હિન્દ ન્યુઝ, આજી – રાજકોટ રાજકોટ શહેરને પીવાનું પાણી પુરવઠો પૂરો પડતો આજી-૧ જળાશય ઓવરફ્લો થયેલ છે. વરસાદી માહોલ અને ડેમ ઓવરફ્લો થવાના પગલે મ્યુનિ. કમિશનર આનંદ પટેલે સંબંધિત તમામ શાખાઓના અધિકારીઓ અને સ્ટાફને એલર્ટ રહેવા અને જરૂરીયાત મુજબ રાહત બચાવ કામગીરી કરવા સુચના આપી હતી. રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમો દ્વારા આજી નદીના કાંઠા અને નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા અને સાવચેત રહેવા સતત માઇક સાથેના વાહનો ફેરવી એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા વરસાદમાં ફસાયેલા ૩૧ વ્યક્તિઓને રેસ્ક્યુ…
Read MoreDay: July 23, 2023
રાજકોટ મનપાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખાની સાધનસામગ્રીથી સજ્જ ત્રણ રેસ્ક્યુ ટીમ રાહત બચાવની કામગીરી માટે જૂનાગઢ પહોંચી
હિન્દ ન્યુઝ, રાજકોટ જૂનાગઢ શહેરમાં પડેલ અતિ ભારે વરસાદમાં રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખાની ત્રણ રેસ્ક્યુ ટીમ જેમાં પુરની બચાવ કામગીરીના સાધનો સાથે લાઈફ જેકેટ, લાઈફબોયા, રસ્સા, રેસ્ક્યુ બોટ, ઇલેક્ટ્રિક વુડન કટરો વગેરે સાધનો સાથે મીની રેસ્ક્યુ વાહન, ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ સાથે બે સ્ટેશન ઓફિસર, લિડિંગ ફાયરમેન, ફાયરમેન અને ડ્રાઇવર સહિત મનપાના ફાયર બ્રિગેડના ૧૭ થી ૧૮ અધિકારી / કર્મચારીઓ તરવૈયા સાથે રાહત બચાવની કામગીરી કરવા માટે જૂનાગઢ શહેરની મદદ માટે પહોંચી ગયેલ છે. ઉપરાંત ગઈ કાલે ગીર સોમનાથ ખાતે વધારે પાણી શેરીઓમાં ભરાતા મનપાના બે હાઈ…
Read Moreમહીસાગર- લુણાવાડા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા કક્ષાની “શ્રી અન્ન” “મિલેટ્સ વાનગી સ્પર્ધા ” યોજાઇ
હિન્દ ન્યુઝ, મહીસાગર આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા શ્રી અન્નમાંથી વિવિધ પોષ્ટિક વાનગીઓ બનાવવામાં આવી, જિલ્લા તંત્ર દ્વારા તેમને નંબર આપી સન્માનિત કરાયા સમગ્ર વિશ્વ વર્ષ-2023ને “આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ” તરીકે ઉજવી રહ્યું છે, ત્યારે મહીસાગર જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારી સી એન પટેલના સંયુક્ત માર્ગદર્શન અને જિલ્લા આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર દક્ષાબેન તબિયારના નેતૃત્વમાં જિલ્લામાં આઈ. સી. ડી. એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત જિલ્લા પંચાયત ખાતે જી-20ની થીમ સાથે જિલ્લા કક્ષાની “શ્રી અન્ન” “મિલેટ્સ વાનગી સ્પર્ધાનું” આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ છેવાડાના લોકો…
Read Moreનાણાકીય સમાવેશન (Financial Inclusion)નું વધુ એક ઉત્તમ ઉદાહરણ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાનું ઘાંઘળી ગામ આમ તો ચાર હજાર નાગરિકોની જ વસતિ ધરાવે છે પરંતુ અહીંની ગ્રામ પંચાયત કચેરી ખાતે કાર્યરત વી.સી.ઇ. (વિલેજ કોમ્યુટર આંત્રપ્રિન્યોર) જયેશભાઇ પારઘીએ ઇ-ગ્રામ અંતર્ગત ગત વર્ષે 13 કરોડ રુપિયા અને ચાલુ વર્ષે 2.5 કરોડ રુપિયાથી પણ વધુની બિઝનેસ ટ્રાન્ઝેક્શન કર્યા છે. ઘાંઘળી ગામમાં કોઈ પણ બેંક નહીં હોવાથી લોકો રોજ બરોજના બેન્કિંગ વ્યવહારો કરવા માટે ઈ-ગ્રામ ધરા આવે છે આમ, જયેશભાઈ વર્ષોથી વી.સી.ઇ. તરીકે કાર્ય કરતાં હોવાથી લોકો માટે ખૂબ જ વિશ્વાસપાત્ર સાબિત થયા છે. વી.સી.ઇ. જયેશભાઇને ગત વર્ષે…
Read Moreભાવનગરના શેવડીવદર ગામના ખેડૂત છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી અમદાવાદની બજારમાં ઉત્પાદનો વેચે છે
હિન્દ ન્યુઝ, ભાવનગર એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરવતા ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શેવડીવદર ગામના એક ખેડૂત છેલ્લાં છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી તેમનો મબલખ પાક અમદાવાદની બજારમાં વેચી કમાણી કરી રહ્યા છે. શેવડીવદર ગામના ખેડૂત નરવણસિંહ ગોહિલે છ વર્ષ પહેલાં આત્મા પ્રોજેક્ટના અને બાગાયતી સેમિનાર દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેના ફાયદા જાણવા મળતા તેઓએ પ્રાકૃતિક ખેતી શરુ કરી હતી. આજે તેઓ વિઘા દીઠ દોઢથી બે લાખની આવક મેળવે છે. આ ઉપરાંત છ વર્ષમાં પચાસ હજારથી વધુ ખેડૂત તેમના ખેતરની મુલાકાત લઈ ચૂક્યા છે તેમજ એમના પ્રાકૃતિક…
Read More