અરવિંદ એપાર્ટમેન્ટના સ્થાનિક રહેવાસીઓને તથા તપન સ્કુલ બાળકોને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ          રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૦૮/૦૭/૨૦૨૩ નાં રોજ અરવિંદ એપાર્ટમેન્ટ, મોકાજી સર્કલ પાસે, નાનામવા, રાજકોટ ખાતે ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ, આ મોકડ્રીલમાં અંદાજે ૨૦ થી ૨૫ રહેવાસીઓ જોડાયેલ. તેમજ તપન સ્કુલના ૬૦ બાળકોને મવડી ફાયર સ્ટેશન ખાતે ફાયરના સાધનો બતાવેલ તેના વિશે માહિતી આપેલ તેમાં સ્ટેશન ઓફિસર યોગેશ જાની, લીડીંગ ફાયર મેન જયેશ દાણી ધારિયા તથા સ્ટાફ અને રહેણાંક બિલ્ડીંગની મોકડ્રીલમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસર શ્રી એ.એસ.બારીયા, ફાયરમેન નવજીતસિંહ જાડેજા, રવજીભાઇ સોલંકી…

Read More