કાલાવડ નગરપાલિકામાં વિકાસ કામોનું ખાત મુર્હુત કરતા ધારાસભ્ય

હિન્દ ન્યુઝ, કાલાવડ

         કાલાવડ નગરપાલિકામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટમાંથી અંદાજીત રૂ.૫૦ લાખના ખર્ચે બનનાર પાર્કિંગ શેડ, પેવર બ્લોક તથા સ્ટોર રૂમના સહિતના કામોનું કાલાવડ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના હસ્તે ખાતમુર્હત કરવામાં આવ્યું હતું.

     આ પ્રસંગે મામલતદાર અને વહીવટદાર નગરપાલિકા સુ. એફ.પી.પુરોહિત, ચીફ ઓફિસર સુ. બી.સી.ગોસ્વામી, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ વોરા, જીલ્લા ભાજપના મહામંત્રી અભિષેકભાઈ પટવા, શહેર ભાજપ મહામંત્રી મહેશભાઈ સાવલીયા, વિનુભાઈ રાખોલીયા, પ્રદેશ કારોબારી સદસ્ય કશ્યપભાઈ વૈષ્ણવ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ વલ્લભભાઈ સાંગાણી, મુકેશભાઈ મહેતા તથા વલ્લભભાઈ વાગડીયા તથા શહેર ભાજપના હોદેદારો અને નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment