બનાસકાંઠા જિલ્લામાં બટાકા કાઢવાના કર્યા શ્રી ગણેશ

હિન્દ ન્યુઝ, લાખણી

              બનાસકાંઠા નું ડીસા શહેર બટાકા નું હબ ગણાતું હતું. જેના પગલે હવે લાખણી જેવા છેવાડાનાં ખેડૂતો પણ બટાટા ની ખેતી તરફ વળ્યા છે અને લાખણી નાં ખેડૂતો પણ બટાટા ની ખેતી માંથી સારું એવું કમાતા હોય છે અને આ વર્ષે બટાકા કાઢવાનાં શ્રી ગણેશ થયા છે અને સાથે જ બટાટા નાં ભાવમાં ઉછાળો જોવા મળતાં બટાકા ની ખેતી કરતા ખેડૂતો માટે જાણે સોનાનો સુરજ ઊગ્યો હોય તેમ લાગી રહ્યું હતું, પરંતુ બટાટા કાઢવાનાં સમયે બટાટા નો ભાવ ગગડી જતાં ખેડૂતો ને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

                ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર બટાકાના ભાવ ગગડતાં ખેડૂતો અને વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે બટાકાના ભાવ ગગડયા હોવા છતાં પણ રિટેલ માર્કેટમાં તો બટાકા નો ભાવ હજુ પણ આસમાને જ છે. લોકડાઉન વખતે 40 રૂપિયા જેવા સારા એવા ચઢેલા બટાકાના ભાવ ફરી એકવાર ગગડ્યા છે. આમ તો દર વર્ષે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં નવા બટાકાની આવક શરૂ થતી હોય છે. પરંતુ આ વર્ષે બટાકા 15 થી 20 દિવસ પહેલા જ માર્કેટમાં આવી જતા હવે બટાકાનો ભાવ ગગડી ગયો છે. જે બટાકા ૩૫ થી ૪૦ હોલસેલમાં વેચાતા તે જ બટાટા હવે એક મહીનાની અંદર ૧૨ થી ૧૫ રૂપિયે વેચાઇ રહ્યા છે. જેના કારણે લાખણી સહિત આજુબાજુના પંથકનાં જે ખેડૂતો અને વેપારીઓ પાસે બટાકા પડ્યા છે. તેમને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

             મહત્વની વાત એ છે કે ગત વર્ષે બટાકાનો ભાવ આસમાને રહેતા ખેડૂતોએ પણ મોંઘાદાટ બિયારણો ખાતર તેમજ મજૂરી કરીને બટાકાનું વાવેતર કર્યુ હતું. જેથી બટાટાની પડતર કિંમત વધુ છે. ૨૦ રૂપિયે કિલો બટાટા વેચાય ત્યાં સુધીમાં તો ખેડૂતને પડતર કિંમત જ મળે છે. હાલમાં તો ખેડૂતો દ્વારા હજુ ખેતરોમાં બટાકા કાઢવાનાં શ્રી ગણેશ જ કર્યો છે ત્યારે બટાકા પકવતા બદનસીબ ખેડૂતોના નસીબ ક્યારે ચમકશે તે કહેવું મુશ્કેલ છે.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખાણી

Related posts

Leave a Comment