કાલાવડ નગરપાલિકામાં વિકાસ કામોનું ખાત મુર્હુત કરતા ધારાસભ્ય

હિન્દ ન્યુઝ, કાલાવડ          કાલાવડ નગરપાલિકામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટમાંથી અંદાજીત રૂ.૫૦ લાખના ખર્ચે બનનાર પાર્કિંગ શેડ, પેવર બ્લોક તથા સ્ટોર રૂમના સહિતના કામોનું કાલાવડ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના હસ્તે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.      આ પ્રસંગે મામલતદાર અને વહીવટદાર નગરપાલિકા સુ. એફ.પી.પુરોહિત, ચીફ ઓફિસર સુ. બી.સી.ગોસ્વામી, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ વોરા, જીલ્લા ભાજપના મહામંત્રી અભિષેકભાઈ પટવા, શહેર ભાજપ મહામંત્રી મહેશભાઈ સાવલીયા, વિનુભાઈ રાખોલીયા, પ્રદેશ કારોબારી સદસ્ય કશ્યપભાઈ વૈષ્ણવ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ વલ્લભભાઈ સાંગાણી, મુકેશભાઈ મહેતા તથા વલ્લભભાઈ વાગડીયા તથા શહેર…

Read More

ભાવનગર વહીવટી તંત્ર અને રમતગમત વિભાગ દ્વારા જિલ્લા સેવાસદન ખાતે સ્વાતંત્ર્ય સેનાની સન્માન સમારંભ યોજાયો

“મે અકેલા હી ચલા થા જાનીબ-એ-મંઝીલ મગર, લોગ સાથ આતે ગયે ઔર કાંરવા બનતા ગયા” હિન્દ ન્યુઝ, ભાવનગર “મે અકેલા હી ચલા થા જાનીબ-એ-મંઝીલ મગર, લોગ સાથ આતે ગયે ઔર કાંરવા બનતા ગયા” આ પંક્તિઓ દેશના એ શૂરવીર સ્વાતંત્ર્ય સેનાનીઓ પર બરાબર યોગ્ય સાબિત થાય છે. જેઓ ત્યાગ, સમર્પણ તેમજ રાષ્ટ્રભાવના સાથે એકલા ચાલીને સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો અને લોકો જોડાતા ગયા તેઓએ આઝાદીનું પુષ્પ ખીલવ્યું હતું. ભાવનગર જિલ્લાના આવા જ સ્વાતંત્ર્ય વીરોનું સન્માન કરવા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર ભાવનગર દ્વારા આઝાદી…

Read More

ભાવનગરના પાલીતાણા ખાતે મધ્યાહ્ન ભોજન યોજનાના સંચાલકોની ભરતી કરવા માટેનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, ભાવનગર          પાલીતાણા તાલુકામાં નીચે જણાવેલ પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજન યોજનાના સંચાલકોની જગ્યા ખાલી પડેલ છે. (૧) ૧૧- જુના લોંઇચડા (જાહેરાતનો ત્રીજો પ્રયત્ન) (૨) ૨૧- લાખાવાડ (જાહેરાતનો ત્રીજો પ્રયત્ન) (૩) ૨૬-સોનપરી (જાહેરાતનો પ્રથમ પ્રયત્ન) (૪) ૩૬-હાથસણી (જાહેરાતનો ત્રીજો પ્રયત્ન) (૫) ૪૫-જીવાપુર (જાહેરાતનો પ્રથમ પ્રયત્ન) (૬) ૫૧-ચાંડા (જાહેરાતનો ત્રીજો પ્રયત્ન) (૭) ૫૨-લીલીવાવ (જાહેરાતનો પ્રથમ પ્રયત્ન) (૮) ૬૯- બહાદુરગઢ (જાહેરાતનો ત્રીજો પ્રયત્ન) (૯) ૮૨- બોદાનાનેસ (જાહેરાતનો ત્રીજો પ્રયત્ન) (૧૦) ૧૦૧-ભુતીયા (જાહેરાતનો પ્રથમ પ્રયત્ન) (૧૧) ૧૦૩-ઘેલાપરા (જાહેરાતનો પ્રથમ પ્રયત્ન) (૧૨)૧૦૪- વિઠલવાડી (જાહેરાતનો બીજો પ્રયત્ન) (૧૩)૧૦૫-ભુતડીયા (જાહેરાતનો પ્રથમ પ્રયત્ન)…

