ભાવનગર જિલ્લામાં આવેલ સેન્સીટીવ ઝોન ખાતે ડ્રોન ઉડાવવાં પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર

       ભાવનગર જિલ્લામાં આવેલ સેન્સેટીવ ઝોન અથવા વાઈટલ ઈન્સ્ટોલેશનો જેવા કે, આઈ.ઓ.સી.-એલ.પી.જી. રીલીંગ બોટલીંગ પ્લાન્ટ તગડી, નવું ફિલ્ટર ભાવનગર, જુનું ફિલ્ટર ભાવનગર, મોબાઈલ ટેલીફોન એક્ષચેન્જ, રેલ્વે સ્ટેશન વર્કશોપ ભાવનગર, ટેલીફોન એક્ષચેન્જ પાનવાડી ભાવનગર, જેટકો સબ સ્ટેશન ભાવનગર, ભાવનગર એરપોર્ટ, ટી.વી. રીલે સેન્ટર ભાવનગર, સ્ટીલ જેટી નવા બંદર, ફુડ ગોડાઉન જુના બંદર, આઈ.ઓ.સી. ડેપો જુના બંદર, હેડ પોસ્ટ ઓફીસ ભાવનગર, ટ્રાન્સમીશન સ્ટેશન ચાવડી ગેટ, જેટકો સબ સ્ટેશન વરતેજ, ઘોધા બંદર, શીપ બ્રેકીંગ યાર્ડ અલંગ, ટેલીફોન એક્ષચેન્જ તળાજા, જેટકો સબ સ્ટેશન તળાજા, જેટકો સબ સ્ટેશન નેસવડ, મહુવા બંદર, ટેલીફોન એક્ષચેન્જ પાલીતાણા, જેટકો સબ સ્ટેશન પાલીતાણા, શેત્રુંજી ડેમ, સેન્ટ્રલ સોલ્ટ વગેરે સંસ્થાનોને રેડ/યલો ઝોનમાં ભારત સરકારશ્રીના ગૃહ મંત્રાલયની એસ.ઓ.પી. અને Drone rules – 2021 મુજબ વર્ગીકૃત કરવામાં આવેલ છે. જેમાં ભાવનગર જિલ્લામાં કુલ -૨૬ સ્થળોને રેડ/યેલો ઝોનમાં મુકવામાં આવેલ છે.

 જેથી ભાવનગર જિલ્લામાં આવેલ કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટીએ સેન્સેટીવ વિસ્તારો/સંસ્થાનો તેમજ વાઈટલ ઈન્સ્ટોલેશનોને ડ્રોન (UAV) જેવા સંસાધનોથી દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડીયા તત્વો ગેરલાભ લઈ તેની સુરક્ષાને હાનિ ન પહોંચાડે તે સારૂ ઈન્સ્ટોલેશન સ્થળોના જણાવેલ વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન (UAV) નો ઉપયોગ ન થાય તે માટે પ્રતિબંધ ફરમાવવા અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરથી દરખાસ્ત રજુ થયેલ છે. જે ધ્યાને લઈને પરવાનગી વગર ડ્રોન (UAV) નો ઉપયોગ ન થાય તે અંગેનું જાહેરનામુ બહાર પાડવું જરૂરી જણાતાં પોલીસ અધિક્ષક, ભાવનગરએ કરેલ દરખાસ્ત મુજબનાં સ્થળોએ પરવાનગી વગર ડ્રોન (UAV) નો ઉપયોગ ન થાય તે અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવાની જરૂર જણાતાં ભારતનાં ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩(૧૯૭૪ નો બીજો) ની કલમ -૧૪૪ હેઠળ મળેલ અધિકારની રૂઈએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉક્ત સ્થળો/વિસ્તાર પાસે પરવાનગી વગર ડ્રોન (UAV) નો ઉપયોગ ન થાય તે અંગે પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. 

 આ જાહેરનામુ પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ (સને -૧૮૬૦ નાં ૪૫ માં અધિનિયમ) ની કલમ-૧૮૮ મુજબ સજા થશે. આ જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરનાં અધિકારીને અધિકાર રહેશે.

Related posts

Leave a Comment