હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ સમગ્ર રાજયનાં સફાઈ કામદારો અને તેમના આશ્રિત બાળકોને વર્ષ ૨૦૨૩માં ધો-૧૦ અને ધો -૧૨માં ઉતિર્ણ થયેલાં બાળકોને ઈનામ અને પ્રશસ્તિ પત્રથી પ્રોત્સાહિત કરવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત ઈનામની રકમ અને પ્રશસ્તિ પત્ર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા આપવામાં આવશે. આ યોજનાનું અરજી ફોર્મ નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પરથી તા. ૦૫/૦૮/૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ યોજના અંતર્ગત ધોરણ-૧૦માં ઉર્તિણ થયેલ પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂા. ૪૧,૦૦૦ તેમજ બીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ. ૨૧,૦૦૦ અને ત્રીજા ક્રમે આવનાર…
Read MoreDay: July 11, 2023
“उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः।“ (કોઈપણ કામ મહેનતથી સિદ્ધ થાય છે, માત્ર વિચારવાથી નહીં)
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ “ઉદ્યમેન હિ સિધ્યન્તિ કાર્યાણી ન મનૌરથૈ:” જેનો અર્થ થાય છે કે, કોઈપણ કામ મહેનતથી જ થાય છે. માત્ર બેસીને વિચારવાથી કાર્ય થતું નથી. ગીર સોમનાથના છેવાડાના વિસ્તાર સાપનેસમાં પશુપાલનનો વ્યવસાય કરી ગુજરાન ચલાવતા બાબુભાઈ લોમાની દીકરી ક્રિષ્નાએ ઉપરોક્ત ઉક્તિ સાર્થક કરી બતાવી છે અને સરકારી શાળામાં જ ભણી પોતાના ખંત અને શિક્ષકોની મહેનતથી નવોદયની પરીક્ષા પાસ કરી જવાહર નવોદય વિદ્યાલયમાં સ્થાન મેળવ્યું છે. જેથી શિક્ષકોના અથાક પ્રયત્નો થકી એ પણ સાબિત થયું છે કે, સરકારશ્રીનો પ્રયાસ છેવાડાના વિસ્તારોમાં વસતા માનવીને પણ…
Read More