Read More

ઘોઘા તાલુકામાં ખાલી પડેલ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલકોની ભરતી કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ઘોઘા તાલુકામાં અવાણીયા કુમાર શાળા, છાંયા પ્રાથમિક શાળા, વાલેસપુર પ્રાથમિક શાળા, કણકોટ પ્રાથમિક શાળા તથા પાણીયાળા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનાનાં સંચાલકની ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણીક લાયકાત ધોરણ-૧૦ પાસ, સામાન્ય ઉમેદવારો માટે વય મર્યાદા લઘુત્તમ ૨૦ વર્ષ અને મહત્તમ ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ. વિઘવા, ત્યકતા તથા સ્ત્રી ઉમેદવારો, આર્થિક રીતે પછાતવર્ગનાં ઉમેદવારો તથા સ્થાનિકને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે. સંચાલકનાં અરજીફોર્મ કચેરી સમય દરમ્યાન (જાહેર રજાનાં દિવસો સિવાય) મામલતદાર કચેરી, ઘોઘા ખાતેથી મળી શકશે, ઉમેદવારોએ તેમનાં…

Read More

ભાવનગર જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭ જુલાઇના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર જુલાઇ-૨૦૨૩ નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૭/૦૭/૨૦૨૩ નાં રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજવામાં આવનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજુઆત કરવાની રહેશે, અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૭/૨૦૨૩ સુધીમાં કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે તેમ કલેકટર, ભાવનગરની યાદીમાં જણાવેલ છે

Read More

તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.૨૬ જુલાઇના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર જુલાઇ-૨૦૨૩ નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૬/૦૭/૨૦૨૩ નાં રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવેલ છે. જેમાં જિલ્લા કલેકટર- ગારીયાધાર, જિલ્લા વિકાસ અધિકારી – જેસર તથા પોલીસ અધિક્ષક – વલ્લભીપુરનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ અન્ય તાલુકા સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ ના અધિકારીઓ સંચાલન કરશે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. જાહેર જનતાને સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ- સરનામા અને મોબાઇલ નંબર સાથે સંબંધિત તાલુકા…

Read More

પાલિતાણાની સરકારી શાળામાં બચત બેન્ક (માટીના ગલ્લા) આપી બાળકોને બચત અને નાણાકીય સમજ આપવાનો પ્રયાસ

Financial Inclusivity – દરેક વ્યક્તિ સુધી નાણાકીય સુવિધા હિન્દ ન્યુઝ, ભાવનગર સરકારી શાળામાં અભ્યાસની પ્રવૃતિ કરાવવામાં આવે છે પરંતુ બાળકો અભ્યાસની સાથે બચતનું પણ મહત્વ સમજે એ હેતુથી પાલિતાણાની સરકારી શાળામાં બાળકોને નાની બચત બેંક આપીને બચત કરવા અંગેની સમજણ આપવામાં આવી હતી. સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણ સાથે સહ અભ્યાસિક પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. જેના દ્વારા બાળકોનાં જીવનમાં જીવન કૌશલ્ય સાથે વિવિધ વિષયોની માહિતી દ્વારા સર્વાંગીણ વિકાસ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે ત્યારે પાલીતાણાની સરકારી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં બાળકો માટે નાની બચત બેંક ધોરણ ચારનાં વર્ગ શિક્ષક નાથાભાઇ ચાવડા…

Read More