના કાર્યકારી આચાર્ય સોબરનસિંહે બધાનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં જામનગર જિલ્લા શિક્ષણાધિકારી વિડજા, કેન્દ્રિય વિદ્યાલય -1, જામનગરના પ્રાચાર્યા…
Read Moreઆહવા બસ ડેપોને સ્વચ્છતા અંગેના ચિત્રોથી સુશોભિત કરાયો
હિન્દ ન્યુઝ, આહવા ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, GSRTCના ‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’ અભિયાન અંતર્ગત, રાજ્યમા બસ ડેપોમા વિશેષ સફાઇ અભિયાન તેમજ જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવી રહી છે. વલસાડ એસ.ટી.ડિવિઝનના વિભાગીય નિયામક એન.એસ.પટેલના નેજા હેઠળ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત ડેપો મેનેજર કિશોરસિંહ પરમાર દ્વારા ‘શુભયાત્રા, સ્વચ્છ યાત્રા’ અંતર્ગત ડાંગ જિલ્લામા પણ વિશેષ સ્વચ્છતા અંગેની પ્રવૃતિઓ હાથ ધરવામા આવી રહી છે. ‘શુભયાત્રા, સ્વચ્છ યાત્રા’ કાર્યક્રમ અંતર્ગત આહવા એસ.ટી. ડેપો ખાતે સ્વચ્છતા અંગેના વિવિધ સુશોભિત ચિત્રો દોરવામા આવ્યા છે. કિશોરસિંહ પરમારે જણાવ્યુ…
Read Moreવઘઇ ખાતે તાલુકા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમા યોજાઈ પશુપાલન શિબિર
હિન્દ ન્યુઝ, વઘઇ ગુજરાત સરકારના પશુપાલન વિભાગ તથા જિલ્લા પંચાયત પશુપાલન શાખા આહવાના સહયોગથી, વઘઇ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ એમ.ગાવિતની અધ્યક્ષતામાં, પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમા પશુપાલકોને નફાકારક પશુપાલન કરવા પર ભાર મુકવામા આવ્યો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના રિસર્ચ સાયન્ટિસ્ટ ડૉ.સાગર પટેલ દ્વારા વૈજ્ઞાનિક ઢબે પશુપાલન, ડૉ. દિવ્યાબેન ચૌધરી દ્વારા ગાય/ભેંસ મા વિયાણ બાદ જોવા મળતી સમસ્યાના નિવારણ, તથા ડૉ. સુનિલભાઈ કુંવર દ્વારા પશુઓમા રસીકરણ અંગેની વિસ્તૃત જાણકારી પશુપાલકોને આપવામા આવી હતી. આ શિબિરમાં વઘઈ તાલુકાનાં જુદા જુદા ગામોમાથી ૩૦૦ જેટલા…
Read More