હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ
ભાલકા મુકામે શ્રી બાઈ ગરબી ચોક ખાતે મેરૂભાઈ પંપાણીયાં ની આગેવાની હેઠળ ગીર-સોમનાથ જિલ્લા પંચાયત તેમજ વેરાવળ તાલુકા પંચાયત ની ચૂંટણી સંબંધે મળેલ જાહેર સભા સફળતા પૂર્વક સંપન્ન થઈ. આ જાહેર સભામાં તાલાલા ના ધારાસભ્ય તેમજ આહીર સમાજ ની ધરોહર એવા માનનીય ભગવાનભાઈ બારડ તેમજ સોમનાથ ના લોક લાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તેમજ તમામ સમાજ ના આગેવાનો એ પધારી આ અનેરા પ્રસંગમાં ચાર ચાંદ પુરા પાડેલા અને આગામી સમયમાં યોજાનારી ચૂંટણી મા કોંગ્રેસ પક્ષ ની જીત નિશ્ચિત કરેલ.
સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા