હિન્દ ન્યુઝ, આણંદ પીવીઆર ટોકીઝમાં ફિલ્મ જોવાના બહાને લઇ જઇ બળજબરી અશ્લીલ જાતીય અત્યાચાર કર્યો આ યુવક સગીરાને આણંદની ટોકીઝમાં ફિલ્મ જોવા લઈ ગયો અને તે દરમ્યાન બળજબરી જાતીય અત્યાચાર કર્યો આણંદના બે મુસ્લીમ યુવકે સોશ્યલ મિડિયા પર સગીર વિદ્યાર્થિની સાથે દોસ્તી કરી તેની સાથે ફોટા પડાવ્યાં બાદ બ્લેકમેઇલીંગ શરૂ કરી દીધું હતું. આ યુવકોએ સગીરાને પીવીઆર ટોકીઝમાં લઇ જઇ બળજબરી પૂર્વક મુખમૈથુન કરાવ્યું હતું. આ ઘટનાથી ભાંગી પડેલી સગીરાએ ઘરમાં સઘળી બાબતની જાણ કરતાં તેઓ ચોંકી ગયા હતા અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આણંદમાં…
Read MoreMonth: July 2023
આજી – ૧ ડેમ ઓવરફ્લો: આજી નદીના કાંઠા પર અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા સતત એનાઉન્સમેન્ટ, ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા ૩૧ વ્યક્તિઓના રેસ્ક્યુ
હિન્દ ન્યુઝ, આજી – રાજકોટ રાજકોટ શહેરને પીવાનું પાણી પુરવઠો પૂરો પડતો આજી-૧ જળાશય ઓવરફ્લો થયેલ છે. વરસાદી માહોલ અને ડેમ ઓવરફ્લો થવાના પગલે મ્યુનિ. કમિશનર આનંદ પટેલે સંબંધિત તમામ શાખાઓના અધિકારીઓ અને સ્ટાફને એલર્ટ રહેવા અને જરૂરીયાત મુજબ રાહત બચાવ કામગીરી કરવા સુચના આપી હતી. રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમો દ્વારા આજી નદીના કાંઠા અને નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા અને સાવચેત રહેવા સતત માઇક સાથેના વાહનો ફેરવી એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા વરસાદમાં ફસાયેલા ૩૧ વ્યક્તિઓને રેસ્ક્યુ…
Read Moreરાજકોટ મનપાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખાની સાધનસામગ્રીથી સજ્જ ત્રણ રેસ્ક્યુ ટીમ રાહત બચાવની કામગીરી માટે જૂનાગઢ પહોંચી
હિન્દ ન્યુઝ, રાજકોટ જૂનાગઢ શહેરમાં પડેલ અતિ ભારે વરસાદમાં રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખાની ત્રણ રેસ્ક્યુ ટીમ જેમાં પુરની બચાવ કામગીરીના સાધનો સાથે લાઈફ જેકેટ, લાઈફબોયા, રસ્સા, રેસ્ક્યુ બોટ, ઇલેક્ટ્રિક વુડન કટરો વગેરે સાધનો સાથે મીની રેસ્ક્યુ વાહન, ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ સાથે બે સ્ટેશન ઓફિસર, લિડિંગ ફાયરમેન, ફાયરમેન અને ડ્રાઇવર સહિત મનપાના ફાયર બ્રિગેડના ૧૭ થી ૧૮ અધિકારી / કર્મચારીઓ તરવૈયા સાથે રાહત બચાવની કામગીરી કરવા માટે જૂનાગઢ શહેરની મદદ માટે પહોંચી ગયેલ છે. ઉપરાંત ગઈ કાલે ગીર સોમનાથ ખાતે વધારે પાણી શેરીઓમાં ભરાતા મનપાના બે હાઈ…
Read Moreમહીસાગર- લુણાવાડા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા કક્ષાની “શ્રી અન્ન” “મિલેટ્સ વાનગી સ્પર્ધા ” યોજાઇ
હિન્દ ન્યુઝ, મહીસાગર આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા શ્રી અન્નમાંથી વિવિધ પોષ્ટિક વાનગીઓ બનાવવામાં આવી, જિલ્લા તંત્ર દ્વારા તેમને નંબર આપી સન્માનિત કરાયા સમગ્ર વિશ્વ વર્ષ-2023ને “આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ” તરીકે ઉજવી રહ્યું છે, ત્યારે મહીસાગર જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારી સી એન પટેલના સંયુક્ત માર્ગદર્શન અને જિલ્લા આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર દક્ષાબેન તબિયારના નેતૃત્વમાં જિલ્લામાં આઈ. સી. ડી. એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત જિલ્લા પંચાયત ખાતે જી-20ની થીમ સાથે જિલ્લા કક્ષાની “શ્રી અન્ન” “મિલેટ્સ વાનગી સ્પર્ધાનું” આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ છેવાડાના લોકો…
Read Moreનાણાકીય સમાવેશન (Financial Inclusion)નું વધુ એક ઉત્તમ ઉદાહરણ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાનું ઘાંઘળી ગામ આમ તો ચાર હજાર નાગરિકોની જ વસતિ ધરાવે છે પરંતુ અહીંની ગ્રામ પંચાયત કચેરી ખાતે કાર્યરત વી.સી.ઇ. (વિલેજ કોમ્યુટર આંત્રપ્રિન્યોર) જયેશભાઇ પારઘીએ ઇ-ગ્રામ અંતર્ગત ગત વર્ષે 13 કરોડ રુપિયા અને ચાલુ વર્ષે 2.5 કરોડ રુપિયાથી પણ વધુની બિઝનેસ ટ્રાન્ઝેક્શન કર્યા છે. ઘાંઘળી ગામમાં કોઈ પણ બેંક નહીં હોવાથી લોકો રોજ બરોજના બેન્કિંગ વ્યવહારો કરવા માટે ઈ-ગ્રામ ધરા આવે છે આમ, જયેશભાઈ વર્ષોથી વી.સી.ઇ. તરીકે કાર્ય કરતાં હોવાથી લોકો માટે ખૂબ જ વિશ્વાસપાત્ર સાબિત થયા છે. વી.સી.ઇ. જયેશભાઇને ગત વર્ષે…
Read Moreભાવનગરના શેવડીવદર ગામના ખેડૂત છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી અમદાવાદની બજારમાં ઉત્પાદનો વેચે છે
હિન્દ ન્યુઝ, ભાવનગર એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરવતા ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શેવડીવદર ગામના એક ખેડૂત છેલ્લાં છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી તેમનો મબલખ પાક અમદાવાદની બજારમાં વેચી કમાણી કરી રહ્યા છે. શેવડીવદર ગામના ખેડૂત નરવણસિંહ ગોહિલે છ વર્ષ પહેલાં આત્મા પ્રોજેક્ટના અને બાગાયતી સેમિનાર દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેના ફાયદા જાણવા મળતા તેઓએ પ્રાકૃતિક ખેતી શરુ કરી હતી. આજે તેઓ વિઘા દીઠ દોઢથી બે લાખની આવક મેળવે છે. આ ઉપરાંત છ વર્ષમાં પચાસ હજારથી વધુ ખેડૂત તેમના ખેતરની મુલાકાત લઈ ચૂક્યા છે તેમજ એમના પ્રાકૃતિક…
Read Moreજસદણ ના શિવરાજપુર ગામે જુગાર રમતા છ સકુની ઝડપાયા
હિન્દ ન્યુઝ, જસદણ જસદણ પોલીસ.ઈન્સ ટી.બી.જાની સ્ટાફ સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મળેલ બાતમીના આધારે જસદણ પો.સ્ટેના શિવરાજપુર ગામની, ડોળા વિસ્તાર તરીકે ઓળખાતી સીમમાં આરોપી જીવણભાઇ કરસનભાઇ ઠુંમર પોતાના કબ્જા ભોગવટા ની વાડીના મકાનમાં જુગાર રમતા છ ઈસમોને પકડી પાડી રોકડ રૂપિયા- ૫૧,૪૦૦/- સાથે જુગાર ધારા કલમ ૪,૫ મુજબનો ગુન્હો દાખલ કરી જુગાર રમતા આરોપી જીવણભાઇ કરસનભાઇ ઠુંમર, જાતે-પટેલ, ઉ.વ.૪૫, ધંધો-ખેતી,સુરેશભાઇ ધીરૂભાઇ રાદડીયા, જાતે-પટેલ, ઉ.વ.૨૯, ધંધો-ખેતી, હરેશભાઇ વાલજીભાઇ ઠુંમર, જાતે-પટેલ, ઉ.વ.૩૫, ધંધો-ખેતી, મેઘજીભાઇ વલ્લભભાઇ ઠુંમર, જાતે-પટેલ, ઉ.વ.૫૫, ધંધો-ખેતી, મગનભાઇ વલ્લભભાઇ મકવાણા, જાતે-કોળી, ઉ.વ.૪૩, ધંધો-ખેતી, રહે.…
Read Moreમૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યક્તિઓ રહેતા હોવાનું માલુમ પડતા મહર્ષિ અરવિંદ ટાઉનશીપ અને શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં કુલ ૧૫ આવાસો સીલ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત મહર્ષિ અરવિંદ ટાઉનશીપ અને શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપ, રેલનગર વિસ્તારમાં બનાવવામાં આવેલ છે. મૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યક્તિઓ રહેતા હોવાનું માલુમ પડતા મહર્ષિ અરવિંદ ટાઉનશીપ અને શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં કુલ ૧૫ આવાસો સીલ કરવામાં આવ્યા છે. ઉપરોકત આવાસોમાં મૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યક્તિઓ રહેતા હોવાનું માલુમ પડેલ હોઈ નોટીસ આપવામાં આવેલ. જે અન્વયે આજ રોજ તા.૨૦/૦૭/૨૦૨૩ ના રોજ મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં ૧૧ આવાસો તથા શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં ૪ આવાસો મળી કુલ ૧૫ આવાસો આવાસ યોજના વિભાગ દ્વારા…
Read Moreમહિસાગરથી શુભારંભ કરાવતા શિક્ષણ મંત્રી
હિન્દ ન્યુઝ, મહિસાગર રાજ્યના આદિવાસી વિસ્તારોમાં વસવાટ કરતા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા હેતુથી રાજ્યના શિક્ષણ વિભાગની કચેરીઓ, વિભા-યુ.એસ.એ તથા શિક્ષણા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આદિવાસી જિલ્લાઓની ૧૯૯ શાળાઓમાં “સમ્યક પ્રેરણા કાર્યક્રમ”નો શુભારંભ કરવામાં આવ્યો હતો. મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના દિવડા કૉલોની ખાતેની એકલવ્ય નિવાસી શાળામાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીંડોર દ્વારા શુભારંભ કરાયો હતો. જેમાં મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાની, દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની અને વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાની કુલ ૧૯૯ શાળાઓનો સમાવેશ થાય છે. કાર્યક્રમનો શુભારંભ કરાવતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતુ કે, આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરી તેમને…
Read Moreસોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી હર્ષવર્ધન નિઓટિયા ના જન્મદિવસની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી
હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી હર્ષવર્ધન નિઓટિયા ના જન્મદિને આયુષ્ય મંત્ર જાપ- મહાપૂજા તેમના પ્રતીનીધિ સ્વરૂપે જનરલ મેનેજર દ્વારા કરવામાં આવેલ. તેઓ નિરામય દિર્ઘાયુષ્ય માટે આયુષ્ય મંત્ર જાપ સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં કરવામાં આવેલ. આજરોજ સાંજે ભગવાન સોમનાથ ને સાયં વિશેષ શૃંગાર સાથે દિપમાલા કરવામાં આવનાર છે. આ પ્રસંગે ટ્રસ્ટ ના અધિકારી તથા તિર્થ પુરોહિતો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી સોમનાથ મહાદેવ પાસે તેમના નિરામય અને દિર્ઘાયુષ્યની પ્રાર્થના કરી હતી. સેક્રેટરી તથા સર્વે ટ્રસ્ટીઓ તેમજ ટ્રસ્ટ પરિવાર તરફથી ટ્રસ્ટી હર્ષવર્ધન નિઓટિયાને…
Read More